કોરોના વાયરસથી ભારતમાં એક વ્યક્તિનું મોત, કર્ણાટકમાં 76 વર્ષના દર્દીએ ગુમાવ્યો જીવ


કોરોના વાયરસને કારણે ભારતમાં મોત થવાની પ્રથમ ઘટના સામે આવી છે. 

કોરોના વાયરસથી ભારતમાં એક વ્યક્તિનું મોત, કર્ણાટકમાં 76 વર્ષના દર્દીએ ગુમાવ્યો જીવ

નવી દિલ્હીઃ કોરોના વાયરસથી કર્ણાટકમાં એક વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી મોતની આ પ્રથમ ઘટના છે. આ મોત કર્ણાટકના કલબુર્ગીમાં થયું છે. મૃતકની ઉંમર 76 વર્ષ જાણવા મળી રહી છે. તો દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 74 કેસ સામે આવી ચુક્યા છે. 

— ANI (@ANI) March 12, 2020

કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગના કમિશનર અનુસાર, 76 વર્ષીય સિદ્દીકીના સેમ્પલની તપાસ બાદ તેના કોરોનાથી ચેપગ્રસ્ત થવાની પુષ્ટિ થઈ છે. હવે સ્વાસ્થ્ય વિભાગ તે વાતની જાણકારી મેળવી રહ્યું છે કે તે વ્યક્તિ કેટલા લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો. આ સિવાય તેલંગણા સરકારને પણ તેની જાણકારી આપવામાં આવી છે કે સિદ્દીકી કોરોનાથી ચેપગ્રસ્ત હતો. અધિકારીઓને તે વાતની પણ જાણ થઈ છે કે સારવાર માટે સિદ્દીકી તેલંગણાની એક હોસ્પિટલમાં ગયો હતો. 

— B Sriramulu (@sriramulubjp) March 12, 2020

દિલ્હીમાં કોરોના વાયરસના 6 કેસ, હરિયાણામાં 14, કેરલમાં 17, રાજસ્થાનમાં 3 તેલંગણામાં એક, ઉત્તર પ્રદેશ 11, લદ્દાખમાં ત્રણ, તમિલનાડુમાં એક, જમ્મૂ-કાશ્મીરમાં એક, પંજાબમાં એક, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં 11 કેસ સામે આવી ચુક્યા છે. 

દિલ્હીમાં સ્કૂલ-કોલેજથી લઈને સિનેમા હોલ સુધી 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણા રમત કાર્યક્રમોને રદ્દ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે, પરંતુ આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કોરોનાથી ન ડરવાની અપીલ કરી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news