Farmers Protest LIVE: સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત ચાલુ, કૃષિમંત્રી પણ હાજર
ખેડૂતોએ દિલ્હીની સરહદો પણ સીલ કરી દેવાની ચેતવણી આપી છે. આ બધા વચ્ચે સરકારે ખેડૂતોને વાતચીત કરવાનું કહીને તેમના મનની વાત સાંભળવાનું આમંત્રણ આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા(Agricultural Law)ના વિરોધમાં ખેડૂતો દિલ્હીની બોર્ડર પર વિરોધ પ્રદર્શન(Farmers Protest) કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર પાસે ત્રણ ખેડૂત કાયદાને રદ કરવાની માગણી કરી રહ્યા છે અને તેની જગ્યાએ નવા કાયદા લાવવાની વાત કરે છે. ખેડૂતોએ દિલ્હીની સરહદો પણ સીલ કરી દેવાની ચેતવણી આપી છે.ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. ઝી ન્યૂઝ દ્વારા ખેડૂતોએ સરકાર પાસે MSP પર ગેરંટી આપવાની અપીલ કરી છે. સરકારે આ મામલે ઉકેલ લાવવા માટે ખેડૂતોને બપોરે 3 વાગે સંવાદ માટે બોલાવ્યા છે.
પળેપળની અપડેટ...
- સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે. બેઠકમાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર છે.
- ખેડૂતોને સમર્થન આપવા માટે શાહીન બાગના દાદી બિલકિસ બાનો સિંઘુ બોર્ડર પહોંચી રહ્યા છે. શાહીન બાગમાં થયેલા એન્ટી CAA પ્રોટેસ્ટનો ચહેરો હતા શાહીનબાગના દાદી બિલકિસ બાનો.
- 3 મંત્રી અને ભાજપ અધ્યક્ષ ખેડૂતો સાથે વાત કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, ખેડૂતો સાથે વાત કરશે. નરેન્દ્ર તોમર પણ વાતચીતમાં સામેલ થશે. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ હાજર રહેશે. ગૃહમંત્રી અમિત શાહ વાર્તામાં ભાગ નહીં લે.
Government has called the Punjab delegation at 3 pm. Later, the government will hold meeting with delegations from Uttar Pradesh, Uttarakhand, Haryana, Delhi at 7pm today. We all want final decision on matter: Naresh Tikait, President BKU at Ghazipur-Ghaziabad (Delhi-UP) border. pic.twitter.com/53rCZyqYTW
— ANI (@ANI) December 1, 2020
- થોડીવારમાં ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત શરૂ થશે. બેઠક વિજ્ઞાન ભવનમાં થઈ રહી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં વાતચીત થઈ શકે છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થઈ શકે છે.
- ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 32 સંગઠનોના નેતાઓ સરકાર સાથે વાતચીત કરવા માટે જશે. બપોરે 3 વાગે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત થશે. સંવાદ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.
- સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર ખેડૂતોને વલણ સ્પષ્ટ કરી શકે છે. કૃષિ કાયદા રદ થશે નહીં. મંડી પ્રણાલી પણ ખતમ નહીં થાય. ખેડૂતોની દરેક આશંકાને દૂર કરવામાં આવશે.
- ખેડૂતો સાથે વાતચીત અંગે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાના ઘરે બેઠક ચાલુ છે. અમિત શાહ, રાજનાથ સિંહ બેઠકમાં હાજર છે. કૃષિમંત્રી નરેન્દ્ર તોમર પણ બેઠકમાં સામેલ છે. રેલ મંત્રી પીયૂષ ગોયલ પણ આ બેઠકમાં જોડાયા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રક્ષામંત્રી રાજનાથ સિંહ સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનું નેતૃત્વ કરી શકે છે. કૃષિ મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે.
- ખેડૂતોએ ગાજીપુર બોર્ડર પર બેરિકેડ તોડવાની કોશિશ કરી. હજુ પણ ટીકરી બોર્ડર, સિંઘુ બોર્ડર ટ્રાફિક માટે સંપૂર્ણ રીતે બંધ છે. ટીકરી પાસે લામપુર બોર્ડર પર કેટલાક લોકો ધરણા પર બેઠા હતા, તો પોલીસે બંધ કર્યો છે. ગાજીપુર બોર્ડર પર યુપી ગેટ તરફથી રસ્તો બંધ કર્યો છે પરંતુ ઉપરથી એનએચ-24નો ટ્રાફિક ખુલ્લો છે. દિલ્હીથી ગૌતમ બુદ્ધ નગરની મૂર્તિ તરફથી નોઈડાનો રસ્તો પણ ખુલ્લો છે.
#WATCH Protesting farmers use a tractor to remove barricading done at Ghazipur-Ghaziabad (Delhi-UP) border#FarmersProtest #Ghaziabad pic.twitter.com/g3VfCMFEAI
— ANI (@ANI) December 1, 2020
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
આ બાજુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અન્નદાતા રસ્તાઓ-મેદાનો પર ધરણા ધરી રહ્યા છે અને 'જૂઠ' ટીવી પર ભાષણ. ખેડૂતોની મહેનતનો આપણા બધા પર કરજ છે. આ કરજ તેમને ન્યાય અને હક આપીને જ ઉતરશે, તેમને ધૂત્કાર, લાઠીઓ મારીને કે ટીયર ગેસ છોડીને નહીં. જાગો, અહંકારની ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો.
अन्नदाता सड़कों-मैदानों में धरना दे रहे हैं,
और
‘झूठ’ टीवी पर भाषण!
किसान की मेहनत का हम सब पर क़र्ज़ है।
ये क़र्ज़ उन्हें न्याय और हक़ देकर ही उतरेगा, न कि उन्हें दुत्कार कर, लाठियाँ मारकर और आंसू गैस चलाकर।
जागिए, अहंकार की कुर्सी से उतरकर सोचिए और किसान का अधिकार दीजिए।
— Rahul Gandhi (@RahulGandhi) December 1, 2020
અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ હવે ખતમ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે કૃષિ કાયદાની આડમાં ખેડૂતોની જમીનને પચાવી પાડવાનું ષડયંત્ર રચાયું છે. અખિલેશ યાદવે કહ્યું કે આવક બમણી કરવાનો જુમલો આપીને કૃષિ કાયદાની આડમાં ખેડૂતોની જમીન હડપવાનું જે ષડયંત્ર છે તે અમે ખેતી-કિસાની કરનારા સારી રીતે સમજીએ છીએ. અમે અમારા ખેડૂત ભાઈઓની સાથે હંમેશાથી સંઘર્ષરત છીએ, જેનાથી MSP, મંડી અને કૃષિની સુરક્ષા કરનારી સંરચના બચી રહે. ભાજપ હવે ખતમ.
आय दोगुनी करने का जुमला देकर कृषि क़ानून की आड़ में किसानों की ज़मीन हड़पने का जो षडयंत्र है वो हम खेती-किसानी करनेवाले अच्छे से समझते है. हम अपने किसान भाइयों के साथ हमेशा की तरह संघर्षरत हैं, जिससे एमएसपी, मंडी व कृषि की सुरक्षा करनेवाली संरचना बची-बनी रहे.
भाजपा अब ख़त्म!
— Akhilesh Yadav (@yadavakhilesh) December 1, 2020
ખેડૂતોના હિતમાં છે નવા કૃષિ કાયદા-પીએમ મોદી
આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વારાણસીથી ખેડૂતોને ખાસ સંદેશ આપ્યો અને નવા કૃષિ કાયદાને ખેડૂતોના હિતમાં જણાવ્યાં. તેમણે વિરોધીઓ પર ખેડૂતોને કૃષિ કાયદા વિરુદ્ધ ભ્રમિત કરવાનો આરોપ પણ લગાવ્યો. આ મુદ્દે સરકારે આજે ખેડૂતોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પોતે આ વાતની જાહેરાત કરી. આવામાં હવે બધાની નજર છે કે શું વાતચીત દ્વારા ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે, આંદોલન અહીં જ ખતમ થઈ જશે?
ઠંડી અને કોરોનાને જોતા ખેડૂતોને આપ્યું આમંત્રણ
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ઠંડીની ઋતુ અને કોવિડ મહામારી ચાલુ છે. આવામાં અમે આંદોલન કરી રહેલા ખેડૂતોને 3 ડિસેમ્બર પહેલા જ વાર્તા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો. તેમણે સંકેત આપ્યો કે સરકાર ખેડૂતોની માગણી પર વિચાર કરવા માટે તૈયાર છે.
વાતચીતથી નીકળશે કોઈ ઉકેલ?
ખેડૂતો સાથે આજે થનારી વાર્તા બપોરે 3 વાગે વિજ્ઞાન ભવનમાં શરૂ થશે. આ અગાઉ ખેડૂતોને 3 ડિસેમ્બરના રોજ વાતચીત માટે આમંત્રણ અપાયુ હતું. ગૃહમંત્રી અમિત શાહે ખેડૂતોને દિલ્હી બોર્ડર છોડીને બુરાડી મેદાન જવાની અપીલ કરી હતી. પરંતુ ખેડૂતોએ બુરાડીને ઓપન જેલ ગણાવીને ત્યાં જવાની ના પાડી દીધી હતી. ખેડૂતો હાલ દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરવાની માગણી પર અડીખમ છે. ખેડૂત યુનિયનોએ વાર્તા માટે શરત રાખવાનો પણ વિરોધ કર્યો હતો.
વાતચીતના આમંત્રણથી ખેડૂતો ખુશ
હાલ સરકાર તરફથી વાતચીત માટે આમંત્રણ મળતા ખેડૂતો ખુશ છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની માગણી ત્યારે જ પૂરી થશે જ્યારે સરકાર ત્રણ કાયદાને રદ કરશે. આ સાથે MSP પર પાક ખરીદવા માટે કાયદો બનાવશે. પરંતુ આ સાથે જ તેમણે આજે ફરીથી દિલ્હી કૂચનું એલાન કર્યું છે. ત્યારબાદ બોર્ડર વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવાઈ છે.
વાતચીતના પરિણામો પર લોકોની નજર
આ નિમંત્રણ અગાઉ ખેડૂતોએ દિલ્હીની સરહદોને જામ કરવાની ચેતવણી આપી હતી. પરંતુ સરકાર તરફથી વાતચીતનું આમંત્રણ મળ્યા બાદ હવે નજર એ વાત પર ટકેલી છે કે શું આજે વાતચીત દ્વારા નવા કૃષિ કાયદા પર સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદ ખતમ થશે કે પછી ખેડૂતોનું આંદોલન આગળ ચાલુ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે