સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના દુષ્પ્રચારની હવા કાઢી રહ્યાં છે આ બે જાબાંઝ કાશ્મીરી ઓફિસર
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન દુનિયાભરમાં ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનો સહારો લઈ રહ્યું છે. પાકિસ્તાન ફેક વીડિયો અને તસવીરો દ્વારા દુનિયાને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ ભારતે દર વખતે તેનો પર્દાફાશ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના આ નાપાક પ્રોપેગેન્ડાને કચડવામાં જમ્મુ અને કાશ્મીરના બે ઓફિસરોએ જબરદસ્ત મોરચો સંભાળ્યો છે.
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓનો સતત સફાયો કરવામાં આગળ પડતી ભૂમિકા ભજવનારા અને શ્રીનગરમાં તહેનાત આઈપીએસ ઓફિસર ઈમ્તિયાઝ હુસેન પુરાવા અને તર્કોના આધારે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની દુષ્પ્રચારની હવા કાઢી રહ્યાં છે. ટ્વીટર પર ખુબ સક્રિય રહેતા ઈમ્તિયાઝ હુસેન પાકિસ્તાની ટ્રોલને પોતાના તીખા પલટવારથી માત આપી રહ્યાં છે. રવિવારે એસએસપી ઈમ્તિયાઝે એક પાકિસ્તાની ડાકૂના કાશ્મીરમાં ભારત વિરુદ્ધ લડવાની જાહેરાત પર જોરદાર જવાબ આપીને બોલતી બંધ કરી.
એસએસપી ઈમ્તિયાઝ હુસેને લખ્યું કે પાકિસ્તાનના સિંધનો એક ડાકૂ કાશ્મીરમાં લડવા માંગે છે. જે રીતે અત્યાર સુધી જે લોકો કાશ્મીરમાં લડવા માટે આવ્યાં હતાં, તે નબળા ડાકૂ હતાં. પાકિસ્તાની સેના હંમેશાથી પોતાના કામ માટે આવા ડાકૂઓને આઉટ સોર્સ કરતી રહી છે. તેનું કામ ડાકૂ જેવું જ છે. આ ડાકૂના પણ એવા જ હાલ થશે જે પહેલાના ડાકૂઓના થયા છે.
A bandit ( Dako) from Sindh,Pakistan wants to fight in Kashmir. As if the ones who came before him to fight here were any lesser bandits. Pakistan Army has always outsourced it’s job to Dakoos like him.
He will meet the same fate as his predecessors😂 https://t.co/pCRwQf6Qxv
— Imtiyaz Hussain (@hussain_imtiyaz) August 18, 2019
ઈમરાનની ટ્વીટ પર કટાક્ષ કર્યો, શાહ ફૈઝલને આપ્યો જવાબ
ઈમ્તિયાઝ હુસેને ભારતના સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને ત્યાંની સરકાર દ્વારા કાળો દિવસ મનાવવાની વાત ઉપર પણ કટાક્ષ કર્યો. તેમણે લખ્યું કે તમામ પ્રકારની આક્રમકતા, આતંકવાદ અને ભડકાવવા છતાં તેઓ કાશ્મીર પડાવી શકતા નથી. હવે તેમને ટ્વીટર પર આવા પ્રયત્નો કરવા દો. એસએસપી ઈમ્તિયાઝે આઈએએસ અધિકારીથી નેતા બનેલા શાહ ફૈઝલના કાશ્મીરને લઈને આપેલા નિવેદન ઉપર પણ પલટવાર કર્યો.
એસએસપીએ લખ્યું કે હું શાહ ફૈઝલની વાસ્તવિક પ્રતિભા અને સ્પષ્ટતા માટે તેમનો ચાહક રહ્યો છું. એક નેતા તરીકે શાહ ફૈઝલ નિરાશાને વેચી શકે નહીં. ઈતિહાસની ફક્ત એક આવૃત્તિ ક્યારેય હોઈ શકે નહીં. તેમણે નવી વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવો પડશે. આ સાથે કાશ્મીરની આ પેઢીના સપનાઓને સમજવા પડશે જેનું વચન આપણા દેશે આપ્યું છે.
સંકટમોચક બન્યાં શ્રીનગરના ડીસી
બીજા એક ઓફિસર છે આઈએએસ શાહિદ ચૌધરી. પાકિસ્તાન તરફથી દુનિયામાં એક ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યાં છે કે જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય નથી અને લોકોની હત્યા થઈ રહી છે. આવા સંજોગોમાં ચૌધરી તથ્યો અને વિઝ્યુઅલના માધ્યમથી કાશ્મીરમાં શાંતિના અહેવાલ દુનિયાને જણાવી રહ્યાં છે. શાહિદ ચૌધરી શ્રીનગરના ડેપ્યુટી કમિશનર છે. શાહિદ સતત ટ્વીટ કરીને શ્રીનગરના હાલાતની તાજી જાણકારી આપી રહ્યાં છે. આ સાથે જ મુશ્કેલીમાં ફસાયેલા લોકોને મદદ પણ કરી રહ્યાં છે.
Telephone numbers of Medical College Principal, heads of other medical facilities have remained functional all these days. Pls respect the facts, you still have a lot more for speculative tweets. https://t.co/EaqU9Kb6qH
— Shahid Choudhary (@listenshahid) August 14, 2019
એક વિદેશી એજન્સીના પત્રકારે ટ્વીટ કરીને કાશ્મીરમાં હોસ્પિટલોની અંદર ફોન કામ ન કરતા હોવાની વાત કરી તો શાહિદે તેમને અફવા ફેલાવવાથી દૂર રહેવાની સલાહ આપી. શાહિદે લખ્યું કે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય સિકિત્સક સુવિધાઓના પ્રમુખ ટેલિફોન નંબર આખો દિવસ કામ કરે છે. કૃપા કરીને તથ્યોનું સન્માન કરો. તમારી પાસે અટકળોના આધારે ટ્વીટ કરવા માટે ઘણું બધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે