આજે ભારત બંધ, શેના પર પડશે અસર અને શેના પર નહીં તે જાણવું તમારા માટે ખુબ જરૂરી 

રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. ભારત બંધ દરમિયાન મજૂરો કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરશે અને વેતનવધારા પર મજૂર વર્ગની 12 સૂત્રીય માગણીઓ રજુ કરશે. આ ઉપરાંત લઘુત્તમ મજૂરી, સામાજિક સુરક્ષા, વર્દી, પાંચ દિવસનો સપ્તાહ જેવા અન્ય મુદ્દાઓ પણ રજુ કરશે. 

આજે ભારત બંધ, શેના પર પડશે અસર અને શેના પર નહીં તે જાણવું તમારા માટે ખુબ જરૂરી 

નવી દિલ્હી: આજે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ (Bharat Bandh) નું એલાન કર્યું છે. આ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે જે સવારથી શરૂ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. ભારત બંધ દરમિયાન મજૂરો કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરશે અને વેતનવધારા પર મજૂર વર્ગની 12 સૂત્રીય માગણીઓ રજુ કરશે. આ ઉપરાંત લઘુત્તમ મજૂરી, સામાજિક સુરક્ષા, વર્દી, પાંચ દિવસનો સપ્તાહ જેવા અન્ય મુદ્દાઓ પણ રજુ કરશે. 

ભારત બંધમાં ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC), અખિલ ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUS), હિન્દ મજૂર સભા (HMS), ભારતીય વ્યાપાર સંઘોનું કેન્દ્ર (TUCC), સ્વ કર્મચારી મહિલા સંઘ (SEWA), ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU), લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF), યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC), સેક્ટોરલ ઈન્ડિપેન્ડન્ટ ફેડરેશન અને એસોસિએશન ભાગ લેશે. ભાજપ સાથે સંબંધ ધરાવતા ભારતીય મજૂર સંઘ આ ભારત બંધમાં ભાગ લેશે નહીં. 

આમના પર જોવા મળશે અસર
ભારત બંધ દરમિયાન કેશ જમા ઉપાડ, ચેક ક્લિયરિંગ, અને ઈન્સ્ટ્રુમેન્ટ જારી કરવા જેવી બેંકિંગ સેવાઓ પર અસર પડશે તેવી આશંકા છે. સંચાલન પર હડતાળનો પ્રભાવ રહેવાની આશંકા છે. ખાનગી ક્ષેત્રોની બેંકોની સેવાઓ પ્રભાવિત થાય તેવી શક્યતા નથી. આ દેશવ્યાપી હડતાળના આહ્વાનના કારણે અનેક રાજ્યોમાં બેંકિંગ, પરિવહન અને અન્ય પ્રમુખ સેવાઓ પણ ખોરવાય તેવી શક્યતા છે. 

ભારત બંધમાં JEE Main, UPTET અને ICAR NET જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ પ્રભાવિત થઈ શકે છે. ICAR NET 2020 પરીક્ષાઓને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે પહેલા જ સ્થગિત રાખી છે. આઈસીએઆર પરીક્ષા 2020 જે 8 જાન્યુઆરીથી શરૂ થવાની હતી તે હવે 11 જાન્યુઆરીએ થશે. JEE Main Exam મંગળવાર એટલેકે 7 જાન્યુઆરી 2020થી શરૂ થઈ અને 7 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી 2020 સુધી આ પરીક્ષા છે. 

જુઓ LIVE TV

આમના પર અસર નહી
ભારત બંધને લઈને એનટીએ તરફથી કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. તેમના તરફથી પરીક્ષા નિર્ધારિત સમય ઉપર જ થશે તેમ કહેવાય છે. પરીક્ષાર્થીઓ સમય પહેલા પરીક્ષા સ્થળે પહોંચવાની કોશિશ કરે. હાલ ભારતબંધના આહ્વાન છતાં જેઈઈ મેઈન 2020 પરીક્ષા નિયમિત કાર્યક્રમ મુજબ આયોજિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news