JNUમાં જવા માટે હવે વિઝા લેવા પડશે? જનતાના પૈસે અભ્યાસ જરૂરી કે પ્રદર્શન?

દેશ અને દુનિયાભરમાં અભિવ્યક્તિની આઝાદીનું નેતૃત્વ કરતા હોવાના દાવા કરનારા JNU કેમ્પસમાં હવે અહીના વિદ્યાર્થીઓને બીજાની અભિવ્યક્તિની આઝાદી સારી લાગતી નથી

JNUમાં જવા માટે હવે વિઝા લેવા પડશે? જનતાના પૈસે અભ્યાસ જરૂરી કે પ્રદર્શન?

નવી દિલ્હી: દેશ અને દુનિયાભરમાં અભિવ્યક્તિની આઝાદીનું નેતૃત્વ કરતા હોવાના દાવા કરનારા JNU કેમ્પસમાં હવે અહીના વિદ્યાર્થીઓને બીજાની અભિવ્યક્તિની આઝાદી સારી લાગતી નથી. અહીં વાત કરી રહ્યાં છીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની... કે જ્યાં વિદ્યાર્થીઓએ હવે મીડિયા વિરુદ્ધ હલ્લાબોલ કર્યુ છે. પોતાની અલગ અલગ માગણીઓ માટે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ મીડિયાને કેમ્પસમાં આવતા રોકી રહ્યાં છે. 

દેશના મહાપુરુષોનું અપમાન કરનારા વિદ્યાર્થીઓને કોઈ પણ નિયમ કે કાયદાની પરવા નથી. તેઓ પોલીસકર્મીઓ સાથે ભીડે છે અને કેમ્પસથી દૂર રહેવાની માગણી કરી રહ્યાં છે. આવા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરિસરમાં ઝી ન્યૂઝના સંવાદદાતા પૂજા મક્કડ સાથે પણ દલીલ કરી અને તેમને યુનિવર્સિટી છોડીને જતા રહેવાનું કહ્યું....આવામાં અમારો સવાલ એ છે કે દેશ તોડવાનો નારો આપશે તે જ JNUમાં રહેશે? અભિવ્યક્તિની આઝાદી પર ફક્ત 'ટુકડે ગેંગ'નો અધિકાર? JNUમાં ફી પર ટુકડે ગેંગનો સંગ્રામ હવે ક્યાં સુધી? JNUમાં સ્વામી વિવેકાનંદના ગુનેહગારોને સજા ક્યારે? 'અફઝલ પ્રેમી ગેંગ'ને ક્યાં સુધી સહન કરશે દેશ?

ઝી મીડિયા સંવાદદાતા- મામલો શું છે?
JNU વિદ્યાર્થી- મુદ્દો એ છે કે તમારી સાથે કોઈ લેવાદેવા નથી.
JNU વિદ્યાર્થી- જો તમે કઈંક સાબિત કરી શકો છો તો વાત કરો, નહીં તો તમે જાઓ અહીંથી.

જુઓ LIVE TV

JNUમાં જવા માટે હવે 'વિઝા' લેવા પડશે?
JNU વિદ્યાર્થી- તમે અહીંથી ન્યૂઝ ઉઠાવો અને જાઓ. 

ઝી મીડિયા સંવાદદાતા- હું ક્યાંય જઈ રહી નથી, હું ક્યાંય જઈ રહી નથી. 
JNU વિદ્યાર્થી- તમને કોણે બોલાવ્યાં છે?
ઝી મીડિયા સંવાદદાતા- તમે નથી બોલાવ્યાં, તમે મને મોકલી પણ ન શકો.

પબ્લિકના પૈસે અભ્યાસ જરૂરી કે પ્રદર્શન?
JNUનું વાર્ષિક બજેટ 556 કરોડ રૂપિયા છે. JNUને દર વર્ષે 352 કરોડ રૂપિયાની સબસિડી અપાય છે. એટલે કે દર વર્ષે દર વિદ્યાર્થીને 4 લાખ રૂપિયાની સબસિડી મળે છે. આ આંકડાથી તમે સમજી શકો છો કે JNUના વિદ્યાર્થીઓને દર વર્ષે કેટલી સબસિડી મળે છે. અને આ સબસિડી બીજે ક્યાંયથી નહીં પરંતુ તમારા ટેક્સના પૈસે જ અપાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news