સુરતમાં બ્લાસ્ટ થતા સ્થાનિકોમાં અફરાતફરી, એક વ્યક્તિનું સ્થળ પર મોત
Trending Photos
ચેતન પટેલ, સુરત: સુરતના ઉઘના રોડ નબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમા એકાએક બલાસ્ટની ઘટના બની હતી. બ્લાસ્ટની ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો. બ્લાસ્ટની ઘટનામાં એક કામદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજયુ હતુ. જ્યારે ચાર કામદારોને ગંભીર ઇર્જા પહોંચતા તેઓને સારવાર માટે નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડવામા આવ્યા હતા.
સુરતના ઉઘના રોડ નંબર 9 પર આવેલા પેરિસ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર ઓક્સિજન સપ્લાય માટેનું ગોડાઉન આવેલુ છે. આજે એકાએક ગોડાઉનમા ઓકિસજન બોટલમા બ્લાસ્ટ થતાની સાથે જ આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોમા પણ અફરાતફરીનો માહોલ છવાય ગયો હતો. બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ તથા ઉઘના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા સૌ પ્રથમ બીજા માળ પર ફસાયેલા 15 જેટલા લોકોને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી તમામને સહીસલામત રીતે બહાર કાઢયા હતા.
જ્યારે ઓકિસજન ગોડાઉનમા તપાસ કરતા એક કામદાર મૃત અવસ્થામા મળી આવ્યો હતો, જ્યારે અન્ય ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમા ખસડવામા આવ્યા હતા. બ્લાસ્ટની ઘટનાને લઇને ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસની દુકાનો ની દિવાલ પણ તોડી નાખી હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાથી ઓકિસજનની બોટલો પણ બહાર કાઢી હતી. જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે