Corona Vaccination Drive: 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને જો આ બીમારીઓ છે તો 1 માર્ચથી મળશે કોરોના વેક્સિન, જુઓ લિસ્ટ

કેન્દ્ર સરકારે તે બીમારીઓ/સ્વાસ્થ્ય સમસ્યાઓનું લિસ્ટ જારી કરી દીધું છે, જેનાથી પીડિત 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો 1 માર્ચથી કોરોનાની રસી લગાવી શકે છે. લિસ્ટમાં કુલ 20 બીમારીઓ/સ્વાસ્થ્ય સમસ્યાઓને રાખવામાં આવી છે.   

Updated By: Feb 27, 2021, 10:56 PM IST
Corona Vaccination Drive: 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને જો આ બીમારીઓ છે તો 1 માર્ચથી મળશે કોરોના વેક્સિન, જુઓ લિસ્ટ

નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધ દેશમાં 1 માર્ચથી બીજા તબક્કાનું રસીકરણ અભિયાન (Corona vaccination) શરૂ થવા જઈ રહ્યું છે. આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી ઉપરના તે લોકોને વેક્સિન અપાશે, જેને પહેલાથી કોઈ બીમારી (persons with comorbidities) છે. આ તબક્કામાં રસી સરકારી હોસ્પિટલોની સાથે-સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ લગાવવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં ફ્રી મળશે જ્યારે ખાનગી હોસ્પિટલમાં પ્રતિ ડોઝ 250 રૂપિયાની ચુકવણી કરવી પડશે. કેન્દ્ર સરકારે શનિવારે તે 20 બીમારીઓનું લિસ્ટ જાહેર કર્યું, જેમાંથી કોઈ વ્યક્તિને કોઈ એક બીમારી પણ છે અને તેની ઉંમર 45 વર્ષ કે તેનાથી ઉપર છે તો તે કોરોના વેક્સિન લગાવી શકે છે. જુઓ લિસ્ટ...

1. છેલ્લા એક વર્ષમાં, જો કોઈ વ્યક્તિ હૃદયની નિષ્ફળતાને કારણે હોસ્પિટલમાં દાખલ થાય છે

2. પોસ્ટ કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ / ડાબું ક્ષેપક સહાયક ઉપકરણ (એલવીએડી)

3. નોંધપાત્ર ડાબું ક્ષેપક સિસ્ટોલિક ડિસફંક્શન (LVEF <40%)

4. મધ્યમ અથવા ગંભીર વેલ્વ્યુલર હાર્ટ ડિસીઝ

5. ગંભીર પીએએચ અથવા આઇડિયોપેથિક પીએએચ સાથે જન્મજાત હૃદય રોગ

6. કોરોનરી ધમની બિમારી (સીએબીજી / પીટીસીએ / એમઆઈના ઇતિહાસ સાથે) અને હાયપરટેન્શન / ડાયાબિટીઝ સારવાર હેઠળ છે

7. કંઠમાળ અને હાયપરટેન્શન / ડાયાબિટીસ સારવાર

8. સ્ટ્રોક (સીટી / એમઆરઆઈ પરીક્ષણમાં) અને હાયપરટેન્શન / ડાયાબિટીઝ

9. પલ્મોનરી ધમની હાયપરટેન્શન અને હાયપરટેન્શન / ડાયાબિટીસ

10. ડાયાબિટીઝ (10 વર્ષથી વધુ અથવા મુશ્કેલીઓ સાથે) અને હાયપરટેન્શન

11. કિડની / યકૃત / હિમેટોપોએટીક સ્ટેમ સેલ્સ ટ્રાન્સપ્લાન્ટ અથવા તેના વજનની સૂચિમાં શામેલ છે

12. હેમોડાયલિસિસ / સીએપીડી પર અંતિમ તબક્કાના કિડની રોગો

13. મૌખિક કોર્ટીકોસ્ટેરોઇડ્સ / રોગપ્રતિકારક શક્તિ ઘટાડતી દવાઓનો લાંબા ગાળાના ઉપયોગ

14. ડિસમ્પેન્સેટેડ સિરોસિસ

15. છેલ્લા બે વર્ષ / એફઆઇવીઆઇ </ 50% માં તીવ્ર શ્વસન બિમારીને લીધે ક્યારેય હોસ્પિટલમાં દાખલ નથી

16. લિમ્ફોમા / લ્યુકેમિયા / મિલોમા

17. 1 જુલાઈ 2020 ના રોજ અથવા તે પછીની તપાસમાં કોઈપણ કેન્સર અથવા કોઈપણ કેન્સર ઉપચારની પુષ્ટિ

18. સિકલ સેલ રોગ / બોમ મેરો નિષ્ફળતા / Apપ્લેસ્ટિક એનિમિયા / થેલેસેમિયા મેજર

19. પ્રાથમિક રોગપ્રતિકારક રોગ / એચ.આય.વી ચેપ

20. બૌદ્ધિક અક્ષમતા / સ્નાયુબદ્ધ ડિસ્ટ્રોફી / એસિડ એટેક / અક્ષમ વ્યક્તિ / અંધત્વ / બહેરાશ જેવા વિકલાંગતાને કારણે ક્ષતિગ્રસ્ત શ્વસનતંત્ર

આ પણ વાંચોઃ Corona સંક્રમણ રોકવા માટે 8 રાજ્યો સાથે કેબિનેટ સચિવની બેઠક, બનાવ્યો આ પ્લાન

સરકારી હોસ્પિટલમાં રસી ફ્રી લાગશે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં પૈસા ચુકવવા પડશે. સૂત્રો પ્રમામે રસી માટે વધુમાં વધુ 250 રૂપિયા આપવા પડશે, જેમાં 150 રૂપિયા રસીની કિંમત અને 100 રૂપિયા સેવા ચાર્જ છે. આ વ્યવસ્થા આગામી આદેશ સુધી લાગૂ રહેશે. સૂત્રો અનુસાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ વિશે જાણકારી આપી દેવામાં આવી છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, ઓન-સાઇટ રજીસ્ટ્રેશન કરાવવાની સુવિધા ઉપલબ્ધ હશે, જેથી લાભાર્થી પોતાની પસંદના રસીકરણ કેન્દ્ર પર જઈને રજીસ્ટ્રેશન કરાવે અને રસી લગાવડાવે. રસીના લાભાર્થી કો-વિન 2.0 પોર્ટલ ડાઉનલોડ કરી અને આરોગ્ય સેતુ વગેરે મોબાઇલ એપ દ્વારા પહેલા પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube