Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 92 લાખને પાર, જાણો લેટેસ્ટ અપડેટ
દેશમાં કોરોનાના કેસમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,376 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 92,22,217 પર પહોંચ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus)ના કેસમાં હવે વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,376 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 92,22,217 પર પહોંચ્યો છે. જેમાંથી 4,44,746 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 86,42,771 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાએ 481 લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,34,699 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 11 લાખ લોકોના કોરોના ટેસ્ટ
ICMRના જણાવ્યાં મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 લાક 59 હજાર 32 ટેસ્ટ કરાયા. આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો 13 કરોડ 48 લાક 41 હજાર 307 પર પહોંચ્યો છે. વધુ ટેસ્ટિંગના કારણે કોરોના સંક્રમિતોને શોધવામાં મદદ મળી રહી છે.
With 44,376 new #COVID19 infections, India's total cases rise to 92,22,217
With 481 new deaths, toll mounts to 1,34,699 . Total active cases at 4,44,746
Total discharged cases at 86,42,771 with 37,816 new discharges in last 24 hrs pic.twitter.com/NETxXBlNeN
— ANI (@ANI) November 25, 2020
યુપીમાં કોરોનાના વધતા કેસ પર હાઈકોર્ટના કડક નિર્દેશ
યુપીમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણ પર અલાહાબાદ હાઈકોર્ટે કડક નિર્દેશ જાહેર કર્યા છે. હાઈકોર્ટે યુપીના 6 જિલ્લા પ્રયાગરાજ, લખનઉ, ગાઝિયાબાદ, મેરઠ, કાનપુર, અને ગૌતમબુદ્ધ નગરમાં નિગરાણી અભિયાન ચલાવવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે એમ પણ કહ્યું છે કે ભીડભાડવાળા વિસ્તારોમાં ડ્રોનથી 24 કલાક નિગરાણી થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
અલાહાબાદ હાઈકોર્ટે માસ્ક પહેરવાની નિગરાણીના પણ નિર્દેશ આપ્યા છે અને કહ્યું કે પ્રશાસન માસ્ક પહેરવાના નિયમોને અનિવાર્ય રીતે કડકાઈથી લાગુ કરે. આ માટે રેન્ડમ ટેસ્ટિંગ પણ થવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે