થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈ કૂટણખાનું ચલાવતા પરિવાર, ત્રણની ધરપકડ

બનાસકાંઠાના થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈને કૂટણખાનું ચલાવતા પરિવારને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદની માં, દીકરો અને દીકરી આ અનૈતિક પ્રવૃતિ કરાવતા હતા. થરાદ પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને પરિવારને ઝડપી પશ્ચિમ બંગાળની યુવતીને દેહવિક્રયમાંથી મુક્ત કરાવી છે.

Updated By: Oct 12, 2020, 04:45 PM IST
થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈ કૂટણખાનું ચલાવતા પરિવાર, ત્રણની ધરપકડ

અલ્કેશ રાવ/ બનાસકાંઠા: બનાસકાંઠાના થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈને કૂટણખાનું ચલાવતા પરિવારને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદની માં, દીકરો અને દીકરી આ અનૈતિક પ્રવૃતિ કરાવતા હતા. થરાદ પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને પરિવારને ઝડપી પશ્ચિમ બંગાળની યુવતીને દેહવિક્રયમાંથી મુક્ત કરાવી છે.

આ પણ વાંચો:- ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું 'બ્લ્યૂ ફ્લેગ' સર્ટિફિકેશન, દુનિયાના 50 દેશોમાં ભારત સામેલ

થરાદમાં પંચવટી સોસાયટીમાં પોલીસે કુટણખાનું ઝડપી પાડવા માટે ડુપ્લીકેટ ગ્રાહક બનાવીને બે હજારના દરની નોટ આપીને મકાન મોકલ્યો હતો.જ્યાં પોલીસના ડમી ગ્રાહક મેરાજે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી રૂમમાં જઈ બહાર નીકળી પોલીસને ઇશારો કરી દેતા, અગાઉથી જ ઇશારાની રાહ જોઈને સાદા ડ્રેસમાં ઉભેલી પોલીસે ઘરમાં પ્રવેશી મુખ્ય સૂત્રધાર લક્ષ્મી ઉર્ફે લચકી હીરાભાઈ લક્ષ્મણ ભાઈ સોની અને તેના દીકરા-દીકરીની અટકાયત કરી હતી.

આ પણ વાંચો:- મોરબી: ટંકારામાં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ સહિત 30 લોકોને મળી મોટી રાહત

મકાનની અંદર આવેલા બેડરૂમમાં મંગલી પરેશ અશોકભાઈ ઘોષ (રહે સાહિત્ય પશ્ચિમ બંગાળ હાલ રહે રાજ રેસીડેન્સી સચિન સુરત) નામની 26 વર્ષીય યુવતી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે આ લક્ષ્મીબેન તેને ફોન કરીને ઘરે બોલાવી પૈસાનું પ્રલોભન આપતા હતા અને બહારથી માણસો બોલાવી પોતાની સાથે શરીરસુખ માણવાના ગ્રાહકો પાસેથી પૈસા લઈ તેમાંથી ઘણા ઓછા પૈસા આપતી હતી. પોલીસને તેની તપાસ કરતા તેની પાસેથી કોઇપણ ચીજવસ્તુ મળી આવી ન હોતી.

આ પણ વાંચો:- સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો

કેવીરીતે આ ઓપરેશન પાર પાડ્યું, થરાદમાં પરિવાર મોબાઈલ પર ફોન કરીને દેહ વિક્રય માટે ગ્રાહકો બોલાવતા હતા. બહારના રાજયની દેખાવડી યુવતીઓ રાખી બદીને અંજામ આપતા હતા. પોલીસે એક મહિલા અને બે પુરુષને પંચ તરીકે સાથે રાખી ડુપ્લીકેટ ગ્રાહક ઘરની અંદર પૈસા આપીને મોકલ્યો હતો. ઉપરાંત આરોપીઓને ભાગી ન જાય એ માટે ઘરની આજુબાજુ સાદા ડ્રેસમાં પોલીસ ગોઠવી હતી.

આ પણ વાંચો:- રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ, સરકારની ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન

અલગ અલગ બે ટિમો બનાવી ચાલુ મોબાઈલે ડમી ગ્રાહક મોકલ્યો યુવતી સાથે સોદો થયા બાદ ગ્રાહક ઓકે બોલતાં પોલીસે રહેણાંકમાં દરોડો પાડતાં બે રૂમમાંથી મહિલા દલાલ સાથે પુત્ર પુત્રીને ઝડપી બીજા રૂમમાંથી દેહ દેહવિક્રિયના ધંધામાં લાવેલી કલકતા બંગાળી યુવતીને મુક્ત કરાઈ છે. - પૂજા યાદવ, એએસપી, થરાદ

આ પણ વાંચો:- 17 વર્ષ બાદ રાજકોટ ડેરીના ચેરમેન બદલાય, નવા ચેરમેન પદ પર ગોરધન ધામેલીયા બિનહરીફ

ભૂતકાળમાં સંચાલક મહિલાના વીડિયો વાયરલ થયા હતા. દલાલ અને ગ્રાહકોને આકર્ષવા સંચાલક મહિલા અગાઉ ટિકટોક પર તેના અશ્લીલ હરકતો સાથે બિયર તેમજ સિગારેટ સાથે ડાન્સ કરી વિડીયો વાયરલ કરતાં સ્થાનિક રહીશોએ મહિલા સામે નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ આવેદનપત્ર અપાયા હતા, સામાજિક સેવા સંસ્થાઓ તેમજ ભાજપ કોંગ્રેસ મહિલા મોરચોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આપ્યું હતું. આવેદનપત્ર ઉપરાંત ડીવાયએસપી એસ કે વાળાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા લોકદરબારમાં નગરજનોએ કુટણખાનું બંધ કરાવવા રજુઆત કરી હતી. છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.

આ પણ વાંચો:- DPS ઈસ્ટની માન્યતા રદ થતા વાલીઓ ચિંતામાં, DPS બોપલ પહોંચ્યું વાલીઓનું પ્રતિનિધિ મંડળ

કોની પાસેથી શુ મળ્યું
લક્ષ્મીબેન સોની (માતા) 5500 રોકડા, 2 મોબાઈલ
યોગેશ સોની (પુત્ર) 1 મોબાઇલ
સ્વેતા સોની (પુત્રી) 1 મોબાઇલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube