ચિદમ્બરમનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-'ખોટા હાથમાં અર્થવ્યવસ્થા, દેશનો GDP 1.5%'

આઈએનએક્સ મીડિયા કેસ (INX Media Case) માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પી ચિદમ્બરમે (P Chidambaram) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સરકાર મારો અવાજ દબાવી શકશે નહીં. કોઈ પણ આરોપ વગર નેતાઓની ધરપકડ કરાઈ. મંત્રી તરીકે મારો રેકોર્ડ અને અંતરાત્મ ચોખ્ખા છે.

ચિદમ્બરમનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-'ખોટા હાથમાં અર્થવ્યવસ્થા, દેશનો GDP 1.5%'

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા કેસ (INX Media Case) માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ પી ચિદમ્બરમે (P Chidambaram) આજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે સરકાર મારો અવાજ દબાવી શકશે નહીં. કોઈ પણ આરોપ વગર નેતાઓની ધરપકડ કરાઈ. મંત્રી તરીકે મારો રેકોર્ડ અને અંતરાત્મ ચોખ્ખા છે. મારી સાથે કામ કરનારા અધિકારીઓ, સંપર્ક રાખનારા બિઝનેસમેન અને પત્રકારો આ વાત સારી પેઠે જાણે છે. જેલમાંથી 106 દિવસ બાદ છૂટકારો થયા બાદના પળો અંગેના અનુભવો વર્ણવતા તેમણે કહ્યું કે જ્યારે ગઈ  કાલે રાતે લગભગ આઠ વાગ્યે છૂટ્યો તો મારા ખ્યાલ અને દુઆઓમાં સૌથી પહેલા કાશ્મીર ઘાટીના 75 લાખ લોકો આવ્યાં કે જેઓ ચાર ઓગસ્ટ 2019 બાદથી મૂળભૂત અધિકારોથી વંચિત છે. 

પી ચિદમ્બરમે કહ્યું કે ખાસ કરીને તે રાજકીય નેતાઓ માટે ચિંતિત છું જેમને કોઈ પણ આરોપ વગર અટકાયતમાં રાખવામાં આવ્યાં. આઝાદી અમૂલ્ય છે. આથી જો આપણે આપણી આઝાદી બચાવી હોય તો તેમની આઝાદી માટે લડવું પડશે. આઈએનએક્સ મીડિયા કેસ અંગે પૂછતા તેમણે કહ્યું કે આ મામલો કોર્ટમાં વિચારાધીન છે. આથી આ મુદ્દે  કોઈ ટિપ્પણી નહીં કરું. 

આરબીઆઈ (RBI) ની હાલની ક્રેડિટ પોલીસીની જાહેરાત બાદ દેશની અર્થવ્યવસ્થા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે હાલની સરકાર (Modi Government) ના સમયમાં અર્થવ્યવસ્થાનો વિકાસ દર 8 ટકાથી ઘટીને 4.5 ટકા રહી ગયો. દેશમાં મંદી જેવા હાલાત છે. પરંતુ સરકાર માનવા તૈયાર નથી. તેમણે કહ્યું કે હાલની સ્થિતિ જોતા કહી શકાય કે વર્ષના અંત સુધીમાં જો આ વૃદ્ધિ દર પાંચ ટકા રહે તો આપણે ભાગ્યશાળી સાબિત થઈશું. દેશના મોટા અર્થશાસ્ત્રી ડો.અરવિંદ સુબ્રમણ્યમે 5 ટકાને લઈને ચેતવણી આપી હતી પરંતુ હવે સ્થિતિ તેનાથી પણ ખરાબ છે. તેમણે કહ્યું કે દર વખતની જેમ પીએમ મોદી (Narendra Modi) આ મુદ્દે પણ ચૂપ છે. તેમણે આ મુદ્દે પોતાના મંત્રીઓને ખોટું બોલવાની છૂટ આપેલી છે. 

તેમણે કહ્યું કે અર્થશાસ્ત્રીઓના જણાવ્યાં મુજબ તેનું પરિણામ એ આવ્યું કે સરકાર અર્થવ્યવસ્થાને સંભાળવાને લઈને અસક્ષમ મેનેજર સાબિત થઈ છે. દેશની અર્થવ્યવસ્થા ખોટા હાથમાં છે. ટેક્સ આતંકવાદ, જીએસટી અને નોટંબધીના કારણે દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. 

આ VIDEO પણ જુઓ...

અત્રે જણાવવાનું કે આઈએનએક્સ મીડિયા કેસમાં પી ચિદમ્બરમને મની લોન્ડરિંગ સંબંધિત ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે જ જામીન આપ્યાં. આ કેસમાં ચિદમ્બરમ પર સીબીઆઈ અને ઈડીએ બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરી હતી. ચિદમ્બરમની 21 ઓગસ્ટના રોજ સીબીઆઈએ ધરપકડ કરી હતી. 22 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે સીબીઆઈના કેસમાં જામીન આપ્યાં હતાં પરંતુ તે અગાઉ ઈડીએ 17 ઓક્ટોબરે જ પોતાના કેસ અંતર્ગત ચિદમ્બરમની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેમને 2 લાખના બોન્ડ અને બે સિક્યુરિટી બાદ જામીન આપ્યાં છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આદેશ વગર ક્યાંય પ્રવાસ કરી શકશે નહીં. સાક્ષીઓ સાથે પણ કોઈ પણ પ્રકારનો સંપર્ક કરી શકશે નહીં. આ કેસ સંબંધે કોઈ પણ રીતે જાહેર નિવેદન કે પ્રેસ કોન્ફરન્સ કરી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news