આગામી ત્રણ કલાક સાચવી લેજો, 20 થી વધુ જિલ્લામાં વીજળીના કડાકા સાથે આવશે વરસાદ
Heavy Rainfall Alert : રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી... વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ રેડ એલર્ટ... તો સુરત, તાપી, નવસારી, ડાંગમાં પડશે અતિભારે વરસાદ
Trending Photos
IMD Weather Update : હવામાન વિભાગની ભારે આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સવારે 10 વાગેથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે.
ક્યાં ક્યાં વરસાદ આવશે
- સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે વરસાદ
- જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગર સહીત અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આજે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.
નર્મદા ડેમ ફરી ઓવરફ્લો, 42 ગામોને એલર્ટ કરાયા
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી સામાન્ય વધારો થયો છે. ગત 24 કલાકમાં ડેમની સપાટીમાં 12 સેમીનો વધારો થયો છે. જોકે ઉપરવાસમાંથી પાણીની આવકમાં પણ વધારો થતા આવક 137395 ક્યુસેક થયું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.33 મીટર છે. ડેમમાંથી નર્મદા નદીમાં ટોટલ 105278 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા કરાયા છે. સંપૂર્ણ સપાટી 138.68 મીટર થી માત્ર 35 સેન્ટીમીટર દૂર છે. હાલ વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે.
24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ વ્યારામાં પડ્યો હતો. વ્યારામાં 8.5 ઈંચ વરસાદ પડ્યો હતો. સોનગઢ, વિસાવદરમાં સવા 6 ઈંચ, વાપી, વલ્લભીપુરમાં સવા 4 ઈંચ વરસાદ, ભાવનગર, શિહોરમાં 4 ઈંચ વરસાદ, ઉના, ઉમરગામમાં 4 ઈંચ વરસાદ, કોડીનારમાં 3.5 ઈંચ વરસાદ, સૂત્રાપાડા, સાયલામાં 3.5 ઈંચ વરસાદ, વાલોડ, જલાલપોરમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ભેસાણમાં 3 ઈંચ વરસાદ, ચૂડા, કુંકાવાડ-વડીયામાં 3 ઈંચ વરસાદ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે