PM મોદીએ પણ જોયો સૂર્યગ્રહણનો નજારો, પરંતુ રહી ગઈ આ કસર

Solar Eclipse 2019: પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશવાસીઓની જેમ હું પણ સૂર્યગ્રહણ (solar eclipse)  જોવા માટે ઉત્સુક હતો. દુર્ભાગ્યવશ અમે ગાઢ વાદળોના કારણે સૂર્ય જોઈ શક્યા નહીં. પરંતુ કોઝિકોડમાં લાઈવ સ્ટ્રીમ દ્વારા અમને આ નજારો જોવા મળી ગયો. એક્સપ્રટ સાથે અમે આ આંગે જાણકારી મેળવી. 

PM મોદીએ પણ જોયો સૂર્યગ્રહણનો નજારો, પરંતુ રહી ગઈ આ કસર

નવી દિલ્હી: દુનિયાભરના લોકો આજે સૂર્યગ્રહણ (solar eclipse) જોવા માટે ઉત્સુક જોવા મળ્યા. જો કે દિલ્હીમાં આકાશ ચોખ્ખુ ન હોવાના કારણે લોકો સૂર્યગ્રહણ જોઈ શક્યા નહીં. આ વાતની કસક પીએમ મોદી (Narnendra Modi) ને પણ રહી ગઈ. પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીમાં આકાશ વાદળછાયું હોવાના કારણે તેઓ સૂર્યગ્રહણ સીધુ જોઈ શક્યા નહીં. પરંતુ તેમણે લાઈવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડની તસવીરો જોઈ. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશવાસીઓની જેમ હું પણ સૂર્યગ્રહણ (solar eclipse)  જોવા માટે ઉત્સુક હતો. દુર્ભાગ્યવશ અમે ગાઢ વાદળોના કારણે સૂર્ય જોઈ શક્યા નહીં. પરંતુ કોઝિકોડમાં લાઈવ સ્ટ્રીમ દ્વારા અમને આ નજારો જોવા મળી ગયો. એક્સપ્રટ સાથે અમે આ આંગે જાણકારી મેળવી. 

Unfortunately, I could not see the Sun due to cloud cover but I did catch glimpses of the eclipse in Kozhikode and other parts on live stream. Also enriched my knowledge on the subject by interacting with experts. pic.twitter.com/EI1dcIWRIz

— Narendra Modi (@narendramodi) December 26, 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલીક તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં જોવા મળે છે કે ચશ્મા લઈને તેઓ ઘરની બહાર નીકળ્યા હતાં અને સૂર્યને જોવા માંગતા હતાં. પરંતુ વાદળોથી સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાયેલો હતો. નોંધનીય છે કે દક્ષિણ ભારતમાં આ સૂર્યગ્રહણ સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. અહીં ખુબ જ સરસ રીતે રિંગ ઓફ ફાયર જોવા મળી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

આ વર્ષનું આ છેલ્લું સૂર્યગ્રહણ છે. આગામી સૂર્યગ્રહણ 21 જૂને થશે. અબુ ધાબીથી પણ મળેલી અદભૂત તસવીરોમાં રિંગ ઓફ ફાયર જોવા મળી. આ સૂર્યગ્રહણ સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ કહેવાઈ રહ્યું છે. ખાડી દેશો સહિત સમગ્ર એશિયામાં જોઈ શકાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ સૂર્યગ્રહણ પડી રહ્યું છે. 

કેવી રીતે બને રિંગ ઓફ ફાયર
હકીકતમાં જ્યારે ચંદ્રમાં સૂર્ય અને  પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો ફક્ત કિનારાવાળો ભાગ જ જોવા મળે છે. આવામાં એક ચમકતી રિંગ જોવા મળે છે. આ રિંગને રિંગ ઓફ ફાયર કહે છે. જ્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય ત્યારે જ આ જોવા મળે છે. ચંદ્રમાનો આકાર નાનો હોવાના કારણે તે સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી શકતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news