આકાશમાંથી થઈ રહી છે અગનવર્ષા, સમગ્ર દેશ 'લૂ'ની ઝપટમાં, રાહતના કોઈ સમાચાર નહીં

દેશના અનેક શહેરોમાં તાપમાન 50 ડિગ્રીને પાર થઈ ગયું છે અને કેટલાક મોટા શહેરોમાં પારો 45થી ઉપર જ નોંધાઈ રહ્યો છે, ત્યારે હવામાન ખાતાએ પણ હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી 'લૂ' ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે, ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે 
 

આકાશમાંથી થઈ રહી છે અગનવર્ષા, સમગ્ર દેશ 'લૂ'ની ઝપટમાં, રાહતના કોઈ સમાચાર નહીં

નવી દિલ્હીઃ આજકાલ સમગ્ર દેશમાં આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. દેશનું કોઈ રાજ્ય બાકી નથી જ્યાં ગરમીનો પ્રકોપ જોવા મળતો ન હોય. મોટાભાગના રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનના ચુરૂમાં તો ગરમીએ 50 ડીગ્રીનો આંકડો વટાવી દીધો છે, એટલે કે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 40થી 45 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ રાહત મળવાની સંભાવના નથી. હવામાન ખાતાએ જણાવ્યું કે, લોકોએ જરૂર ન હોય તો બપોરના સમયે ઘરની બહાર નિકળવું નહીં. દેશના અનેક શહેરોમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. 

હિમાલયની ગોદમાં આવેલા જમ્મુ-કાશ્મીરમાં પણ તાપમાન વધ્યું
જમ્મુમાં છેલ્લા પાંચ દિવસથી સૂર્યદેવતા પ્રકોપ વરસાવી રહ્યા છે. જમ્મુના ઠંડા પ્રવાસન સ્થળ કુદ, પટનીટોપ, સનાસર અને બટોતમાં પણ તામાન 25થી 28 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ગરમીના કારણે સ્થાનિક તંત્રએ સ્કૂલોમાં 1 જુનથી દોઢ મહિનાનું વેકેશન જાહેર કરી દીધું છે. 

देश भर में आसमान से बरस रही 'आग', चुरू में पारा 50 डिग्री के पार

ચંડીગઢમાં 44ને પાર 
ચંડીગઢમાં ત્રણ દિવસ પહેલા તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. અહીં છેલ્લા બે દિવસથી તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આથી, લોકો ગરમીથી રાહત મેળવવા માટે ચંડીગઢના સુખના તળાવના કિનારે સાંજે ફરવા આવી રહ્યા છે. 

ચુરૂમાં પ્રચંડ ગરમી
દેશમાં સૌથી વધુ ગરમી અત્યારે રણપ્રદેશમાં આવેલા રાજસ્થાનના ચુરુમાં જોવા મળી રહી છે. અહીં તાપમાન 51 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. રવિવારે અહીં 50.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના અનેક શહેરોમાં ભીષણ ગરમીના કારણે ડામરની સડકો પણ ઓગળવા લાગી છે. બપોરના સમયે તો જોધપુર, જયપુર જેવા શહેરોમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

उत्तर भारत भीषण गर्मी से बेहाल, पारा 51 के पार पहुंचा, राजस्थान में सड़कें पिघली

બિહારમાં પાણીની તંગી
ગરમીના કારણે દેશના અનેક વિસ્તારોમાં નદી-તળાવો સુકાઈ જતાં ગામડાંના લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બિહારના મધુબનીમાં મહિલાઓએ પાણી માટે કલેક્ટર કચેરીને ઘેરાવ કર્યો હતો. અનેક ડેમના તળિયાઝાટક થઈ ગયા છે અને તંત્ર પણ પાણીના મુદ્દે આકરા પાણીએ આવી ગયું છે. 

આગામી બે દિવસ હજુ ગરમી રહેશે 
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, હીટ વેવના કારણે દેશના મોટાભાગના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેશે. સમુદ્ર કિનારાના વિસ્તારોમાં 37 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે. જ્યારે હીલ સ્ટેશનોમાં પણ પારો 30 ડિગ્રીથી ઉપરનો જ રહેશે. અત્યારે જે પ્રકારે 'લૂ' જોવા મળી રહી છે, બાળકો અને વૃદ્ધોએ ખાસ સાચવવાની સલાહ હવામાન વિભાગે આપી છે. લોકોએ પાણી વધુ પીવું અને ગરમીમાં જો બહાર નિકળવાનું થાય તો સમગ્ર શરીરને ઢાંકીને નિકળવું. 

જૂઓ LIVE TV... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news