પાક-ચીનની જુગલબંધી મોટો ખતરો, ટકરાવની આશંકા નકારી શકાય નહીંઃ આર્મી ચીફ
આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યુ કે, દેશની સેના ન માત્ર પૂર્વી લદ્દાખમાં પરંતુ ઉત્તરી બોર્ડર પર પણ હાઈ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યુ કે, દેશની સેના ન માત્ર પૂર્વી લદ્દાખમાં પરંતુ ઉત્તરી બોર્ડર પર પણ હાઈ એલર્ટ મોડમાં છે. અહીં સેના દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. આર્મી ચીફે પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પાછલું વર્ષ પડકારોથી ભરેલું હતું. સરહદ પર તણાવ હતો અને કોરોના સંક્રમણનો પણ ખતરો હતો. પરંતુ સેનાએ તેનો સફળતાથી સામનો કર્યો છે.
સેના પ્રમુખ એમએમ નરવણેએ કહ્યુ કે, પાકિસ્તાન અને ચીન મળીને ભારત માટે એક શક્તિશાળી ખતરો પેદા કરે છે અને ટકરાવની આશંકાને દૂર ન કરી શકાય. તેમણે કહ્યું કે, અમે ઉત્તરી સરહદ પર અને લદ્દાખમાં ઉચ્ચ સ્તરની તૈયારીઓ કરી છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ.
Pakistan and China together form a potent threat and the threat of collusivity cannot be wished away: Army Chief MM Naravane https://t.co/VrxrifD6oH
— ANI (@ANI) January 12, 2021
લદ્દાખ અને ઉત્તરી સરહદની તૈયારીઓ વિશે જણાવતા આર્મી ચીફે કહ્યું કે, સેનાએ ઠંડીને લઈને સંપૂર્ણ તૈયારી કરી છે. લદ્દાખની સ્થિતિની જાણકારી આપતા સેના પ્રમુખે કહ્યું કે, અમને શાંતિપૂર્ણ સમાધાનની આસા છે, પરંતુ અમે કોઈ આકસ્મિત પડકારનો સામનો કરવા માટે પણ તૈયાર છીએ. તે માટે ભારતની તમામ લોજિસ્ટિક તૈયારી સંપૂર્ણ છે.
સેના પ્રમુખે કહ્યું કે, અમે પૂર્વી લદ્દાખમાં એલર્ટ છીએ. ચીનની સાથે કોર્પ્સ કમાન્ડર લેવલની આઠમાં રાઉન્ડની વાર્તા થઈ ચુકી છે અને અમે આગામી રાઉન્ડની રાહ જોઈ રહ્યાં છીએ. અમને આસા છે કે સંવાદ અને સકારાત્મક પહેલથી આ મુદ્દાનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે, કોઈપણ આપાત સ્થિતિનો સામનો કરવા માટે અમારી તૈયારી ઉચ્ચ કક્ષાની છે અને અમારી સેનાનું મનોબળ ઊંચુ છે.
પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા આર્મી ચીફે કહ્યું કે, પાકિસ્તાન હજુ પણ આતંકવાદની સાથે છે, પરંતુ આતંકવાદ પ્રત્યે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. અમે અમારા પસંદના સમય, સ્થાન અને લક્ષ્ય પર પ્રતિક્રિયા આપવાનો અમારો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ, આ સ્પષ્ટ સંદેશ અમે સરહદ પર બેઠેલા પાડોસી દેશને આપી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે