Allahabad High Court એ કહ્યું- 'પ્રિયંકા અને સલામત અમારા માટે હિન્દુ અને મુસ્લિમ નથી'

અલાહાબાદ હાઈકોર્ટે આજે જીવનસાથી પસંદગીના અધિકાર પર મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે બે યુવાઓને પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે કાયદો બે વયસ્ક વ્યક્તિઓને એક સાથે રહવાની મંજૂરી આપે છે. પછી ભલે તેઓ સમાન કે વિપરિતના કેમ ન હોય. 
Allahabad High Court એ કહ્યું- 'પ્રિયંકા અને સલામત અમારા માટે હિન્દુ અને મુસ્લિમ નથી'

પ્રયાગરાજ: અલાહાબાદ હાઈકોર્ટે આજે જીવનસાથી પસંદગીના અધિકાર પર મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે બે યુવાઓને પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ સાથે જ કોર્ટે કહ્યું કે કાયદો બે વયસ્ક વ્યક્તિઓને એક સાથે રહવાની મંજૂરી આપે છે. પછી ભલે તેઓ સમાન કે વિપરિતના કેમ ન હોય. 

કોર્ટે કહ્યું કે તેમના શાંતિપૂર્ણ જીવનમાં કોઈ વ્યક્તિ કે પરિવાર હસ્તક્ષેપ કરી શકે નહીં. એટલે સુધી કે રાજ્ય પણ બે વયસ્ક લોકોના સંબંધને લઈને આપત્તિ ન કરી શકે. જસ્ટિસ પંકજ નકવી અને જસ્ટિસ વિવેક અગ્રવાલની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો છે. અત્રે જણાવવાનું કે કુશીનગર પોલીસ સ્ટેશનના વિષ્ણુધારાના સલામ અંસારી  તથા ત્રણ અન્ય તરફથી દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. 

આ કેસ સલામત અને પ્રિયંકા ખારવારનો છે. જેમણે પોતાના પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. બંનેએ મુસ્લિમ રિવાજથી 19 ઓગસ્ટ 2019ના રોજ લગ્ન કર્યા. લગ્ન બાદ પ્રિયંકા ખરવાર સલામતની પત્ની આલિયા બની ગઈ. પ્રિયંકાના પિતાએ આ મામલે FIR દાખલ કરાવી હતી. આ કેસમાં પુત્રીના અપહરણ અને પોક્સ એક્ટ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી. 

સલામત અંસારી તરફથી દાખલ કરાયેલી અરજીમાં FIR રદ કરવાની અને સુરક્ષાની માગણી કરાઈ હતી. કોર્ટે જાણ્યું કે પ્રિયંકા ખરવાર ઉર્ફે આલિયાની ઉંમરનો કોઈ વિવાદ નથી અને તેની ઉંમર 21 વર્ષ છે. ત્યારબાદ કોર્ટે ચુકાદો આપતા પ્રિયંકા ઉર્ફે આલિયાને તેના પતિ સાથે રહવાની છૂટ આપી અને કહ્ુયં કે આ કેસમાં પોક્સો એક્ટ લાગુ થતો નથી. કોર્ટે FIR પણ રદ કરી નાખી. 

પિતાના પુત્રીને મળવાના અધિકાર પર કોર્ટે કહ્યું કે પ્રિયંકા ખરવારની મરજી છે કે તે કોને મળવા માંગે છે અને કોને નહીં. જો કે કોર્ટે આશા વ્યક્ત કરી છે કે પુત્રી પરિવાર માટે તમામ યોગ્ય શિષ્ટાચાર અને સન્માનનો વ્યવહાર કરશે. ચુકાદા પર પ્રિયંકા ઉર્ફે આલિયાના પિતાએ કહ્યું કે લગ્ન માટે ધર્મ પરિવર્તન પ્રતિબંધિત છે અને આવા લગ્ન કાયદાની નજરમાં કાયદેસર નથી. 

કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે વ્યક્તિની પસંદનો તિરસ્કાર, પસંદની સ્વતંત્રતાના અધિકાર વિરુદ્ધ છે. કોર્ટે કહ્યું કે પ્રિયંકા ખરવાર અને સલામને કોર્ટ હિન્દુ અને મુસ્લિમ તરીકે જોતી નથી. કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 21 પોતાની પસંદ તથા ઈચ્છાથી કોઈ વ્યક્તિ સાથે શાંતિથી રહેવાની આઝાદી આપે છે. તેમાં હસ્તક્ષેપ થઈ શકે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news