JNU હિંસા: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના LG અનિલ બૈજલ સાથે કરી વાત, આપ્યાં મહત્વના નિર્દેશ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) હિંસા મામલે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બાજ નજર રાખી રહ્યાં છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરી છે.

JNU હિંસા: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના LG અનિલ બૈજલ સાથે કરી વાત, આપ્યાં મહત્વના નિર્દેશ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) હિંસા મામલે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) બાજ નજર રાખી રહ્યાં છે. તેમણે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે વાત કરી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શાહે બૈજલને જેએનયુના કેટલાક પ્રતિનિધિઓને બોલાવીને તેમને વાત કરવાનું જણાવ્યું છે. આ બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જેએનયુ હિંસાને લઈને બેઠક ચાલુ છે. બેઠકમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારના મંત્રીઓ સામેલ છે. 

— ANI (@ANI) January 6, 2020

જાણકારી એવી પણ સામે આવી રહી છે કે જેએનયુ સાબરમતી હોસ્ટેલના વોર્ડન આર મીણાએ રાજીનામું આપી દીધુ છે. દિલ્હી પોલીસે સોમવારે કાર્યવાહી કરતા જેએનયુ હિંસા મામલે એક એફઆઈઆર પણ નોંધી છે. દિલ્હી પોલીસનો દાવો છે કે તેમણે કેટલાક હુમલાખોરોની ઓળખ કરી લીધી છે. 

અત્રે જણાવવાનું કે જેએનયુ પરિસરમાં રવિવારે સાંજે બબાલ મચી ગઈ હતી. કેટલાક નકાબધારી હુમલાખોરોએ યુનિવર્સિટીની પરિસરમાં ઘૂસીને સાબરમતી છાત્રાવાસના વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યાં હતાં. નકાબપોશ પુરુષો અને ચહેરો ઢાંકેલી મહિલાઓએ વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં તોડફોડ કરી અને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી.

જુઓ LIVE TV

આ સમગ્ર મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. બીએસપી પ્રમુખ માયાવતીએ ઘટનાને શરમજનક ગણાવી છે. તેમણે લખ્યું કે વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા શરમજનક છે. કેન્દ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. તેમણે ઘટનાની ન્યાયિક તપાસની માગણી કરી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news