Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચેની આજની બેઠક ટળી, કૃષિ કાયદા પર સંશોધિત પ્રસ્તાવ આપશે સરકાર

ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદા (Agriculture Law) પર ખેડૂતો (Farmers) અને સરકાર વચ્ચે આજે થનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત ટળી છે. બંને પક્ષો વચ્ચે હવે ગુરુવારે વાતચીત થઈ શકે છે. આ બધા વચ્ચે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન (Farmers Protest)  આજે 14માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર હજુ પણ ધરણા ધરીને બેઠા છે. આ કારણે આજે પણ હરિયાણા  અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી દિલ્હીની બોર્ડરો  બંધ રહેશે. 
Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચેની આજની બેઠક ટળી, કૃષિ કાયદા પર સંશોધિત પ્રસ્તાવ આપશે સરકાર

નવી દિલ્હી: ભારત બંધના એક દિવસ બાદ નવા કૃષિ કાયદા (Agriculture Law) પર ખેડૂતો (Farmers) અને સરકાર વચ્ચે આજે થનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત ટળી છે. બંને પક્ષો વચ્ચે હવે ગુરુવારે વાતચીત થઈ શકે છે. આ બધા વચ્ચે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન (Farmers Protest)  આજે 14માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો દિલ્હીની સરહદો પર હજુ પણ ધરણા ધરીને બેઠા છે. આ કારણે આજે પણ હરિયાણા  અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી દિલ્હીની બોર્ડરો  બંધ રહેશે. 

અમિત શાહ સાથે બેઠકનું અનિર્ણિત
કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન વચ્ચે મંગળવારે મોડી સાંજે મોટો વળાંક જોવા મળ્યો. અચાનક કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah) ની સાથે 13 ખેડૂત નેતાઓની બેઠકની ખબર આવી. ખેડૂતનેતાઓમાંથી 8 પંજાબથી હતા જ્યારે 5 દેશભરના અન્ય ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા હતા. બેઠક રાતે આઠ વાગે શરૂ થઈ પરંતુ વાતચીતનું કોઈ પરિણામ આવી શક્યું નહીં. 

આજે સરકાર ખેડૂતોને મોકલશે પ્રસ્તાવ
ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકમાં ખેડૂત નેતાઓએ નવા કૃષિ કાયદા સંબંધિત પોતાની ચિંતાઓ અને સરકારના પક્ષ પર ચર્ચા કરી. જ્યારે ખેડૂત નેતાઓ બેઠક પતાવી બહાર આવ્યા તો જે સૌથી મહત્વપૂર્ણ વાત સામે આવી તે મુજબ સરકાર નવા 3 કૃષિ કાયદા પાછા ખેંચવા માટે તૈયાર નથી. ખેડૂતોની માગણી મુજબ સરકાર કાયદામાં સંશોધન માટે તૈયાર છે. સરકાર ખેડૂતોને આજે પોતાનો પ્રસ્તાવ મોકલશે. 

સિંઘુ બોર્ડર પર આજે ખેડૂત સંગઠનોની બેઠક
સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે ખેડૂત સંગઠનોની સિંઘુ બોર્ડર પર બેઠક થશે. જેમાં આંદોલનની આગળની રણનીતિ ઉપર પણ ચર્ચા થશે. 40 ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂતો એ વાતનો નિર્ણય કરશે કે સરકાર સાથે આગળની વાર્તા થશે કે નહીં. નવા કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી પર અડી રહેલા ખેડૂતોના વલણને જોતા એ વાતની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે સરકાર અને ખેડૂતો વચ્ચે આગળની વાતચીત મુશ્કેલ બની શકે છે. 

રાષ્ટ્રપતિને મળશે વિપક્ષનું પ્રતિનિધિમંડળ
નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે વિપક્ષનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. કોરોના પ્રોટોકોલના કારણે વધુ સંખ્યામાં લોકોના જવા પર રોક છે. આથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર અને માકપ મહાસચિવ સીતારમ યેચુરી સહિત 5 નેતાઓ રાષ્ટ્રપતિને મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news