આજે 21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર ઘટ્યો

દિલ્હીની સાથે જ મુંબઇમાં લોકોને પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા સામે રહાત મળી રહી છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે

આજે 21 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલના ભાવમાં 17 પૈસા પ્રતિ લીટર ઘટ્યો

નવી દિલ્હી: દેશભરમાં દિવાળીની તૈયારી કરી રહેલા લોકો માટે પેટ્રોલ અને ડીઝલ પણ દિવસેને દિવસે રાહત પહોંચાડી રહ્યું છે. પાછલા કેટલા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડા જોવા મળી રહ્યો છે. રવિવારે પણ દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 21 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

દિલ્હીની સાથે જ મુંબઇના લોકોને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે રહાત મળી રહી છે. મુંબઇમાં રવિવારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે પેટ્રોલનો ભાવ 84.28 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. ત્યારે ડીઝલના ભાવમાં 18 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે ડીઝલનો ભાવ 76.88 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

13वें दिन भी सस्'€à¤¤à¤¾ हुआ पेट्रोल-डीजल, दिल्'€à¤²à¥€ में 80 रुपये/ली के नीचे आया पेट्रोल, जानें आज के रेट

તમને જણાવી દઇએ કે શનિવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો હતો. રાજધાનીમાં પેટ્રોલનો ભાવ 78.99 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ત્યારે ડીઝલના ભાવમાં શનિવારે 11 પૈસાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે પેટ્રોલનો ભાવ 73.53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. ત્યારે મુંબઇમાં શનિવારે પેટ્રોલના ભાવમાં 19 પૈસા પ્રતિ લીટર ઘટ્યો હતો. આ સાથે પેટ્રોલનો ભાવ 84.49 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. જ્યારે ડીઝલના ભાવમાં 12 પૈયા ઘટાડા સાથે 77.06 રૂપિયા પ્રતિ લીટર ભાવ થઇ ગયો હતો.

પાછલા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસા ઘટાડા સાથે પેટ્રોલનો ભાવ 80 રૂપિયાથી નીચે થઇ ગયો હતો. પેટ્રોલની કિંમત 79.55 પ્રતિ લીટર થઇ ગઇ હતી. ત્યારે ડીઝલના ભાવમાં પણ 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાવ્યો હતો. જેનાથી દિલ્હીમાં મંગળવારે ડીઝલનો ભાવ 73.78 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો હતો. બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો.

1 दिन में 10 राज्'€à¤¯à¥‹à¤‚ ने 5 रुपए सस्'€à¤¤à¤¾ किया पेट्रोल-डीजल, जानिए आपके यहां क्'€à¤¯à¤¾ होगी कीमत

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ મહીનામાં તેના રેકોર્ડ તોડ્યો છે. તે દરમિયાન વિપક્ષે સતત સરકાર પર વધતી કિંમતોને લઇ પ્રહાર કર્યા હતા. ત્યારે, સરકારે જવાબ આપતી હતી કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક બજારમાં વધતા ક્રૂડ ઓઇલની કિંમત છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ-પેટ્રોલના ભાવમાં 2.50 રૂપિયા ઘટાડો કર્યાની જાહેરતા કરી હતી ત્યારે રાજ્ય સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનું જણાવ્યું હતું. જેનાથી લોકોને થોડી રાહત થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news