જીસી મુર્મૂ બન્યા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, રાધાકૃષ્ણ માથુર બનશે લદ્દાખના પ્રથમ LG
ગિરીશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે. લદ્દાખમાં રાધાકૃષ્ણ માથુર પ્રથમ ઉપરાજ્યપાલ બનશે. આ ઉપરાંત પી.એસ. શ્રીધરન પિલ્લઈને સિક્કિમના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ભલામણ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારની સાંજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. ગિરીશ ચંદ્ર મુર્મૂ જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે. લદ્દાખમાં રાધાકૃષ્ણ માથુર પ્રથમ ઉપરાજ્યપાલ બનશે. આ ઉપરાંત પી.એસ. શ્રીધરન પિલ્લઈને સિક્કિમના નવા રાજ્યપાલ નિયુક્ત કરાયા છે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયા પછી નવા ઉપરાજ્યપાલની નિમણુક કરી છે. જમ્મુ-કાશ્મીરના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ બનાવાયા છે.
PS Sreedharan Pillai has been appointed as the Governor of Mizoram. (File pic) pic.twitter.com/4nYgv0GTeh
— ANI (@ANI) October 25, 2019
જીસી મુર્મૂ
જીસી મુર્મૂ જમ્મુ-કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે. તેઓ 1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને પીએમ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. તેઓ અત્યારે નાણા મંત્રાલયમાં ખર્ચ વિભાગના સચિવ હતા. જમ્મુ-કાશ્મીરના વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિકના સ્થાને તેમની નિમણુક કરાઈ છે.
રાધાકૃષ્ણ માથુર
રાધાકૃષ્ણ માથુર 1977 બેચના ત્રિપુરા કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર, 2018માં મુખ્ય માહિતી અધિકારી પદેથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ પછી 2013માં તેમની સંરક્ષણ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેના પહેલા તેઓ ભારતના સંરક્ષણ ઉત્પાદન સચિવ, માઈક્રો, સ્મોલ અને મીડિય એન્ટરપ્રાઈઝિઝસ વિભાગના સચિવ અને ત્રિપુરા રાજ્યના મુખ્ય સચિવ પદે રહી ચૂક્યા છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે