કોંગ્રેસ-BJP સહિત મોટા રાજકીય પક્ષો આવક-ખર્ચની વિગતો ECને આપતા ખચકાય છે

દેશની બધા રાજકીય પક્ષો (Political Party) એ પોતપોતાની આવક અને ખર્ચની વિગતો દર વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી પંચને આપવાની રહે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસ(Congress) અને ભાજપ (BJP) સહિત 5 રાષ્ટ્રીય પક્ષોએ આ વિગતો હજુ સુધી ચૂંટણી પંચને આપી નથી. આ બાજુ 52 પ્રાદેશિક પક્ષોમાંથી ફક્ત 22 પક્ષોએ જ અત્યાર સુધીમાં ચૂંટણી પંચને આવક અને ખર્ચની વિગતો આપી છે. એટલે કે હજુ સુધી ચૂંટણી પંચને દેશના 8 રાષ્ટ્રીય પક્ષો અને 52 પ્રાદેશિક પક્ષોમાંથી કુલ 25 પક્ષોએ જ પોતાની આવક અને ખર્ચની વિગતો આપી છે. 
કોંગ્રેસ-BJP સહિત મોટા રાજકીય પક્ષો આવક-ખર્ચની વિગતો ECને આપતા ખચકાય છે

નવી દિલ્હી: દેશની બધા રાજકીય પક્ષો (Political Party) એ પોતપોતાની આવક અને ખર્ચની વિગતો દર વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં ચૂંટણી પંચને આપવાની રહે છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કોંગ્રેસ(Congress) અને ભાજપ (BJP) સહિત 5 રાષ્ટ્રીય પક્ષોએ આ વિગતો હજુ સુધી ચૂંટણી પંચને આપી નથી. આ બાજુ 52 પ્રાદેશિક પક્ષોમાંથી ફક્ત 22 પક્ષોએ જ અત્યાર સુધીમાં ચૂંટણી પંચને આવક અને ખર્ચની વિગતો આપી છે. એટલે કે હજુ સુધી ચૂંટણી પંચને દેશના 8 રાષ્ટ્રીય પક્ષો અને 52 પ્રાદેશિક પક્ષોમાંથી કુલ 25 પક્ષોએ જ પોતાની આવક અને ખર્ચની વિગતો આપી છે. 

અત્રે જણાવવાનું કે દરેક રાજકીય પક્ષે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવવાની નિર્ધારિત તારીખ 31 ઓક્ટોબર છે. આ વર્ષે રાજકીય પક્ષોએ 31 ઓક્ટોબર 2019 સુધીમાં પોતાની આવક અને ખર્ચની વિગતો ચૂંટણી પંચને આપવાની હતી. 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ચૂંટણી પંચની વેબસાઈટ પરથી રાજકીય પક્ષોની આવક અને ખર્ચની વિગતોનું વિશ્લેષણ કર્યું છે. સમાજવાદી પાર્ટીના ઓડિટ રિપોર્ટમાં જાહેર કરેલો કુલ ખર્ચ ખોટો છે. કારણ કે પાર્ટી  દ્વારા દર્શાવવામાં આવેલી ખર્ચની વિગતો અને કુલ ખર્ચનો મેળ ખાતો નથી એટલે કે પાર્ટીએ પોતાના ખોટા વ્યવહાર દર્શાવ્યાં છે. 5 રાષ્ટ્રીય અને 30 પ્રાદેશિક પક્ષોના ઓડિટ રિપોર્ટ આજની તારીખ સુધીમાં ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. 

બે પ્રાદેશિક પક્ષ પીડીએ અને એનડીપીપીના તો ઓડિટ રિપોર્ટ 2017-18ના પણ ચૂંટણી પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. હવે અમે તમને જણાવીએ છીએ કે ભાજપ અને કોંગ્રેસ, એનસીપી જેવા પક્ષોએ ભલે અત્યાર સુધી પોતાની આવક અને ખર્ચની વિગતો ચૂંટણી પંચને ન આપી હોય પરંતુ જે પાર્ટીઓએ પોતાનો રિપોર્ટ ચૂંટણી પંચને આપ્યો છે તેમની વિગતો શું છે. 2018-19 દરમિયાન દેશના 3 રાષ્ટ્રીય અને 22 પ્રાદેશિક પક્ષોને કુલ 1163.17 કરોડ રૂપિયાનો ફાળો મળ્યો છે. 

દેશના 25 રાજકીય પક્ષોએ પોતાની આવકની જે વિગતો ચૂંટણી પંચને આપી છે તેનું વિશ્લેષણ કરતા  association for democratic reforms એટલે કે ADRએ જણાવ્યું છે કે આ નાણાકીય વર્ષ એટલે કે 2018-19 દરમિયાન બીજેડી એટલે કે બીજૂ જનતા દળે સૌથી વધુ 249.31 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે. જે 25 પક્ષોની કુલ આવકનો 21.43 ટકા ભાગ છે. 

ત્યારબાદ બીજા નંબર પર તૃણમૂલ કોંગ્રેસ રહી છે જેની કુલ આવક 2018-19 દરમિયન 192.65 કરોડ રહી છે. જે કુલ 25 પક્ષોની આવકનો 16.56 ટકા ભાગ છે. ટીઆરએસ ત્રીજા નંબરે છે જેની આવક નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન કુલ આવક ફાળાથી 188.71 કરોડ રૂપિયા થઈ છે. જે 25 પક્ષોની કુલ આવકનો લગભગ 16 ટકા ભાગ છે. ટોચના 3 પક્ષોની કુલ આવક મળીને 630.67 કરોડ  રહી છે જે 25 પક્ષોની કુલ આવકનો 54.22 ટકા છે. યાદ રાખવા જેવી વાત એ છે કે આ 25 રાજકીય પક્ષોમાં કોંગ્રેસ, ભાજપ અને એનસીપી જેવા મોટા પક્ષો સામેલ નથી. 

નાણાકીય વર્ષ 2018-19 માટે પાંચ રાષ્ટ્રીય અને 30 સ્થાનિક પક્ષોનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચની વેબસાઈટ પર આજ સુધી ઉપલબ્ધ નથી. જેમાં મુખ્ય પક્ષો જેમ કે ભાજપ, કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ, ડીએમકે, આરજેડી, શિવસેના, તેલુગુ દેશમ પાર્ટી, એઆઈએમઆઈએમ, અને ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક વગેરે સામેલ છે. 

હવે તમને એ પણ જણાવીએ કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની 2017-18ની આવકને વર્ષ 2018-19 સાથે સરખાવીએ તો તેની સ્થિતિ શુ રહી હશે તે કુલ 25 રાજકીય પક્ષોના ઓડિટ રિપોર્ટથી માલુમ થાય છે કે 17 પક્ષોએ નાણાકીય વર્ષ 2017-18ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન પોતાની આવકમાં વૃદ્ધિ દર્શાવી છે. જ્યારે 6 પક્ષોએ પોતાની ઓછી આવક જાહેર કરી છે એટલે કે 6 પક્ષોનું કહેવું છે કે તેમને 2017-18ની સરખામણીમાં 2018-19માં ઓછો ફાળો મળ્યો છે. 

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન 23 રાજકીય પક્ષોની કુલ આવક 329.46 કરોડ હતી જે નાણાકીય વર્ષ 2018-19માં 251 ટકા વધીને (825.68 કરોડ) કુલ 1155.14 કરોડ થઈ ગઈ. એટલે કે આ 23 પક્ષોએ એક વર્ષની અંદર જ 825 કરોડની વધારાની આવક મેળવી લીધી. 

બીજુ જનતા દળે નાણાકીય વર્ષ 2017-18ની સરખામણીમાં આ નાણાકીય વર્ષ એટલેકે 2018-19માં 235.19 કરોડની આવક વધુ દર્શાવી છે. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસે 187.48 કરોડ અને વાયએસઆર કોંગ્રેસે 166.84 કરોડની આવકમાં વૃદ્ધિ જાહેર કરી છે. હવે અમે તમને એ વિગતો પણ આપીએ છીએ કે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો દ્વારા જે આવક મેળવાઈ છે તેમાં કેટલો ખર્ચો થયો છે. તેમણે  વર્ષ 2018-19 દરમિયાન કરેલા ખર્ચાની વિગતો આપી છે તેનું વિશ્લેષણ પણ અહીં રજુ કર્યું છે. આ વિશ્લેષણ ADR તરફથી કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 22 રાજકીય પક્ષોએ પોતાની આવકથી ઓછો ખર્ચ કર્યો છે. જ્યારે 6 પક્ષોએ પોતાની એકત્રિત આવકથી વધુ ખર્ચ જાહેર કર્યો છે. 

નાણાકીય વર્ષ 2018-19 માટે તૃણમૂલ કોંગ્રેસે પોતાની આવકના 94 ટકા, એનડીપીપીએ 87 ટકા અને ટીઆરએસએ 84 ટકા ખર્ચ કર્યો નથી. આ 6 રાજકીય પક્ષો એસપી, એસએડી, આઈએનએલડી, MNS, RLD અને એનપીએફએ પોતાની આવકથી વધુ ખર્ચ કર્યો છે. એસપીએ પોતાના ઓડિટ રિપોર્ટમાં આવક કરતા 17.12 કરોડ રૂપિયા વધુ ખર્ચ દર્શાવ્યો છે. 

એટલે કે 6 રાજકીય પક્ષો કહે છે કે વર્ષ 2018-19 દરમિયાન તેમની જે કુલ આવક હતી તેનાથી તેમણે વધુ ખર્ચ કરવો પડ્યો. જે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ 2018-19ની વિગતો ચૂંટણી પંચને આપી છે તેમના જો આપણે ખર્ચની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાજકીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષોનો કુલ ખર્ચ 442.73 કરોડ હતો. 

એટલે કે ટોચના 3 પક્ષોએ કુલ મળીને 214.75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે જે 25 રાજકીય પક્ષોના કુલ ખર્ચના 48.51 ટકા હતો. સૌથી વધુ ખર્ચ કરનારા 3 ટોચના પ્રાદેશિક પક્ષોમાં વાયએસઆર કોંગ્રેસે 87.68 કરોડ રૂપિયા ખર્ચ કર્યાં અને આ સાથે જ સીપીએમએ 70.15 કરોડ રૂપિયા ખર્ચ્યા. તથા એસપીએ 50.92 કરોડ રૂપિયા ખર્ચ કર્યો. મહત્વની વાત એ છે કે આ બધામાં ભાજપ કોંગ્રેસ અને એનસીપી જેવા પક્ષો સામેલ નથી કારણ કે આ પક્ષોએ હજુ સુધી પોતાના ખર્ચની વિગતો ચૂંટણી પંચને આપી નથી. 

રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર તમામ આવકના સ્ત્રોતોની જો આપણે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય અને 22 સ્થાનિક પક્ષોએ સ્વૈચ્છિક યોગદાન કે (દાન અને ચૂંટણી બોન્ડ)થી કુલ 76.82 ટકા એટલે કે અમાઉન્ટમાં કુલ 893.60 કરોડની આવક મેળવી છે. 25 રાજકીય પક્ષોએ કુલ મળીને 587.87 કરોડ ચૂંટણી બોન્ડના માધ્યમથી મેળવ્યાં છે. જે 25 પક્ષોની કુલ આવકના 50.54 ટકા છે. જ્યારે અન્ય દાન પક્ષોને 305 કરોડ રૂપિયા મળ્યું છે. 

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાજકીય પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસે જ ચૂંટણી બોન્ડના માધ્યમથી 97.28 કરોડની રકમ જાહેર કરી છે. બાકીના પક્ષોમાંથી ફક્ત પાંચ પક્ષોએ જ કુલ મળીને 490.59 કરોડની આવક જાહેર કરી છે. સદસ્યતા ફીના માધ્યમથી 25 પક્ષોએ કુલ મળીને 12.13 ટકા એટલે કે 141.08 કરોડની આવક મેળવી છે. 

જુઓ LIVE TV

બધુ મળીને સ્થિતિે એ છે કે જો આપણે રાજકીય પક્ષોની આવક અને ખર્ચની વિગતોનું વિશ્લેષણ કરીએ તો સૌથી મહત્વપૂર્ણ એ છે કે મોટાભાગના પક્ષો ચૂંટણી પંચને સમયસર પોતાની વિગતો આપવામાં બચી રહ્યાં છે જેમાં 3 મોટા પક્ષો કોંગ્રેસ, ભાજપ અને એનસીપી જેવા પોલીટિકલ પાર્ટીઓ તો 31 ઓક્ટોબર વીતી જવા છતાં હજુ સુધી ચૂંટણી પંચને પોતાની આવક અને ખર્ચની વિગતો આપી નથી. 

ADR મુજબ નાણાકીય વર્ષ 2018-19ના વિશ્લેષણથી એ જાણવા મળે છે કે 25 રાજકીય પક્ષોની કુલ આવકમાંથી 587.87 કરોડ ચૂંટણી બોન્ડથી પ્રાપ્ત થઈ છે જે બેનામી છે. તથા આ દાનદાતાઓની ઓળખ સાર્વજનિક રીતે પ્રગટ થઈ નથી. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2540 કરોડના ચૂંટણી બોન્ડ રજુ કરાયા હતાં જેમાંથી ફક્ત 35 ટકા ચૂંટણી બોન્ડની જાણકારી જ ઉપલબ્ધ છે. બાકીની જાણકારી રાજકીય પક્ષોના ઓડિટ રિપોર્ટ્સ પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. વર્ષ 2019 માટે 3 રાજકીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષોનો મુખ્ય સ્ત્રોત બોન્ડના માધ્યમથી દાન છે અને ખર્ચ જે તેમણે જણાવ્યા છે તે ચૂંટણી, પ્રશાસનિક અને સામાન્ય કાર્યોના છે. 

બધુ મળીને સ્થિતિ એ છે કે રાજકીય પક્ષો પારદર્શકતાના નામે મોટી મોટી વાતો તો કરે છે પરંતુ જ્યારે વારો આવે કે તથ્યો સાથે પારદર્શકતા લાવવાની તો દરેક રાજકીય પક્ષ તેનાથી અંતર જાળવે છે. દરેક રાજકીય પક્ષ દાવા જરૂર કરે છે પરંતુ ક્યાંકને ક્યાંક ઘણી બધી વસ્તુઓ છૂપાવવાની કોશિશ પણ થાય છે અને સમય પર ચૂંટણી પંચને દર રાજકીય પક્ષે દર વર્ષે 31 ઓક્ટોબર સુધીમાં જે વિગતો આપવાની હોય છે તેમાં પણ હાલત એવી છે કે કેટલાક રાજકીય પક્ષો સમય પર બધી વિગતો આપે છે અને કેટલાક બચવાની કોશિશ કરે છે. મોડું કરે છે. ખાસ કરીને રાષ્ટ્રીય પક્ષો તેમાં પ્રાદેશિક પક્ષો કરતા પાછળ રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news