ગુજરાત સરકારના હોંશ ઉડાવી દે તેવો આંકડો, સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 435 બાળકોના મોત

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી સરકારી જીજી હોસ્પિટલમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન 435 જેટલા નવજાત શિશુ (children death) ના મોત થયા છે. જેને લઈને જીજી હોસ્પિટલ (GG hospital) ના સુપરીટેન્ડન્ટ નંદિની બહારી દ્વારા આજે પત્રકાર પરિષદમાં નવજાત શિશુના મોત અંગેની માહિતીઓ આપવામાં આવી હતી.
ગુજરાત સરકારના હોંશ ઉડાવી દે તેવો આંકડો, સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 435 બાળકોના મોત

મુસ્તાક દલ/જામનગર :સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી સરકારી જીજી હોસ્પિટલમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન 435 જેટલા નવજાત શિશુ (children death) ના મોત થયા છે. જેને લઈને જીજી હોસ્પિટલ (GG hospital) ના સુપરીટેન્ડન્ટ નંદિની બહારી દ્વારા આજે પત્રકાર પરિષદમાં નવજાત શિશુના મોત અંગેની માહિતીઓ આપવામાં આવી હતી.

IND vs SL T20: છગ્ગો મારીને વિરાટે ટીમ ઈન્ડિયાને અપાવી ભવ્ય જીત

જીજી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ નંદિની બહારી દ્વારા પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન 10 હજારથી પણ વધુ સગર્ભાવસ્થા મહિલાઓની ઓપીડી કરવામાં આવી છે. જેમાંથી સાડા નવ હજારથી પણ વધુ મહિલા દર્દીઓની ડિલિવરી ખૂબ સારી રીતે કરવામાં આવી. નવજાત શિશુના મોત મામલે મોટાભાગના અધૂરા મહિને જન્મેલા હોય અથવા એક કિલોથી ઓછું વજન હોય તેમજ જન્મજાત ખોટ હોય તેવા શિશુઓનો સમાવેશ થાય છે. તેઓને જામનગર સરકારી નહિ જ, પરંતુ કોઇ પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તો મેડિકલની રીતે બચાવી ન શકાય આવા 435 જેટલા નવજાત શિશુઓનાં મોત થયાં છે. જે ખુબ દુખની વાત છે. પરંતુ આ મુદ્દો ખૂબ જ સંવેદન છે અને આ પ્રકારના નવજાત શિશુનાં મોત ન થાય તે માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે અને તે બાબતે આગામી સમયમાં જીજી હોસ્પિટલ દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

Pics : જેણે પણ આ તસવીરની હકીકત સાંભળી, તે આંસુ સાર્યા વગર ન રહી શક્યા, દુનિયાભરમા પોપ્યુલર બન્યો આ કિસ્સો

જ્યારે ગત મહિનામાં પણ નવજાત શિશુના મોતનો આંકડો જેટલો હતો અને ખાસ કરીને હાલ જ્યારે શિયાળાનો સમય ચાલી રહ્યો હોય ત્યારે નવજાત શિશુને શિયાળાની ઠંડીની અસર વ્યાપક પ્રમાણમાં થતી હોય છે. જેથી ચાલુ જાન્યુઆરી મહિનામાં પણ મોતનો આંકડો થોડો વધારે જોવા મળી રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં સરેરાશ દર મહિને 30થી પણ વધુ નવજાત શિશુનાં મોત થતો હોવાનું ખુદ જીજી હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે સ્વીકાર્યું હતું.

જીજી હોસ્પિટલના સ્ત્રી વિભાગમાં હજી ઘણી ઉણપ હોવાનું પણ સુપરીટેન્ડન્ટ સ્વીકારીને તે માટે ડોક્ટરની અછત છે, તે પણ તાત્કાલિક પૂરી કરવામાં આવશે તેવું જણાવ્યું. જ્યારે કે, જીજી હોસ્પિટલના મહિલા પ્રસૂતિ વિભાગમાં મહિલા સગર્ભા દર્દીઓને કલાકો સુધી હેરાન થવું પડે છે. તે અંગે પણ ઓછી સગવડતા હોસ્પિટલમાં હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે, હજુ થોડાં ડોકટર અને સ્ટાફની અસુવિધા છે. આ મામલે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે અને જો પૂરતો સ્ટાફ અને ડોક્ટરો પણ મળી રહે તો આ પ્રમાણે સગર્ભા મહિલાઓને થતી હેરાનગતિ પણ ઘટી શકશે. જોકે રાજ્ય સરકાર દ્વારા પ્રસૂતિ વિભાગ માટે રૂપિયા 25 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે અને તેની કાર્યવાહી પણ ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news