દેશે NPRથી ડરવાની જરૂર નથી, વિપક્ષના દરેક સવાલનો જવાબ આપવા તૈયારઃ અમિત શાહ


અમિત શાહે કહ્યું કે, હું વિપક્ષને કહેવા ઈચ્છું છું કે સીએએ અને એનપીઆર પર ભ્રમ ફેલાવવાનું કામ બંધ કરવું પડશે. તમે લોકો દિલ્હી હિંસા પર ચર્ચા કરો. 

દેશે NPRથી ડરવાની જરૂર નથી, વિપક્ષના દરેક સવાલનો જવાબ આપવા તૈયારઃ અમિત શાહ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં દિલ્હી હિંસા (Delhi Violence) પર આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. અમિત શાહે કહ્યું કે, દિલ્હીમાં હિંસા ફેલાવનારને પાતાળમાંથી પણ શોધી લેશું. મોદી સરકાર તોફાનોની નિષ્પક્ષ અને વૈજ્ઞાનિક રીતે તપાસ કરી રહી છે. વિપક્ષ દ્વારા દિલ્હી હિંસાને લઈને પોલીસ પર સવાલ ઉઠાવવાનો જવાબ આપતા ગૃહ પ્રધાને કહ્યું, 'મારા પર આરોપ લગાવો પરંતુ દિલ્હી પોલીસ પર નહીં. 36 કલાકની અંદર પોલીસે હિંસા પર કાબુ મેળવી લીધો હતો. તોફાનોને 13 ટકા વિસ્તાર સુધી સીમિત રાખવા પોલીસની સફળતા છે.'

અમિત શાહે કહ્યું, 'દિલ્હી હિંસામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈનના ઘરેથી ઘણી વસ્તુ મળી છે. તોફાનો શાંત થયા બાદ આમ આદમી પાર્ટીએ સેના તૈનાત કરવાનું કહ્યું હતું. તોફાનો શાંત થયા બાદ સેના તૈનાત કઈ રીતે કરી શકીએ છીએ.'

ગૃહ પ્રધાને કહ્યું, દિલ્હીમાં લોકો નાગરિકતા કાયદો લાગુ થયા બાદ હિંસક પ્રદર્શન કરી રહ્યાં હતા. નાગરિકતા કાયદાથી કોઈની નાગરિકતા જશે નહીં. કોંગ્રેસ કહે છે કે સીએએ અલ્પસંખ્યકો વિરુદ્ધ છે. 

— ANI (@ANI) March 12, 2020

એનપીઆરથી ડરવાની જરૂર નથી
રાજ્યસભામાં અમિત શાહના નિવેદન દરમિયાન વિપક્ષે હંગામો કર્યો હતો. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે એનઆસરી અને એનપીઆરને લઈને સવાલ કર્યાં હતા. તેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું, 'હું પોતે કહ્યું છે કે એનપીઆરમાં કોઈ દસ્તાવેજ માગવામાં આવશે નહીં. પહેલાના એનપીઆરમાં પણ માગવામાં આવશે નહીં. જેટલી જાણકારી આપવી છે એટલી જાણકારી તમે આપી શકો છો. જે જાણકારી તમારી પાસે નથી તેને માગવામાં આવશે નહીં. આ દેશના કોઈ નાગરિકે એનપીઆરની પ્રક્રિયાથી ડરવાની જરૂર નથી.'

... કોઈ કોલમ ખાલી રહેવા પર અમે તેનાપર ડી (Doubtful) લગાવી દેશું તેમ થવાનું નથી. તેમ છતાં પણ હું કહુ છું કે વિપક્ષના કોઈપણ સભ્યને શંકા છે તો હું ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માજીની સાથે ચર્ચા માટે તૈયાર છું. ગમે ત્યારે આવી શકે છે. 

— ANI (@ANI) March 12, 2020

અમિત શાહે કહ્યું કે, હું વિપક્ષને કહેવા ઈચ્છું છું કે સીએએ અને એનપીઆર પર ભ્રમ ફેલાવવાનું કામ બંધ કરવું પડશે. તમે લોકો દિલ્હી હિંસા પર ચર્ચા કરો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news