Manish Sisodia ના ઘર સહિત 21 જગ્યાઓ પર CBI ના દરોડા, DyCM બોલ્યા- અમે કટ્ટર ઈમાનદાર

Raids at Manish Sisodia House: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે. આ જાણકારી ડેપ્યુટી સીએમએ પોતે ટ્વીટ કરીને આપી છે. એક્સાઈઝ પોલીસી મામલે સીબીઆઈની ટીમોએ દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. એક ટીમ તત્કાલિન દિલ્હી આબકારી આયુક્ત અરવા ગોપીકૃષ્ણના ઘરે પણ પહોંચી છે.

Manish Sisodia ના ઘર સહિત 21 જગ્યાઓ પર CBI ના દરોડા, DyCM બોલ્યા- અમે કટ્ટર ઈમાનદાર

Raids at Manish Sisodia House: દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાના ઘરે સીબીઆઈ પહોંચી ગઈ છે. આ જાણકારી ડેપ્યુટી સીએમએ પોતે ટ્વીટ કરીને આપી છે. એક્સાઈઝ પોલીસી મામલે સીબીઆઈની ટીમોએ દિલ્હી-એનસીઆરની 21 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. એક ટીમ તત્કાલિન દિલ્હી આબકારી આયુક્ત અરવા ગોપીકૃષ્ણના ઘરે પણ પહોંચી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) તેમના ત્યાં પહોંચતા સિસોદીયાએ લખ્યું કે CBI આવી છે, તેમનું સ્વાગત છે. અમે કટ્ટર ઈમાનદાર છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણા દેશમાં જે સારું કામ કરે છે તેને જ પરેશાન કરવામાં આવે છે. આથી આપણો દેશ હજુ સુધી નંબર વન બની શક્યો નથી. 

સિસોદિયાએ વધુમાં લખ્યું કે આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના શાનદાર કામથી પરેશાન છે. આથી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને શિક્ષણમંત્રીને પકડ્યા છે. જેથી કરીને શિક્ષણ સ્વાસ્થ્યના સારા કામ રોકી શકાય. અમારા બંને પર ખોટા આરોપ છે.કોર્ટમાં સત્ય સામે આવી જશે. અત્રે જણાવવાનું કે સત્યેન્દ્ર જૈન પણ જેલમાં કેદ છે. 

— ANI (@ANI) August 19, 2022

દિલ્હીના ડેપ્યુટી સીએમ સિસોદીયાએ કહ્યું કે અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશું. જેથી કરીને સત્ય સામે આવી શકે. અત્યાર સુધીમાં મારા પર અનેક કેસ કર્યા પરંતુ કશું મળ્યું નહીં. આમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાશે નહીં. 

बहुत ही दुर्भाग्यपूर्ण है कि हमारे देश में जो अच्छा काम करता है उसे इसी तरह परेशान किया जाता है. इसीलिए हमारा देश अभी तक नम्बर-1 नहीं बन पाया.

— Manish Sisodia (@msisodia) August 19, 2022

સિસોદિયાના બચાવમાં ઉતર્યા કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સીબીઆઈની રેડ બાદ મનિષ સિસોદીયાના બચાવમાં ઉતર્યા છે. તેમણે શ્રેણીબદ્ધ ટ્વીટ્સ કરી લખ્યું કે  દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્ય મોડલની સમગ્ર દુનિયા ચર્ચા કરી રહી છે. તેઓ તેને રોકવા માંગે છે. આથી દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રીઓ પર રેડ અને ધરપકડ થઈ છે. 75 વર્ષમાં જેણે પણ સારા કામની કોશિશ કરી, તેને રોકવામાં આવ્યા. આથી ભારત પાછળ રહી ગયું. દિલ્હીના સારા કામોને અટકવા દઈશું નહીં. 

— Manish Sisodia (@msisodia) August 19, 2022

हम दोनों के ऊपर झूँठे आरोप हैं. कोर्ट में सच सामने आ जाएगा.

— Manish Sisodia (@msisodia) August 19, 2022

કેજરીવાલે વધુમાં કહ્યું કે જે દિવસે અમેરિકાના સૌથી મોટા અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર દિલ્હીના શિક્ષણ મોડલના વખાણ અને મનિષ સિસોદિયાનો ફોટો છપાયો તે દિવસે મનિષના ઘરે કેન્દ્રએ સીબીઆઈ મોકલી દીધી. સીબીઆઈનું સ્વાગત છે. પૂરો સહયોગ કરીશું. પહેલા પણ અનેક તપાસ/રેડ થઈ, કશું નીકળ્યું નહીં. હવે પણ કઈ નીકળશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news