નીતિ આયોગના સ્વસ્થ રાજ્યના રેન્કિંગમાં કેરળ સૌથી ટોચે, બિહાર અને યુપીનું સૌથી ખરાબ પ્રદર્શન
સમગ્ર દેશમાં આરોગ્યની સ્થિતી બાબતે ગુજરાત ચોથા સ્થાને, હરિયાણા, ઝારખંડ અને આસામે આરોગ્યની બાબતે પોતાના પ્રદર્શનમાં સારો સુધારો કર્યો, તમામ રાજ્યોમાં છત્તીસગઢના પ્રદર્શનમાં નહીંવત સુધારો
- કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર ટોપ-3 રાજ્ય
ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડીશા છેલ્લા સ્થાને
હરિયાણા, ઝારખંડ અને આસામના પ્રદર્શનમાં સુધારો
ગુજરાત સમગ્ર દેશમાં ચોથા સ્થાને
Trending Photos
નવી દિલ્હીઃ કેરળ રાજ્ય નીતિ આયોગના આરોગ્ય અંગેના રેન્કિંગમાં ફરીથી ટોચના સ્થાને રહ્યું છે. બિહાર અને ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ પ્રદર્શન કરતા રાજ્યો રહ્યા છે. નીતિ આયોગના નાયબ અધ્યક્ષ ડો. રાજીવ કુમાર દ્વારા તાજેતરમાં જ 'હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા' નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
આરોગ્ય અંગેના આ સુચકાંકમાં ગુજરાત સમગ્ર દેશમાં ચોથા સ્થાને રહ્યું છે. હરિયાણા, ઝારખંડ અને આસામે આરોગ્યની બાબતે પોતાના પ્રદર્શનમાં સારો સુધારો કર્યો, તમામ રાજ્યોમાં છત્તીસગઢના પ્રદર્શનમાં નહીંવત સુધારો નોંધાયો છે.
નીતિ આયોગના આરોગ્ય સૂચકાંક મુજબ રાજ્યોનો ક્રમ...
1. કેરળ
2. આંધ્ર પ્રદેશ
3. મહારાષ્ટ્ર
4. ગુજરાત
5. પંજાબ
6. હિમાચલ પ્રદેશ
7. જમ્મુ-કાશ્મીર
8. કર્ણાટક
9. તમિલનાડુ
10. તેલંગાણા
11. પશ્ચિમ બંગાળ
12. હરિયાણા
13. છત્તીસગઢ
14. ઝારખંડ
15. આસામ
16. રાજસ્થાન
17. ઉત્તરાખંડ
18. મધ્ય પ્રદેશ
19. ઓડીશા
20. બિહાર
21. ઉત્તર પ્રદેશ
મંગળવારે આરોગ્ય સૂચકાંકની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી. જેમાં વર્ષ 2016-17 અને 2017-18ના સમયગાળા દરમિયાન આરોગ્યની સ્થિતી અંગે રાજ્યો દ્વારા કરવામાં આવેલું સરેરાશ પ્રદર્શન અને તેમાં સુધારાને ધ્યાનમાં લેવાયો હતો. આ રિપોર્ટમાં આરોગ્યની સ્થિતિ, સરકારી સુવિધા અને પ્રક્રિયા, સરકારની નીતિઓના અમલીકરણની સ્થિતીને ધ્યાનમાં લેવાઈ હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને વર્લ્ડ બેન્કના સહયોગથી આ સૂચકાંક તૈયાર કરવામાં આવ્યો હતો. આરોગ્ય સૂચકાંકનો પ્રથમ રાઉન્ડ ફેબ્રુઆરી-2018માં બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં વર્ષ રાજ્યોની 2014-15 અને 2015-16ની આરોગ્ય સ્થિતીને ગણતરીમાં લેવામાં આવી હતી.
ગયા વર્ષે બહાર પડાયેલા સૂચકાંકમાં કેરળ, પંજાબ અને તમિલનાડુ ટોચના રાજ્ય રહ્યા હતા. જ્યારે ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તર પ્રદેશે વાર્ષિક ધોરણે સુધારાના રેન્કિંગમાં ટોચના રાજ્ય રહ્યા હતા.
ઝારખંડ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશે રાષ્ટ્રીય બાળ મૃત્યુ દર, પાંચ વર્ષના નીચેના બાળકોનો બાળ મૃત્યુ દર, સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ, સંસ્થાકીય સેવાઓ, એચઆઈવી સાથે રહેતા લોકો કે જેમની એન્ટી રીટ્રોવાઈરલ થેરપી ચાલતી હોય વગેરે બાબતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
દેશ-વિદેશના સમાચાર માટે જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે