અનિવાર્ય સંજોગોને કારણે આજે યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠક મોકૂફ

આજે સાંજે છ કલાકે સોમનાથ ટ્રસ્ટની ઓનલાઇન યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં આ બેઠક યોજાશે. 

અનિવાર્ય સંજોગોને કારણે આજે યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠક મોકૂફ

ગીર સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટની આજે મળનારી વર્ચ્યુઅલ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ જોડાવાના હતા. મહત્વનું છે કે થોડા સમય પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયુ હતુ. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ હતા. તેમના નિધન બાદ ચેરમેનનું પદ ખાલી પડ્યું છે. 

નવા ચેરમેનની થશે નિમણૂંક
કેશુભાઈ પટેલના નિધન બાદ તેમના સ્થાને નવા ચેરમેનની નિમણૂક કરવાની છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાવાની હતી. જેમાં પીએમ મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય ટ્રસ્ટી હાજર રહેવાના હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા નવા ચેરમેનની નિમણૂંક કરવાનો હતો. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે આજે બેઠક મોકૂફ રાખવામાં આવી છે. 

કચ્છમાં આજે સવારે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો  

પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી બેઠક મોકૂફ રાખવા માટે ટ્રસ્ટના સેક્રેટરી પીકે લહેરીને જાણ કરવામાં આવી છે. આજે સાંજે 6 કલાકે આ બેઠક યોજાવાની હતી. આજે યોજાનારી બેઠક મોકૂફ રહેતા હવે આગામી દિવસમાં આ બેઠક મળવાની છે. મહત્વનું છે કે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news