કોરોના વાયરસઃ મુંબઈમાં ચાર નવા દર્દી આવ્યા સામે, મહારાષ્ટ્રમાં 26 શંકાસ્પદ
કોરોના વાયરસથી પીડિત દર્દીઓની વધતી સંખ્યા છતાં બીએમસીની શાળાને હજું ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં સ્વાસ્થ્ય વિભાગે બીએમસી શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિશેષ સાવધાની રાખવાની ચેતવણી આપી છે.
Trending Photos
મુંબઈઃ મુંબઈમાં શનિવારે કોરોના વાયરસના ચાર નવા દર્દીઓની પુષ્ટિ થઈ ચે. તેથી મહારાષ્ટ્રમાં પુષ્ટ મામલાની સંખ્યા વધીને 26 અને મુંબઈમાં 8 થઈ ગઈ છે. દેશભરમાં હવે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સાથે જોડાયેલા સૌથી વધુ કેસ થઈ ગયા છે. બીજા નંબર પર કેરલ છે, જ્યાં 19 કેસોની પુષ્ટિ થઈ ચુકી છે. મુંબઈમાં જે નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે, તેમાંથી એક શહેરનો નિવાસી છે જ્યારે અન્ય કામોઠે, વાશી અને કલ્યાણમાં રહે છે. બીએમસીના નાયબ ડાયરેક્ટર (સ્વાસ્થ્ય) ડો. દક્ષા શાહે જણાવ્યું કે, બધાને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેની સ્થિતિ સ્થિર છે.
આ પહેલા દિવસમાં મહારાષ્ટ્રના યવતલામ શહેરમાં બે વ્યક્તિઓના કોરોના વાયરસનો ચેપ હોવાની પુષ્ટિ થઈ, આ બંન્ને દુબઈથી પરત ફર્યા હતા. અત્યાર સુધી રાજ્યભરમાં પુણેમાં 10, મુંબઈમાં આઠ, નાગપુરમાં ચાર, યવતલામમાં બે, ઠાણે અને અહમદનગરમાં એક-એક મામલાની ખાતરી થઈ છે. આ વચ્ચે નાસિકથી મળેલા સમાચાર અનુસાર, બે વ્યક્તિઓને નાસિક સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના ચેપની શંકા હોવાથી દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, તેમાંથી એક નાસિકનો રહેવાસી 41 વર્ષીય નાગરિક ગત આઠ માર્ચે બાંગ્લાદેશ ગયો હતો અને 13 માર્ચે ભારત પરત ફર્યો હતો. તો બીજો 33 વર્ષીય વ્યક્તિ છે જેણે નવ જાન્યુઆરીથી 13 માર્ચ વચ્ચે દક્ષિણ આફ્રિકાની યાત્રા કરી હતી.
શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ, મોલ પણ બંધ
અધિકારીએ કહ્યું, 'આ સાથે શંકાસ્પદના રૂપમાં ચેપી હોવા માટે દાખલ વ્યક્તિઓની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. છ વ્યક્તિઓની તપાસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેને રજા આપી દેવામાં આવી છે.' મહારાષ્ટ્ર સરકારે શનિવારે એક પરિપત્ર જાહેર કરીને કોરોના વાયરસનો મુકાબલો કરવા માટે સાવચેતીના ભાગ રૂપે રાજ્યમાં તમામ શહેરી ક્ષેત્રોમાં શાળા અને કોલેજને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે. આ સિવાય મહારાષ્ટ્રમાં શોપિંગ મોલ પણ 30 માર્ચ સુધી બંધ રહેશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ શનિવારે સાંજે જાહેરાત કરી કે માર્ચના અંત સુધી તમામ મોલ બંધ રહેશે.
કોરોના વિરૂદ્ધ મળીને જંગ લડશે SAARC ના તમામ દેશ, PM મોદી કરશે રાષ્ટ્ર પ્રમુખો સાથે ચર્ચા
પરીક્ષાઓ પર પ્રતિબંધ નહીં
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને નગજ પંચાયતોના ક્ષેત્રોમાં આવતી તમામ શાળા અને કોલેજો આ મહિનાના અંત સુધી બંધ રહેશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 10 અને ધોરણ 12ની સાથે વિશ્વ વિદ્યાલયોની પરીક્ષા નક્કી કરેલા સમયે લેવાશે. આ જાહેરાત રાજ્ય વિધાનસભામાં કરવામાં આવી છે. એક અન્ય પરિપત્રમાં સરકારે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તે આગામી આદેશ સુધી સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક અને રમત કાર્યક્રમો માટે મંજૂરી ન આપે.
ચાલું છે બીએમસીની સ્કૂલ
કોરોના વાયરસથી પીડિત દર્દીઓની વધતી સંખ્યા છતાં બીએમસીની શાળાઓ હજુ પણ ખુલી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ છતાં સ્વાસ્થ્ય વિભાગે બીએમસી સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિશેષ સાવચેતી રાખવાની ચેતવણી આપી છે. ડો. દક્ષા શાહે કહ્યું કે, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ શાળામાં જઈને બાળકો અને શિક્ષકોને સતર્ક રહેવાની સલાહ આપી રહ્યાં છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે