One Nation One Health Card લાવવાની તૈયારીમાં સરકાર, 15 ઓગસ્ટે PM કરી શકે છે જાહેરાત

વન નેશન વન રાશન કાર્ડ બાદ હવે કેન્દ્ર સરકાર વન નેશન વન હેલ્થ કાર્ડ (One Nation One Health Card) યોજનાને લાગૂ કરવા જઈ રહી છે. 
 

One Nation One Health Card લાવવાની તૈયારીમાં સરકાર, 15 ઓગસ્ટે PM કરી શકે છે જાહેરાત

નવી દિલ્હીઃ વન નેશન વન રાશન કાર્ડ (One Nation One Ration Card) (One Nation One Ration Card) બાદ હવે કેન્દ્ર સરકાર વન નેશન વન હેલ્થ કાર્ડ (One Nation One Health Card) યોજના લાગૂ કરવા જઈ રહી છે. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) તેની જાહેરાત કરી શકે છે. 

હકીકતમાં સરકાર દેશના લોકોનો હેલ્થ રેકોર્ડ ડિજિટલ કરવાની તૈયારી કરી રહી છે. જે હેઠળ આ યોજના લાગૂ કરવામાં આવી રહી છે. આ હેઠળ દરેક વ્યક્તિવના અત્યાર સુધીની ટ્રિટમેન્ટ અને ભવિષ્યમાં થનારી સારવારની જાણકારી તેમાં સામેલ કરવામાં આવશે. તેનાથી સૌથી મોટો ફાયદો તે થશે કે દેશમાં કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટરની પાસે જ્યારે સારવાર કરાવવા જશો તો સાથે તમારે દરેક પત્રો અને ટેસ્ટ રિપોર્ટ લઈ જવા પડશે નહીં. માત્ર યૂનિક આઈડી દ્વારા જ ડોક્ટર તમારા બધા મેડિકલ રિપોર્ટ જોઈ લેશે. 

આ પ્રક્રિયાને સફળ બનાવવા માટે બધી હોસ્પિટલ, ક્લિનિકને એક સેન્ટ્રલ સર્વર સાથે લિંક કરવામાં આવશે. ત્યારબાદ યોજનાને ફેઝ વાઇઝ લાગૂ કરવામાં આવશે. મહત્વનું છે કે સરકારે અત્યાર સુધી આ સુવિધાને લોકોની મરજી પર છોડી છે કે તે તેનો લાભ લેવા ઈચ્છે છે કે નહીં. 

સરકારે પોતાના નિદેવનમાં તે સ્પષ્ટ કર્યું કે, આધાર કાર્ડના આધાર પર હેલ્થ કાર્ડ બનાવવાની ભલામણ કરવામાં આવશે, પરંતુ તે લોકો માટે ફરજીયાત નહીં હોય. આ યોજના સાથે જોડાવું કે નહીં તે લોકો નક્કી કરશે. 

તમને જણાવી દઈએ કે સરકારે આ યોજનાના પ્રથમ તબક્કા માટે 500 કરોડનું બજેટ રાખ્યું છે. સરકારે જણાવ્યું કે, આ યોજનાના માધ્યમથી દેશના હેલ્થ વાતાવરણને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો લોકોની વ્યક્તિગત જાણકારી સિક્યોર અને પ્રાઇવેટ રાખવાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news