હરિયાણાઃ દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાના 14 દિવસના પેરોલ પર મુક્ત
દુષ્યંત ચૌટાલાના દાદા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને દુષ્યંતના પિતા અજય ચૌટાલા, ઓમપ્રકાશ ચૌટાલાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં થયેલા શિક્ષક ભરતી કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે અને અત્યારે તિહાર જેલમાં છે.
Trending Photos
નવી દિલ્હીઃ દુષ્યંત ચૌટાલાના પિતા અને જનનાયક જનતાપાર્ટી (JJP)ના સંસ્થાપક અજય ચૌટાલાને 14 દિવસ માટે તિહાર જેલમાંથી ફરલો જામીન મળ્યા છે. ચૌટાલા શુક્રવારે સાંજે કે શનિવારે સવારે તિહાર જેલમાંથી નિકળશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષક ભરતી કૌભાંડમાં ચૌટાલાને 10 વર્ષની જેલની સજા થઈ છે.
શુક્રવારે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટી(BJP) અને જનનાયક જનતા પાર્ટી(JJP) વચ્ચે હરિયાણામાં સરકાર બનાવવા માટે ગઠબંધન બન્યું હતું. જેના અંતર્ગત હરિયાણામાં મનોહર લાલ ખટ્ટર પાંચ વર્ષ માટે ભાજપના મુખ્યમંત્રી રહેશે અને દુષ્યંત ચૌટાલા જેજેપી તરફથી નાયબ મુખ્યમંત્રી પદ સંભાળશે.
આ અગાઉ, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 10 બેઠકો પર વિજય મળ્યા પછી કિંગમેકર બનેલા દુષ્યંત ચૌટાલાએ શુક્રવારે બપોરે પોતાના પિતા અજય ચૌટાલા અને દાદા ઓમપ્રકાશ ચૌટાલાની તિહાર જેલમાં મુલાકાત લીધી હતી. તિહાર જેલના સુત્રો અનુસાર આ મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી.
Tihar DG: Ajay Chautala (father of Jannayak Janta Party leader Dushyant Chautala) has been granted furlough and will be out today evening or tomorrow morning. He has been granted furlough for two weeks. pic.twitter.com/q8gYg8mq5i
— ANI (@ANI) October 26, 2019
ઉલ્લેખનીય છે કે, દુષ્યંત ચૌટાલાના દાદા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા અને દુષ્યંતના પિતા અજય ચૌટાલા, ઓમપ્રકાશ ચૌટાલાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં થયેલા શિક્ષક ભરતી કૌભાંડમાં જેલની સજા કાપી રહ્યા છે અને અત્યારે તિહાર જેલમાં છે.
હજુ 10-11 મહિના પહેલા જ પિતા ઓમપ્રકાશ ચૌટાલાની પાર્ટી ઈન્ડિયન નેશનલ લોકદલ(INLO) સાથે થયેલા મતભેદ પછી અજય ચૌટાલાએ જ જનનાયક જનતા પાર્ટી બનાવી હતી. જેને મજબુત કરીને દુષ્યંત ચૌટાલાએ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 10 સીટો જીતીને રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા હતા.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે