દેશના ભાગલા એ આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે (Jitendra Singh) શુક્રવારે દેશના ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પર કોઈ ચર્ચા ન થાત.

દેશના ભાગલા એ આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે (Jitendra Singh) શુક્રવારે દેશના ભાગલાને આધુનિક ભારતની સૌથી મોટી ભૂલ ગણાવી. તેમણે કહ્યું કે જો વિભાજન ન થયું હોત તો આજે જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir) પર કોઈ ચર્ચા ન થાત. નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં બોલતા જિતેન્દ્ર સિંહે કહ્યું કે "આધુનિક ભારતમાં સૌથી મોટી ભૂલ વિભાજન હતું. ગાંધીજીએ કહ્યું હતું કે જો ભાગલા થશે તો મારી લાશ પર થશે. તેઓ પહેલા સ્વતંત્રતા દિવસના અવસરે નિરાશ હતાં અને બંગાળ જવા માટે રવાના થઈ ગયા હતાં."

પીએમઓ રાજ્યમંત્રીએ કહ્યું કે શું આપણે સમજી ગયા હતાં કે ભાગલા ફક્ત કેટલાક લોકોની મહત્વકાંક્ષાના કારણે થયા હતાં. એક મોટા વર્ગે ભાગલાનો વિરોધ કર્યો હતો. જો તે વખતે ભાગલા ન  પડ્યા હોત તો આજે જમ્મુ અને કાશ્મીર પર ચર્ચા ન થાત. તેમણે કહ્યું કે ન તો કલમ 370 હોત અને ન તેની નાબુદીનો મુદ્દો. તમે જોઈ શકો છો કે ઈતિહાસમાં એક દુર્ઘટના સાથે આપણે કેટલા આગળ કે પાછળ જતા રહ્યાં. 

જુઓ LIVE TV

કેન્દ્ર સરકારમાં ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસની જવાબદારી સંભાળી રહેલા મંત્રીએ વધુમાં કહ્યું કે બેરાષ્ટ્ર સિદ્ધાંત, જેના આધારે વિભાજન કરાયું હતું તે જે દિવસે બાંગ્લાદેશનું સર્જન થયું ત્યારે નિરર્થક સાબિત થઈ ગયું. આ કાર્યક્રમમાં આરએસએસ નેતા ઈન્દ્રેશકુમાર પણ હાજર હતાં.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news