Corona Update: કોરોના પર જીત!, 24 કલાકમાં 10 લાખથી વધુ ટેસ્ટ થયા પણ આટલા જ કેસ પોઝિટિવ નીકળ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,17,89,350 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 10,46,247 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં લાગે છે કે હવે કોરોના (Corona Virus) નો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,310 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 82,67,623 પર પહોંચી છે. જેમાંથી 5,41,405 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 76,03,121 લોકો સાજા થઈ ગયા છે. કોરોનાથી એક દિવસમાં 490 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,23,097 થયો છે.
With 38,310 new #COVID19 infections, India's total cases surge to 82,67,623. With 490 new deaths, toll mounts to 1,23,097.
Total active cases are 5,41,405 after a decrease of 20,503 in last 24 hrs.
Total cured cases are 76,03,121 with 58,323 new discharges in the last 24 hrs. pic.twitter.com/rMOmw36SdO
— ANI (@ANI) November 3, 2020
અત્યાર સુધીમાં 11,17,89,350 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 11,17,89,350 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 10,46,247 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા.
Total 11,17,89,350 samples tested for #COVID19 up to 2nd November. Of these, 10,46,247 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/d2aonvAEDt
— ANI (@ANI) November 3, 2020
વધી રહ્યો છે રિકવરી રેટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.96 ટકા થયો છે. જ્યારે કોરોનાથી મૃત્યુદર 1.49 ટકા છે. દેશમાં સતત પાંચમા દિવસે પોઝિટિવ કેસની સંખ્યા છ લાખથી ઓછી રહી છે. આંકડા મુજબ દેશમાં હાલ 5,41,405 લોકો કોરોના વાયરસની સારવાર હેઠળ છે. જે કુલ કેસના 6.55 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે