આજથી દેશમાં નાગરિકતા સંશોધિત કાયદો લાગૂ, સરકારે જારી કર્યું નોટિફિકેશન
નાગરિકતા અધિનિયમ, 1955માં ફેરફાર કરતા કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન બિલ લઈને આવી. બિલને સંસદમાં પાસ કરાવવામાં આવ્યું અને રાષ્ટ્રપતિની સહી થયા હાદ તે કાયદો બની ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019 આજથી દેશભરમાં લાગૂ થઈ ગયો છે. તેને લઈને સરકારે નોટિફિકેશન પણ જારી કરી દીધું છે.
દેશમાં ઘણી જગ્યા પર નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તો નાગરિકતા સંશોધન કાયદા પર દેશના ઘણા વિસ્તારોમાં હિંસા પણ જોવા મળી હતી. પરંતુ હવે સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) 2019નું નોટિફિકેશન જારી કરી દીધું છે. આ સાથે 10 જાન્યુઆરી 2020થી નાગરિકતા સંશોધન કાયદો દેશભરમાં લાગૂ થઈ ચુક્યો છે.
ગૃહ મંત્રાલય તરફથી જારી અધિસૂચનામાં લખ્યું છે, 'કેન્દ્ર સરકાર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2019 (2019નું 47)ની કલમ 1ની પેટા કલમ (2) દ્વારા મળેલી શક્તિઓનો પ્રયોગ કરતા, 10 જાન્યુઆરી 2020ને તે તારીખના રૂપમાં નક્કી કરે છે, જે સમયે અધિનિયમ સરકારી ગેઝેટ પર પ્રસિદ્ધ થશે.'
શું છે નાગરિકતા સંશોધિત કાયદો?
નાગરિકતા અધિનિયમ, 1955માં ફેરફાર કરતા કેન્દ્ર સરકાર નાગરિકતા સંશોધન બિલ લઈને આવી. બિલને સંસદમાં પાસ કરાવવામાં આવ્યું અને રાષ્ટ્રપતિની સહી થયા હાદ તે કાયદો બની ગયો છે. હવે સરકારે તેનું નોટિફિકેશન પણ જારી કરી દીધું છે. આ સાથે હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળવી સરળ થશે. અત્યાર સુધી તેને ગેરકાયદેસર શરણાર્થી માનવામાં આવતા હતા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે