ભૂમિ પૂજન બાદ ભાગવતે કહ્યું- આજે સંકલ્પ પુરો થયો, અડવાણીના યોગદાનને કર્યું યાદ

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.

ભૂમિ પૂજન બાદ ભાગવતે કહ્યું- આજે સંકલ્પ પુરો થયો, અડવાણીના યોગદાનને કર્યું યાદ

નવી દિલ્હી: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત આજથી થઇ જશે. આજે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. પીએમ મોદી 12 વાગ્યાને 40 મિનિટ 8 સેકન્ડ પર રામ જન્મભૂમિ પર રામ મંદિરની આધારશિલા મુકશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વભાવિક હતું, આજે ઇતિહાસ રચવામાં આવી રહ્યું છે. આજે ભારત રામમય છે, દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ કાજ કીન્હે બિનુ મોહિ કયાં વિશ્રામ...સદીઓનો ઇંતઝાર સમાપ્ત થઇ રહ્યો છે. વરસો સુધી રામલલા ટેંટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે.

નૃત્યગોપાલ દાસનું સંબોધન
રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના મુખ્ય મહંત નૃત્યગોપાલ દાસે કહ્યું કે લોકો અમને પૂછે કે મંદિર ક્યારે બનશે? અમે કહ્યું હતું કે જ્યારે એક તરફ મોદી અને બીજી તરફ યોગી છે, તો હવે નહી બને તો ક્યારે બનશે. હવે લોકોને તન-મન-ધનથી મંદિર નિર્માણમાં જોડાવવું જોઇએ અને કામને આગળ વધારવું જોઇએ. દુનિયામાં વસવાટ કરતા હિંદુઓની આ જ ઇચ્છા હતી. મંદિરનું નિર્માણ એક નવા ભારતનું નિર્માણ છે, તેને જલદી જ પૂર્ણ કરવું જોઇએ. 

- કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજે આનંદની ક્ષણ છે, એક સંકલ્પ લીધો હતો. ત્યારે સંઘપ્રમુખ દેવવ્રતજીએ કહ્યું હતું કે 20-30 વર્ષ કામ કરવું પડશે, ત્યારે આ કામ કરવું પડશે. આજે 30મા વર્ષની શરૂઆતમાં કામ શરૂ થયું છે. ઘણા લોકો મહામારીના કારણે આવી શક્યા નથી, લાલકૃષણ અડવાણીજી પણ આવી શક્યા નથી. દેશમાં અત્યારે આત્મનિર્ભર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, આજે મહામારી બાદ વિશ્વ નવા માર્ગે શોધી રહ્યો છે. જેમ-જેમ મંદિર બનશે, રામની અયોધ્યા પણ બનવી જોઇએ. આપણા મનમાં જે મંદિર બનવું જોઇએ અને કપટ છોડવી જોઇએ.

- આરએસએસ પ્રમુખ મોહન ભગવે કહ્યું કે અહીં રામ મંદિર નિર્માણ માટે આજથી શુભારંભ થઇ ગયો છે અને આ મંદિર પૂર્ણ થતાં પહેલાં મન મંદિર બનીને તૈયાર થવું જોઇએ. મંદિર નિર્માણ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે અને પીએમ મોદીના પ્રયત્નોથી બધાની આતુરતા પુરી થઇ ગઇ છે. 

- આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આજનો દિવસ એટલો મોટો દિવસ છે કે આખા દેશમાં ખુશીનો માહોલ છે. આ આનંદમાં એક પ્રણ છે, એક ઉત્સાહ છે પરંતુ લોકોના સંઘર્ષને ભૂલી ન શકાય.

- સીએમ યોગીએ કહ્યું કે ભારતની ન્યાયપાલિકા અને કાર્યપાલિકાની સાથે સંવિધાન સમ્મત રીતે સમસ્યાઓનું સમાધાન કેવી રીતે થઇ શકે. તેના પ્રત્યક્ષ દર્શન પીએમ મોદીએ કહ્યું છે. આ શુભ ઘડી માટે અનેક પૂજ્ય લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને તેને આજે અમે ભાવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ. લોકતાંત્રિક રીતે આ સમસ્યાનું સમાધન કાઢવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું.

- અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંદિર નિર્માણ માટે આવેલા લોકોને સંબોધિત કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે 135 કરોડ ભારતવાસીઓ અને આખી દુનિયામાં સનાતમ ધર્મ પ્રત્યે શુભેચ્છાનો ભાવ રાખનારાઓની ભાવનાઓને પુરી કરનાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. 

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે રામ મંદિરની આધારશિલા રાખવામાં આવી છે અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ પુરો થઇ ચૂક્યો છે. વિધિવત રીતે આ ભૂમિ પૂજનને સંપન્ન કરવામાં આવ્યું અને પંડિતોએ આ ભૂમિ પૂજન બાદ પીએમ મોદી તરફથી દક્ષિણા આપવામાં આવી છે. 

- સમગ્ર દેશમાં અત્યારે રામ મંદિર નિર્માણ માટે થઇ રહેલા ઐતિહાસિક ભૂમિ પૂજનના સાક્ષી બની રહ્યા છે. વિભિન્ન માધ્યમોથી લોકો આ ભૂમિ પૂજનનું લાઇવ પ્રસારણ જોઇ રહ્યા છે અને પોતાની આતુરતાને પૂર્ણ થતી જોઇ ખુશ થઇ રહ્યા છે. 

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 5, 2020

- રામ મંદિરનું ભૂમિ પૂજન ચાલી રહ્યું છે, ભૂમિ પૂજનનું શુભ મૂહૂર્ત 12.44.08 મિનિટ પર છે. તે પહેલાં બાકી તમામ પ્રક્રિયા પુરી કરવામાં આવશે. પૂજા દરમિયાન 9 શિલાઓનું અનુષ્ઠાન કરવામાં આવશે, આ ઉપરાંત ભગવાન રામની કુલદેવી કાલી માતાની પણ પૂજા કરવામાં આવી.

- અયોધ્યામાં વિધિવત રૂપથી ચાલી રહેલા પૂજા કાર્યક્રમ કરનાર સંતે જણાવ્યું હતું કે દેશ દુનિયાના અલગ અલગ ભાગમાંથી શિલાઓ લાવવામાં આવી છે, જેના પર શ્રીરામ નામ લખ્યું છે. આ સાથે જ હવે ભૂમિ પૂજનનું કામ શરૂ થઇ ગયું છે, પીએમ મોદીના નામ પર શિલાઓ રાખવામાં આવી રહી છે.

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે રામ મંદિર ભૂમિ પૂજનના અનુષ્ઠાનમાં ભાગ લઇ રહ્યા છે અને પૂજાની તમામ વિધિઓ પુરી કરી રહ્યા છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, યૂપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર છે. 

 

— ANI (@ANI) August 5, 2020

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂમિ કાર્યક્રમમાં બેસ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે.

— ANI (@ANI) August 5, 2020

- પીએઅમ મોદી રામ જન્મભૂમિનું ભૂમિ પૂજન કરી રહ્યા છે અને તમામ પૂજા-અર્ચનાના નિયમોનું પાલન કરતાં આ કાર્યક્રમ પુરો કરી રહ્યા છે. સૌથી પહેલાં તેમના હાથ ધોવડાવવામાં આવ્યા અને મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદી મુખ્ય સ્થળ પર બેઠ્યા છે. 

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામલલાના દર્શન કર્યા, તેમની પૂજા કરી, આ દરમિયાન પીએમ મોદીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પરિસરમાં પારિજાતનો છોડ ઉગાડ્યો. 

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ પહોંચી ગયા છે. હવે થોડીવારમાં પીએમ મોદી રામલલાની પૂજા કરશે. ત્યારબાદ ભૂમિ પૂજન શરૂ કરશે. 

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાનગઢી મંદિરમાં પૂજા કરી, તેમને અહીં પાઘડી પહેરાવવામાં આવી.

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાનગઢીમાં ભગવાન બજરંગ બલીની પૂજા કરી અને ત્યાંથી રામ મંદિર જન્મભૂમિ માટે નિકળીને બે મિનિટમાં રામ જન્મભૂમિ પહોંચી ગયા. અત્યારે પીએમ મોદી રામલલાના દર્શન કરી રહ્યા છે અને આ પળ ખૂબ જ ભાવુક કરી દેનાર હતા.

- ભૂમિ પૂજન માટે મોદી ધોતી-કુર્તો પહેર્યો છે. પીળા રંગના કુર્તામાં ખૂબ સુંદર દેખાઇ રહ્યા છે. મોદી રામ જન્મભૂમિ જનાર પ્રથમ પ્રધાનમંત્રી છે...

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા છે અને તે પહેલાં તે 1992માં અયોધ્યા આવ્યા હતા. તે સમયે તે રામ મંદિર આંદોલનનો ભાગ હતો અને તે સમયે તે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે પહોચ્યા હતા. 

- સીએમ યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ માટે અયોધ્યાના સાકેત કોલેજમાં બનેલા હેલિપેડ પર પહોંચી ચૂક્યા છે અને કોઇપણ સમયે પીએમ મોદીનું આગમન થઇ શકે છે. પીએમ મોદીએ અહીં આવ્યા બાદ સીએમ યોગી તેમનું સ્વાગત કરશે અને તમામ લોકો સીધા હનુમાનગઢી માટે નિકળશે.

- રાષ્ટ્રીય સ્વંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત રામ જન્મભૂમિ કાર્યક્રમ માટે પહોંચી ચૂક્યા છે. તે ભૂમિ પૂજન માટે થનાર કાર્યક્રમ માટે બનેલા મંચ બેસનાર પાંચ લોકો સામેલ છે. 

— ANI (@ANI) August 5, 2020

- લખનઉ  એરપોર્ટ પર જ્યારે પ્રધાનમંત્રી પહોંચ્યા તો ત્યાં તેમના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેની તસવીર પણ સામે આવી ચૂકી છે અને પીએમ મોદી વાયુસેનાના વિમાનથી ઉતરતા જોવા મળ્યા હતા. 

— ANI (@ANI) August 5, 2020

- રામ જન્મભૂમિ પર યોગગુરૂ બાબા રામદેવ, સ્વામી અવધેશાનંદ ગિરી, ચિદાનંદ મહારાજ અને અન્ય સાધુ સંત અત્યારે રામ જન્મભૂમિ નિર્માણ સ્થળ પર આવી ચૂક્યા છે અને તમામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાહ જોઇ રહ્યા છે. 

- રામ જન્મભૂમિ પૂજન સ્થળ પર તમામ આમંત્રિત ગણમાન્ય જન પહોંચી ચૂક્યા છે. ત્યાં પર મહેમાનોને બેસવા માટેની વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટેસિંગનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તમામ આમંત્રિત સંતગણ બીજી તરફ બેસ્યા છે. 

- સાકેત કોલેજમાં બનેલા હેલિપેડ પર પીએમ મોદીનું હેલિકોપ્ટર લેડ કરશે અને થોડીવાર અયોધ્યા પહોંચીને પીએમ મોદી સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન અને પૂજા માટે નિકળશે. 

- રામ જન્મભૂમિ પરિસરમાં ઉમા ભારતીએ કહ્યું કે અયોધ્યાએ તમામને એક કરી દીધા છે. 

— ANI (@ANI) August 5, 2020

-  ઉમા ભારતીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે કે હવે તે રામ જન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમમાં સામેલ થશે અને તેમને રામ જન્મભૂમિ ન્યાસના વરિષ્ઠ અધિકારીએ આમ કરવા માટે કહ્યું છે. 

- રામ મંદિર ભૂમિ પૂજન પહેલાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલનો કોરોના ટેસ્ટ થયો છે અને કોરોના ટેસ્ટ થયો અને બંને કોરોના નેગેટિવ આવ્યા છે. આ ઉપરાંત યૂપીના બંને ઉપ-મુખ્યમંત્રી પણ કોરોના નેગેટિવ આવ્યા છે. 

- તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સ્વામી ગોવિંદદેવ ગિરી મહારાજના હાથમાં બકુલની લકડામાંથી બનેલું આ પાત્ર (શંકુ)ને જ આજે રામ મંદિર ભૂમિપૂજન માટે જમીનમાં રાખવામાં આવશે અને તેને ખાસ પાત્ર ઉપરાંત સોના ચાંદીની અભિમંત્રિત શ્રીયંત્ર પણ છે. 

- અયોધ્યાના હવામાનને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ માર્ગે જવાના હોવાથી ટ્રાફિક એલર્ટ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિકકર્મીઓને તમામ ડાઇવર્જન પોઇન્ટ્સ પર એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પીએમ મોદીના લખનઉ પહોંચતાં તે રોડ માર્ગે અથવા હેલિકોપ્ટર જવા અંગે નિર્ણય લેવામાં આવશે. 

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી હનુમાનગઢીના દર્શન કરનાર પહેલાં વડાપ્રધાન હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી રામ જન્મભૂમિ પરિસર જનાર પણ વડાપ્રધાનમંત્રી હશે. અયોધ્યામાં હેલિપેડ પર વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ એક જ હેલિકોપ્ટર વડે અયોધ્યા માટે નિકળ્યા છે અને અયોધ્યા પહોંચ્યા છે. 

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુભ અવસર માટે સોનેરી રંગનો કુર્તો, ધોતી અને દુપટ્ટો પહેર્યો છે. તે એરપોર્ટ પર નમસ્કાર કરતાં આગળ વધ્યા અને સવારે ઠીક 9:35 વાગે તેમનું વિમાન લખનઉ માટે ટેક ઓફ કરી ગયું છે. 

- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલમ એરપોર્ટ પરથી વાયુસેનાના વિમાન દ્વારા અયોધ્યા માટે રવાના થઇ ચૂક્યા છે.

— PMO India (@PMOIndia) August 5, 2020

- તમને જણાવી દઇએ કે રામ જન્મ ભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાવના અનુસાર વિશ્વ હિંદુ પરિષદના દિવંગત નેતા અશોક સિંઘલના ભત્રીજા સલિલ સિંઘલ કાર્યક્રમમાં 'યજમાન' હશે. રામજન્મ ભૂમિની ઇંટનું શુભ મુહૂર્ત 32 સેકન્ડનું છે. આ દરમિયાન કાશી અને અયોધ્યાના 21બ પૂજારી સંપન્ન કરાવશે. 

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીથી લખનઉ માટે રવાના થઇ ગયા છે. તે વિશેષ વિમાન મારફતે લખનઉ પહોંચી ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા રવાના થશે. આ દરમિયાન ભૂમિ પૂજન કાર્યક્રમ માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ લખનઉથી અયોધ્યા માટે રવાના થઇ ગયા છે. 

- શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વામી પરમાનંદે જણાવ્યું કે હાલ જેમ કે ભૂમિ પૂજનનો કાર્યક્રમ પુરો થશે ત્યારબાદથી જલદી જ મંદિર નિર્માણને લઇને કામ શરૂ થઇ જશે. તેને ધ્યાનમાં રાખતાં ટ્રસ્ટે મંદિર નિર્માણ કરનાર કંપનીની મંદિર નિર્માણ પુરૂ કરવા માટે આગામી 32 મહિનાનો સમય આપ્યો છે એટલે કે હવેથી 2 વર્ષ 8 મહિના બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ પુરૂ થઇ શકે છે. 

- રામ જન્મભૂમિ પૂજનની ધૂમ દેશમાં જ નહી વિદેશમાં પણ છે. અમેરિકામાં ભારતીય સમુદાયના લોકો વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલની બહાર એકઠા થયા અને તેમણે પોતાના અંદાજમાં અયોધ્યામાં થનાર શિલાન્યાસ કાર્યક્રમ માટે પોતાની ખુશી વ્યક્ત કરી. 

— ANI (@ANI) August 5, 2020

- હનુમાનગઢીના મુખ્ય પુજારી શ્રી ગદ્દીનશીન પ્રેમદાસ જી મહારાજે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અહીંની યાત્રા અયોધ્યા માટે ગર્વની ક્ષણ છે. અમે તેમને એક પાઘડી, ચાંદીનો મુગત અને રામનામી છાપેલ શાલને ભેટ કરીશું. 

— ANI (@ANI) August 5, 2020

- ભગવાન રામ લલાને દરેક રંગ અને ભગવા રંગના વસ્ત્રો પહેર્યા છે અને તેમની તસવીરો.

- કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદએ થોડીવાર પહેલાં એક ટ્વિટ કર્યું છે જેમાં તેમણે સંવિધાનની મૂળ પ્રતિ એક તસવીર શેર કરી છે જેમાં શ્રી રામ અને માતા સીતાની સાથે લક્ષ્મણની તસવીર છે. 

— Ravi Shankar Prasad (@rsprasad) August 5, 2020

- હવેથી થોડીવાર બાદ રામ મંદિર ભૂમિ પૂજનની શુભ ઘડી આવવાની છે. ભવ્ય રામ મંદિરમાં 366 સ્તંભ હશે, પાંચ મંડપવાળા અને 161 ફૂટ ઇંચા આ મંદિરને દુનિયાના સૌથી સારા મંદિરોમાં ગણવામાં આવશે. તેના સ્તંભમાં કોઇપણ પ્રકારના લોખંડનો ઉપયોગ કરવામાં નહી આવે. રામ મંદિરના ભૂમિ પૂજન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાંદી ચાખડી અને કન્નીનો ઉપયોગ કરશે. 

- રક્ષા મંત્રી રાજનાથ સિંહે રામ મંદિર ભૂમિ પૂજનથી થોડા કલાકો પહેલાં એક ટ્વિટ કર્યું છે અને તેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્વિટનો ઉલ્લેખ કર્યો છે. 

अति प्रिय मोहि इहाँ के बासी। मम धामदा पुरी सुख रासी॥⁰हरषे सब कपि सुनि प्रभु बानी। धन्य अवध जो राम बखानी॥#JaiShriRam https://t.co/OyjJSVaLOt

— Rajnath Singh (@rajnathsingh) August 5, 2020

- થોડીવાર પહેલાં હનુમાનગઢીમાં કોઇની પણ અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને કોઇપણ ફૂલ અને પ્રસાદને લઇને મંદિરમાં જઇ શકશે નહી. અત્યારે હનુમાનગઢીમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. 

- યૂપીના સીએમ યોગી આદિત્યનાથે તમામ રામ ભક્તોને અભિનંદન કરતાં અત્યારે એક ટ્વિટ કર્યું છે અને શુભેચ્છા પાઠવી છે. 

प्रिय राम भक्तों, आपका अभिनंदन, आपको बधाई

जय श्री राम!

— Yogi Adityanath (@myogiadityanath) August 5, 2020

- આજે રામ મંદિરના ભૂમિ પૂજન પહેલાં હનુમાનગઢી પહોંચી બાબા રામદેવે દર્શન કર્યા અને કહ્યું કે હનુમાનજી પાસે આર્શિવાદ માંગવા આવ્યા છે કોઇપણ વિધ્ન વિના રામ મંદિરનું નિર્માણ કાર્ય પુરૂ થઇ જશે. રામદેવે કહ્યું કે રામ ફ્ક્ત પ્રભુ નથી, તે આપણી સંસ્કૃતિ છે. તેમણે કહ્યું કે રામ મંદિરની સાથે સાથે રામ રાજ્યનો સંકલ્પ પણ પુરો થશે. 

 

Divya Darshans of Bhagwan Shri Ramlalla Virajman from Shri Ram Janmbhoomi complex.#JaiShriRam #RamMandir4Bharat pic.twitter.com/m44AdMmwH6

— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 5, 2020

-રામલલાને શૃંગાર કરવામાં આવ્યો

- રામ મંદિર દર્શન માર્ગ પર કડક સુરક્ષા. બ્લેક કમાન્ડો સુરક્ષાનું નિરક્ષણ કરી રહ્યા છે.

- ટ્રસ્ટના સભ્ય શ્રીરામ જન્મભૂમિ પહોંચી રહ્યા છે. 

- રામ મંદિરના ભૂમિપૂજન માટે અનુષ્ઠાન શરૂ થઇ ગયું છે. ગૌરી ગણેશની પૂજાથી શરૂઆત કરવામાં આવી છે. 

- સવારે 8 વાગ્યાથી ભૂમિપૂજનના કાર્યક્રમની શરૂઆત થશે. 

— ANI (@ANI) August 5, 2020

- યોગી આદિત્યનાથે રામ ભક્તોને શુભેચ્છા પાઠવી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, ''પ્રિય રામ ભક્તો, તમારો આભાર, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય શ્રી રામ.''

- હનુમાન ગઢી મંદિરને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

- યોગ ગુરૂ રામદેવ હનુમાનગઢી મંદિર પહોંચ્યા. 

- રામ લલાને સવારે-સવારે નવો પોશાક પહેરાવવામાં આવ્યો

- 8 પુજારી રામ જન્મભૂમિ પરિસરમાં પહોંચી ગયા છે. 

ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અયોધ્યામાં ત્રણ કલાકના પ્રવાસે રહેશે. પીએમ મોદીના અયોધ્યામાં લેન્ડ થવાથી લઈને વિદાય થવા સુધીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ પર એક નજર ફેરવીએ...

5  ઓગસ્ટની સવારે દિલ્હીથી પ્રસ્થાન!
9:35 વાગે: દિલ્હીથી સ્પેશિયલ વિમાન રવાના થશે!
10:35 વાગે: લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ!
10:40 વાગે: હેલિકોપ્ટરથી અયોધ્યા માટે પ્રસ્થાન !
11:30 વાગે: અયોધ્યા સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ!
11:40 વાગે: હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ દર્શન પૂજા!
12 વાગે: રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ!
10 મિનિટમાં રામલલા વિરાજમાનના દર્શન-પૂજન!
12:1 વાગે: રામલલા પરિસરમાં પારિજાતનો છોડ રોપશે!
12:30 વાગે:  ભૂમિપૂજન કાર્યક્રમ આરંભ!
12:40 વાગે: રામ મંદિરની આધારશીલાની સ્થાપના!
1.10 વાગે: નૃત્યગોપાલ દાસ વેદાંતી સહિત ટ્રસ્ટ કમિટી સાથે કરશે મુલાકાત!
2:05 વાગે: સાકેત કોલેજના હેલિપપેડ માટે પ્રસ્થાન!
2:20 વાગે: લખનઉ માટે ઉડશે હેલિકોપ્ટર !

કાર્યક્રમ સ્થળના મંચ પર હશે 5 લોકો
1. નરેન્દ્ર મોદી, પીએમ
2. મહંત નૃત્યગોપાલદાસ, અધ્યક્ષ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર
3. યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી
4. મોહન ભાગવત, સંઘ પ્રમુખ
5. આનંદીબેન પટેલ, રાજ્યપાલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news