જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, 6 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યા પછી આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ ભાગતા પહેલા સુરક્ષા દળોની સામે ગોળીબાર પણ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ વળતા પ્રતિકાર તરીકે ગોળીબાર કર્યો હતો.   

Updated By: Oct 26, 2019, 08:58 PM IST
જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF ટીમ પર ગ્રેનેડ હુમલો, 6 જવાન ઘાયલ, સર્ચ ઓપરેશન ચાલુ

શ્રીનગરઃ કેન્દ્રીય અનામત પોલીસ દળ(CRPF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની પેટ્રોલ પાર્ટી પર શ્રીનગરના કરણનગર વિસ્તારમાં અજાણ્યા તત્વોએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનો 144મી બટાલિયનના છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાયા છે. 

જવાનો પર ગ્રેનેડ હુમલો કર્યા પછી આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ ભાગતા પહેલા સુરક્ષા દળોની સામે ગોળીબાર પણ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ વળતા પ્રતિકાર તરીકે ગોળીબાર કર્યો હતો. 

અયોધ્યા દિપોત્સવ-2019: 6 લાખથી વધુ દિવા સાથે પ્રજ્વલિત થઈ રામનગરી

સીઆરપીએફની ટીમ ચેકપોઈન્ટ પર તલાશી લઈ રહી હતી એ સમયે તેમના પર ગ્રેનેડ એટેક કરાયો હતો. ગ્રેનેડ હુમલાના કારણે આજુબાજુના વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો છે. 

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, હુમલાની ઘટના પછી સુરક્ષા દળોએ તરત જ હવામાં ગોળીબાર કરીને આતંકવાદીઓને પડકાર્યા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે અને મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળોની વધારાની ટૂકડી પણ બોલાવી લેવાઈ છે. 

જુઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...