ગુજરાતમાં કોરોનાના 3548 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ સાથે કુલ 247 નવા કેસ

રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 247 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે 81 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 6 કેસ, સુરતમાં 30 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદ- ડાંગ- જામનગરમાં 1-1 કેસ, અને પંચમહાલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોનાના 3548 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ સાથે કુલ 247 નવા કેસ

બ્રિજેશ દોશી, ગાંધીનગર: રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે આજે કુલ 247 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 11 લોકોના મોત થયા છે. જ્યારે 81 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 197 કેસ, વડોદરામાં 6 કેસ, સુરતમાં 30 કેસ, રાજકોટમાં 1 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, બોટાદ- ડાંગ- જામનગરમાં 1-1 કેસ, અને પંચમહાલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયો છે.

જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોના વાયરસથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 3548 પર પહોંચ્યો છે. જેમાં 31 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે 2961 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત 394 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 164 પર પહોંચી ગયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 53575 ટેસ્ટ કર્યા કરવામાં આવ્યા છે. જેમાથી 3548 કેસ પોઝિટીવ આવ્યા છે અને 50027 કેસ નેગેટીવ આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 2378 પર પહોંચ્યો અને કુલ 109 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 240 કેસ નોંધાયા અને 13 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 556 કેસ નોંધાયા અને કુલ 19 લોકોના મોત થયા છે. રાજકોટમાં 46 કેસ નોંધાયા અને કુલ 5 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 30 કેસ, ભાવનગરમાં 40 કેસ, આણંદમાં 51 કેસ, ભરૂચમાં 29 કેસ, પાટણમાં 17 કેસ, પંચમહાલમાં 20 કેસ, બનાસકાંઠામાં 28 કેસ, નર્મદામાં 12 કેસ, છોટાઉદેપુરમાં 13 કેસ, કચ્છમાં 6 કેસ, મહેસાણામાં 7 કેસ, બોટાદમાં 13 કેસ, પોરબંદરમાં 3 કેસ, દાહોદમાં 4 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, ખેડામાં 3 કેસ, જામનગરમાં 2 કેસ, મોરબીમાં 1 કેસ, સાબરકાંઠામાં 3 કેસ, અરવલ્લીમાં 18 કેસ, મહીસાગરમાં 10 કેસ, તાપીમાં 1 કેસ, વલસાડમાં 5 કેસ, નવસારીમાં 3 કેસ, ડાંગમાં 2 કેસ અને સુરનેદ્રનગરમાં 1 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 3548 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news