લોકસભા ચૂંટણી 2019: ગુજરાતની આ સીટો પર કોણ થશે રીપીટ? કોનું પત્તુ થશે કટ?
લોકસભા ચુંટણીને લઈને બંને પક્ષો દ્વારા તૈયારી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. ભાજપે ફરી એક વાર 26 માથી 26 સીટોમાં જીતનુ લક્ષ્ચાક મૂક્યુ છે. જો કે આ વખતે ચડાણ કપરા છે એ વાતથી પણ ભાજપ બખૂબી રીતે વાકેક છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈક અલગ જ છે અને એટલે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા રહેલી છે.
Trending Photos
કિજલ મિશ્રા/અમદાવાદ: લોકસભા ચુંટણીને લઈને બંને પક્ષો દ્વારા તૈયારી પુરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. ભાજપે ફરી એક વાર 26 માથી 26 સીટોમાં જીતનુ લક્ષ્ચાક મૂક્યુ છે. જો કે આ વખતે ચડાણ કપરા છે એ વાતથી પણ ભાજપ બખૂબી રીતે વાકેક છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈક અલગ જ છે અને એટલે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા રહેલી છે.
એક નજર કરીએ 26 લોકસભા બેઠકોના ગણિતની. જેમ રામના નામે પથરા તર્યા હતા એમ 2014 ચુંટણી દરમિયાન મોદી વેવમાં તમામ ઉમેદવારો પણ જંગી બહુમતી સાથે જીતી ગયા હતા. રાજ્યમાં ઘણા આયાતી ઉમેદવાર હતા તો ઘણા એન્ટીઇન્કમબંસી ધરવતા ઉમેદવારો પણ બાજી મારી ગયા હતા. જો કે ચૂંટણી બાદ અનેક સાંસદોએ પોતાના વિસ્તારમાના પ્રવાસ કર્યોના યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યુ સાથે જ આ વખતે નાં તો અગાઉ જેવો મોદી વેવ છે નાં તો ભાજપ માટે સહેલાઇ છે અને એટલે જ ભાજપ આ વખત એવા ડઝન જેટલા ઉમેદવાર બદલવાના મુડમાં છે.
અમદાવાદ પશ્મિ- કિરીટ સોલંકી- રીપીટ
અમદાવાદ પશ્મિમમાં કિરીટ સોલંકી સતત 2 ટર્મથી જીતતા આવ્યા છે. તેમજ પ્રજાની વચ્ચે તથા લોકસભામા તેમની સતત હાજરી જોવા મળી છે. સાસંદ ફંડની રકમ પણ તેમણે મોટા ભાગે પોતાના વિસ્તારોમા ખર્ચ કરી દીધી છે. સમાજમાં સ્વચ્છ છબિ ધરાવે છે. ફરી ટીકીટ આપે એવી શક્યતા છે.
રાજકોટ- મોહન ભાઇ કુડારીયા રીપીટ
મોહન કુડરીયા સૌરાષ્ટ્ર્ના સિનિયર આગેવાન છે ખેડૂત આગેવાન છે. સતત પાર્ટી લાઇન સાથે જોડાયેલા રહ્યા છે પાર્ટી રીપીટ કરી શકે છે.
જામનગર- પૂનમ માંડમ રીપીટ
પૂનમ માડમ ભાજપનો શશક્ત મહિલા ચહેરો છે પોતાના કાકાને હરાવી ભાજપમા જીત મેળવી સ્થાન બનાવ્યુ છે. વિસ્તારમાં પકડ છે રાષ્ટ્રીય નેતૃત્વ જોડે ઘરોબો છે.
સંગીત,નૃત્ય અને સ્થાપત્યના ત્રિવેણી સંગમ સાથે મોઢેરામાં દ્વ્રિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન
અમરેલી -નારણ ભાઇ કાછડીયા કપાઇ શકે છે
અમરેલી સાંસદ નારણ કાછડિયા આમ તો તેની સામે પાર્ટીમાં વિરોધ ઓછો છે. પરંતુ મત વિસ્તારમાં લોકો તેની કામગીરીથી ખુબ નારાજ છે અને એટલે જ ગત વિધાનસભા ચુંટણી દરમિયાન લોકોએ પોતાનો મુડ બતાવતા ભાજપને એકપણ સીટ આપી નથી. એટલે હવે પાર્ટી તેને ટીકીટ આપવાના મુડમાં નથી અમરેલીમાં ભાજપના લીસ્ટમાં કોળી ઉમેદવાર આગળ છે.
ભાવનગર -ભારતી બેન શિયાળ કપાઇ શકે છે
સાસંદ તરીકે ખૂબ નિષ્ક્રીય રહ્યા છે. પાર્ટી આ વખતે નવો ચહેરો મૂકી શકે છે
લોકસભા ચૂંટણી 2019: ફરી એક વાર ગુજરાત મોડેલનું કેન્દ્રમાં થશે અમલીકરણ
આણદ- દિલીપ પટેલ રીપીટ
પ્રજાની વચ્ચે તથા લોકસભામા તેમની સતત હાજરી જોવા મળી છે.. સાસંદ ફંડ ની રકમ પણ તેમણે મોટા ભાગે પોતાના વિસ્તારોમા ખર્ચ કરી દીધી છે.. સમાજમા સ્વચ્છ છબિ ધરાવે છે ફરી ટીકીટ આપે એવી શક્યતા છે..
ખેડા-દેવુસિંહ ચૌહાણ રીપીટ
પાર્ટીનો સ્વચ્છ અને સૌમ્ય ચહેરો છે. સતત વિસ્તારમા જોવા મળ્યા છે લોકસભામા પણ હાજરી છે. રષ્ટ્રીય નેતૃત્વ સાથે ઘરોબો છે.
અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાણ, સમાજ માટે હવે નવી ‘રોયલ ઠાકોર’ સેના બની
પંચમહાલ - પ્રભાતસિહ ચૌહાણ
પ્રભાતસિંહ ચૌહાણ હાલમાં પંચમહાલના સાંસદ છે પરંતુ આ વખતે પાર્ટી તેની પણ ટીકીટ કાપશે કારણ કે ગત વિધાનસભા ચુંટણી દરમિયાન પાર્ટી લાઈન વિરુધ જઈ પરિવારને ટીકીટ માટે ધમાલ મચાવી હતી અને અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો કરી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે