આગામી 48 કલાક સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી

Aaj Ka Mausam All India weather rainfall alert: થોડા દાયકા પહેલા જ્યારે આજ જેટલું પ્રદૂષણ નહતું, જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગનો પ્રભાવ ઓછો હતો ત્યારે હવામાન પણ ક્યારેક ક્યારેક જ બગડેલું જોવા મળતું હતું. પરંતુ 2020 બાદ હવામાન જે રીતે અપ્રત્યાશિત મોડમાં સતત બેઈમાન થઈ રહ્યું છે તેનાથી હવામાન વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે.

આગામી 48 કલાક સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી

Aaj Ka Mausam All India weather rainfall alert: થોડા દાયકા પહેલા જ્યારે આજ જેટલું પ્રદૂષણ નહતું, જળવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગનો પ્રભાવ ઓછો હતો ત્યારે હવામાન પણ ક્યારેક ક્યારેક જ બગડેલું જોવા મળતું હતું. પરંતુ 2020 બાદ હવામાન જે રીતે અપ્રત્યાશિત મોડમાં સતત બેઈમાન થઈ રહ્યું છે તેનાથી હવામાન વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે. હિમાચલ પ્રદેશમાં તો કુદરત જે તાંડવ મચાવી રહી છે તેને પણ હવામાનનો માર ગણાવવામાં આવી રહ્યો છે. જો કે કેટલાક રાજ્યો એવા પણ છે જ્યાં જુલાઈમાં સારા વરસાદ બાદ હવે ઓગસ્ટમાં વરસાદ માટે તરસી ગયા છે. આ સાથે ગુજરાતમાં પણ વરસાદની શું સ્થિતિ રહેશે તે પણ જાણો. 

હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અચાનક પૂર અને ભૂસ્ખલનના જોખમો વચ્ચે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. 

આઈએમડીના વૈજ્ઞાનિક સંદીપકુમારના જણાવ્યાં મુજબ સોલન, શિમલા, સિરમૌર, મંડી, કુલ્લુ, ઉના, બિલાસપુર અને કાંગડા જિલ્લાઓના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. નોંધનીય છે કે મંગળવાર રાતથી જ પડી રહેલા વરસાદને કારણે ભારે તબાહી મચી છે. કેટલાક ભાગોમાં તો ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. 

હિમાચલ પ્રદેશમાં 26 ઓગસ્ટ પછી હવામાન બદલાશે. મેદાની અને મધ્ય વિસ્તારોના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદની ગતિવિધિઓ ઓછી થઈ જશે. 

દેશભરમાં હવામાનના હાલચાલ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં અલગ અલગ જગ્યાઓ પર 25થી 26 ઓગસ્ટ સુધી મૂશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે અસમ અને મેઘાલય સહિત અરુણાચલ પ્રદેશમાં પણ 25-26 ઓગસ્ટ માટે મૂશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. દેશના બાકી ભાગોમાં પણ આગામી કેટલાક દિવસ સુધી હવામાનની વર્તમાન સ્થિતિ જળવાઈ રહેશે. 

વરસાદનો બ્રેક લંબાઈ શકે!
દેશભરમાં આ વખતે કુલ વરસાદ સામાન્ય રહ્યો છે. પણ જૂનથી ઓગસ્ટનાગાળામાં ચોમાસાની પેટર્નમાં ઉતાર ચઢાવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતોના મતે ક્લાઈમેટ ચેન્જ તેનું મહત્વનું કારણ ગણાવી રહ્યા છે. અલ નિનોના કારણે વરસાદનો જે બ્રેક જોવા મળી રહ્યો છે તે લાંબો સમય રહી શકે છે. અલ નિનોની અસર જેટલી તીવ્ર, વરસાદનો બ્રેક એટલો લાંબો.  જુલાઈમાં ભારે વરસાદની ઘટના વધી હતી. ઓગસ્ટમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનો  ટ્રેન્ડ રહ્યો છે. 

ગુજરાતમાં વરસાદની સ્થિતિ
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ રાજ્યમાં 5 વધુ વરસાદ પડે તેવી શક્યતા નથી. સૌરાષ્ટ્રમાં 2 દિવસ હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરના કારણે વરસાદ નહિવત છે. જો કે 24 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત સુરત. નવસારી  વલસાડ ડાંગ તાપી હળવો વરસાદ રહશે. ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદને લઈને કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. વાતાવરણમાં ભેજના કારણે વરસાદી માહોલ છે. રાજ્યમાં હાલ સુધી 24 ટકા વધુ વરસાદ સાથે સિઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો છુટોછવાયો વરસાદ રહેશે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news