પીએમ મોદીએ કોરોના વાયરસની રસી વિશે આપ્યું મોટું નિવેદન

દેશમાં કોરોના  (Corona virus)સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. 

પીએમ મોદીએ કોરોના વાયરસની રસી વિશે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: દેશમાં કોરોના  (Corona virus)સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ હાલાત સંભાળવાની કમાન હવે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેમણે આજે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, વગેરે હાજર હતા. 

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું.  તેમણે કહ્યું કે, કોરોનાની રસી ક્યારે આવશે તે આપણા હાથમાં નથી, એ સંપૂર્ણપણે વૈજ્ઞાનિકોના હાથમાં છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે, કેટલાક લોકો રસી અંગે રાજકારણ કરી રહ્યા છે, આપણે તેમને આવું કરવાથી રોકી શકીએ નહીં.

પીએમ મોદીએ પ્રદેશમાં કોરોનાના આંકડા બતાવવા પર હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને અટકાવ્યા અને તેમને આંકડાની જગ્યાએ આગળ રણનીતિ જણાવવા માટે કહ્યું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં કહ્યું કે, આગામી વર્ષે આવનારી કોરોના રસી માટે રાજ્યમાં ટાસ્ક ફોર્સની સ્થાપના કરી દેવાઈ છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણ માટે તેમની સરકાર સતત સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સાથે વાતચીત ચાલુ છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, બંગાળમાં કોરોનાના દર્દીઓની સારવાર બરાબર ચાલી રહી છે. તેમણે પીએમ પાસે GSTના બાકી પૈસા રાજ્યોને આપવાની માગણી કરી. મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળ સંવેદનશીલ રાજ્ય છે. બાંગ્લાદેશ અને ભૂટાનની આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલું રાજ્ય છે. ત્યાંથી દર્દીઓ બંગાળ આવે છે. એ જ રીતે પાડોશના બિહાર, ઝારખંડ, ઓડિશા,થી દર્દીઓ બંગાળમાં સારવાર કરાવે છે. જેનાથી રાજ્ય પર બોજો પડી રહ્યો છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બેઠકમાં કહ્યું કે, શહેરમાં કોરોનાના વધતા કેસનું એક કારણ વધતું પ્રદૂષણ છે. તેમણે પીએમ મોદીને પરાલી મામલે હસ્તક્ષેપ કરવાની અને સફદરજંગ હોસ્પિટલમાં આઈસીયુના એક હજાર બેડની વ્યવસ્થા કરવાની માગણી કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે Europe અને અમેરિકામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. આવામાં આપણે પણ સાવધાન રહેવાનું છે. સામાજિક અંતરનું પાલન કરવાનું છે. માસ્ક પહેરવું ફરજિયાત કરવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news