મંદીની મારઃ મારૂતી સુઝુકી ગુરૂગ્રામ અને માનેસરના ઉત્પાદન પ્લાન્ટ બે દિવસ રાખશે બંધ
કંપનીએ 7 અને 9 સપ્ટેમ્બરના રોજ ઉત્પાદન બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આ બંને દિવસ 'નો પ્રોડક્શન ડે' તરીકે ગણવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા તેના ગુરૂગ્રામ અને હરિયાણાના મેનસરનો પેસેન્જર વ્હિકલ ઉત્પાદન પ્લાન્ટ બે દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કંપની 7 અને 9 સપ્ટેમ્બરના રોજ આ બંને પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન નહીં કરે.
બીએસઈને આપેલી અરજીમાં મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, કંપની આ બંને દિવસને 'નો પ્રોડક્શન ડે' તરીકે ગણતરીમાં લેશે. ઉલ્લેખનીય છે કે, બુધવારે બપોરે કંપનીનીના શેર 2.36 ટકા તુટ્યા હતા અને રૂ.142.80 પૈસા ઘટીને તેનો ભાવ રૂ.5,906.95 પૈસા થયો હતો.
મારૂતિ કંપનીના ઓગસ્ટ મહિનાના વેચાણમાં 32.7 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ચાલુ વર્ષે 1,11,370 વાહનનું વેચાણ થયું હતું, જેની સામે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 1,68,725 વાહન વેચાયા હતા.
કંપનીએ 'મિની અને કોમ્પેક્ટ' શ્રેણીમાં ઓગસ્ટ મહિનામાં માત્ર 10,123 વાહનનું ઉત્પાદન કર્યું હતું, જ્યારે ઓગસ્ટ, 2018માં કંપનીએ 35,895 વાહન બનાવ્યા હતા. કંપનીનું કુલ વાહન ઉત્પાદન ઘટીને 65,993 થયું છે, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 1,14,261 વાહનનું કંપનીએ નિર્માણ કર્યું હતું.
ઘરેલુ પેસેન્જર વાહનના વેચાણમાં 36.1 ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટ મહિનામાં 93,173 વાહન વેચાયા હતા, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 1,45,895 વાહન વેચાયા હતા.
કંપનીના લક્ઝરી અને યુટિલીટી સેગમેન્ટના વાહનોના વેચાણમાં સામાન્ય વધારો જોવા માળ્યો છે. કંપનીની જીપ્સી, અર્ટિગા, XL6, વીટારા બ્રેજા અને એસ-ક્રોસ કાર ઓગસ્ટમાં સારી વેચાઈ હતી. ઓગસ્ટ મહિનામાં મારૂતિના યુટિલીટી વાહનમાં 3.1 ટકાનો વધારો નોંધાયો હતો અને 18,522 વાહન વેચાયા હતા, જે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 17,971 વેચાયા હતા.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે