સપા સરકારની ભરતી રદ, કોર્ટે આપ્યો સીબીઆઇ તપાસનો આદેશ

આ પીઠે એક અન્ય નિર્ણયમાં આ વર્ષે 23 જાન્યુઆરીના રોજ જાહેર કરેલ જાહેરાત હેઠળ પ્રાઇમરી શાળાઓમાં મદદનીશ શિક્ષકોની 68500 જગ્યા માટે શરૂ કરવામાં આવેલી સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે.

સપા સરકારની ભરતી રદ, કોર્ટે આપ્યો સીબીઆઇ તપાસનો આદેશ

લખનઉ: અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ પીઠે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ડિસેમ્બર 2016માં મદદનીશ શિક્ષકની 12460 જગ્યા પર કરવામાં આવેલી ભરતીને નિયમ વિરૂદ્ધ ગણાવતાં ગુરૂવારે (01 ઓક્ટોબર) રદ કરી દીધી છે. કોર્ટે એક અન્ય નિર્ણયમાં પ્રદેશના પ્રાઇમરી સ્કૂલોના મદદનીશ શિક્ષકોની 68,500 ખાલી જગ્યાઓ સંબંધિત ભરતી કરી હતી સમગ્ર પ્રક્રિયાની સીબીઆઇ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

ન્યાયમૂર્તિ ઇરશાદ અલીની પીઠે મદદનીશ શિક્ષકોની 12,460 જગ્યાના મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓનું સામૂહિક નિરાકરણ કરતાં આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે 21 ડિસેમ્બર 2016ના રોઅજ તત્કાલીન અખિલેશ યાદવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતના આધારે કરવામાં આવેલી મદદનીશ શિક્ષકોની ભરતી ઉત્તર પ્રદેશ બેસિક શિક્ષા (શિક્ષક) સેવા નિયમ 1981 વિરૂદ્ધ હતી. કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તે ઉમેદવારોની પસંદગી માટે નિયમો અનુસાર નવેસરથી પ્રક્રિયા શરૂ કરે. કોર્ટે તેના માટે રાજ્ય સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. 

આ પીઠે એક અન્ય નિર્ણયમાં આ વર્ષે 23 જાન્યુઆરીના રોજ જાહેર કરેલ જાહેરાત હેઠળ પ્રાઇમરી શાળાઓમાં મદદનીશ શિક્ષકોની 68500 જગ્યા માટે શરૂ કરવામાં આવેલી સંપૂર્ણ ભરતી પ્રક્રિયાની સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે એ પણ નિર્દેશ આપ્યા છે કે આ ભરતી પ્રક્રિયામાં ગરબડી સાબિત થતાં દોષી અધિકારીઓ વિરૂદ્ધ સક્ષમ સત્તાધીશો દ્વારા કાર્યવાહી થવી જોઇએ. કોર્ટે સીબીઆઇને આ મામલે પોતાનો પ્રગતિ રિપોર્ટ 26 નવેમ્બરના રોજ રજૂ કરવાના આદેશ આપવાની સાથે-સાથે કેસની તપાસ છ મહિનામાં પુરી કરવાના નિર્દેશ પણ કર્યા છે.  

આ પહેલાં બુધવારે જ ઉત્તર પ્રદેશમાં 68,500 મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષામાં ગરબડીના કેસમાં ઉમેદવારોને અલ્હાબાદ હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી હતી. કેસમાં દાખલ અરજી પર પર સુનાવણી કરતાં હાઇકોર્ટે પુર્નમૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવાનો આદેશ કર્યો છે. તો બીજી તરફ ઉમેદવારોને 10 દિવસની અંદર વાંધો ઉઠાવવા માટે નિર્દેશ કર્યો છે. જસ્ટિસ અશ્વિની કુમાર મિશ્રાની એકપીઠે નિર્દેશ કર્યો છે. 

તમને જણાવી દઇએ કે અનિરૂદ્ધ શુક્લા અને 118 અન્ય તરફથી દાખલ અરજીઓમાં આરોપ લગાવ્યો છે કે ઉમેદવારોને જવાબવહીમાં વધુ માર્ક્સ હોવાછતાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે. એટલું જ નહી કટિંગ પર પણ ઘણા ઉમેદવારોને નંબર આપવામાં આવ્યા નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ઓએમઆર શીટ વગર કરવામાં આવ્યો ભરતી પરીક્ષામાં ઓએમઆરના નિયમ લાગૂ કરવામાં આવે, જેના પર સુનાવણી કરતાં કોર્ટે આદેશ આપ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news