એક કાગળ પર પરમિશન અને પવન જલ્લાદ નિર્ભયાના આરોપીઓનો ફાંસીનો ગાળિયો ખેંચી લેશે...

નિર્ભયા કેસ (Nirbhaya case) ના આરોપીઓનું ડેથ વોરન્ટ જાહેર થઈ ગયું છે. દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટના ચારેય આરોપીઓ મુકેશ, પવન, વિનય અને અક્ષયની ફાંસી માટે 22 જાન્યુઆરીનો દિવસ નક્કી કરાયો છે. આ વાત બહુ જ ઓછા લોકોને ખબર છે કે, જ્યાર સુધી જેલ મેનેજમેન્ટની પાસે ડેથ વોરન્ટ (Death warrant)  નથી આવી જતો, ત્યાર સુધી જેલ મેનેજમેન્ટ કોઈ પણ આરોપીને ફાંસી પર લટકાવી શકાતો નથી.
એક કાગળ પર પરમિશન અને પવન જલ્લાદ નિર્ભયાના આરોપીઓનો ફાંસીનો ગાળિયો ખેંચી લેશે...

અમદાવાદ :નિર્ભયા કેસ (Nirbhaya case) ના આરોપીઓનું ડેથ વોરન્ટ જાહેર થઈ ગયું છે. દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટના ચારેય આરોપીઓ મુકેશ, પવન, વિનય અને અક્ષયની ફાંસી માટે 22 જાન્યુઆરીનો દિવસ નક્કી કરાયો છે. આ વાત બહુ જ ઓછા લોકોને ખબર છે કે, જ્યાર સુધી જેલ મેનેજમેન્ટની પાસે ડેથ વોરન્ટ (Death warrant)  નથી આવી જતો, ત્યાર સુધી જેલ મેનેજમેન્ટ કોઈ પણ આરોપીને ફાંસી પર લટકાવી શકાતો નથી.

IND vs SL T20: છગ્ગો મારીને વિરાટે ટીમ ઈન્ડિયાને અપાવી ભવ્ય જીત

ડેથ વોરન્ટ જાહેર થયા બાદ ફાંસી પર લટકાવવાની પ્રોસેસ શરૂ થાય છે. ડેથ વોરન્ટ પર 'Execution Of A Sentence Of Death' લખાયેલું હોય છે. તેના બાદ પહેલા ખાલી કોલમમાં તે જેલનો નંબર લખાયેલો હોય છે, જે જેલમાં ફાંસી આપવામાં આવનાર છે. 

તેના બાદ આગામી કોલમમાં ફાંસી પર ચઢનારા તમામ આરોપીઓના નામ લખવામાં આવે છે. આગામી ખાલી કોલમમાં કેસનો એફઆઈઆર નંબર લખલામાં આવે છે. તેના બાદની કોલમમાં કયા કોઈ દિવસે બ્લેક વોરન્ટ જાહેર થઈ રહ્યો છે, તે તારીખ પહેલા લખવામાં આવે છે. 

ગુજરાત સરકારના હોંશ ઉડાવી દે તેવો આંકડો, સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 435 બાળકોના મોત

તેના બાદ કોલમમાં ફાંસી આપવાના દિવસ એટલે કે મોતના દિવસની તારીખ લખવામા આવ છે અને કોઈ જગ્યાએ ફાંસી આપવામાં આવશે તેવુ લખવામાં આવે છે. તેના બાદ આગામી કોલમમાં ફાંસી પર ચઢનારા આરોપીઓના નામ સાથે સ્પષ્ટ લખાયેલા હોય છે કે, જે-જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી રહે છે, તેના ગળામાં ફાંસીનો માંચડો ત્યાં સુધી લટકાવવામાં આવે, જ્યા સુધી તેનું મોત ન થઈ જાય અને ફાંસી આપ્યા બાદ મોત સાથે જોડાયેલ સર્ટિફિકેટ અને ફાંસી આપવામાં આવી છે તે લેખિતમાં પરત કોર્ટને જાણ કરવામાં આવે છે. 

સૌથી નીચે સમય, દિવસ અને બ્લેક વોરન્ટ જાહેર કરનારા જજની સાઈન હોય છે. ડેથ વોરન્ટ આવ્યા બાદ જ જલ્લાદને ફાંસીનો ગાળિયો ખેંચવાની પરમિશન આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news