PM મોદીએ મણિપુરને આપી આ ખાસ ભેટ, લાખો લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરને એક મોટી ભેટ આપી. હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટની આધારશિલા રખાઈ. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટકાળમાં પણ દેશ અટક્યો નથી. દેશ થોભ્યો નથી અને દેશ થાક્યો નથી. જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે મજબૂતાઈથી લડત લડતા રહેવાનું છે. 

PM મોદીએ મણિપુરને આપી આ ખાસ ભેટ, લાખો લોકોને મળશે પીવાનું શુદ્ધ પાણી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરને એક મોટી ભેટ આપી. હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટની આધારશિલા રખાઈ. આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટકાળમાં પણ દેશ અટક્યો નથી. દેશ થોભ્યો નથી અને દેશ થાક્યો નથી. જ્યાં સુધી વેક્સિન ન આવી જાય ત્યાં સુધી આપણે મજબૂતાઈથી લડત લડતા રહેવાનું છે. 

પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોનાને પહોંચી વળવામાં લાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લગભગ 25 લાખ લોકોને મફત અનાજ મળ્યું છે. દોઢ લાખથી વધુ મહિલાઓને મફત સિલિન્ડર મળ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે રોજ એક લાખ પાણીના કનેક્શન અપાઈ રહ્યાં છે. 

— ANI (@ANI) July 23, 2020

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ ભરોસો વ્યક્ત કર્યો કે પૂર્વોત્તરમાં પૂર પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સતત મદદ કરવામાં આવે છે. આજના જળ પ્રોજેક્ટથી ફક્ત આજ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓને ફાયદો પહોંચવાનો છે. શુદ્ધ પાણી ફક્ત તરફ જ નહીં છીપાવે પણ લોકોને સ્વસ્થ રાખવામાં અને રોજગારી આપવાનું પણ કામ કરશે. 

પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષ જ્યારે જળ જીવન મિશનની શરૂઆત થઈ રહી હતી ત્યારે મેં કહ્યું હતું કે આપણે પહેલાની સરકારોની સરખામણીએ ઝડપથી કામ કરવું પડશે. આપણું લક્ષ્યાંક 15 કરોડ પરિવારો સુધી પાણી પહોંચાડવાનું હતું, લોકડાઉનના સમયે પણ ગામડે ગામડે પાઈપલાઈન બીછાવવામાંઆવી. પીએમ મોદીએ કહ્યું કે સરકાર તરફથી નાગરિકોને જીવન જીવવા માટે સારી સુવિધાઓ આપવાનું કામ થઈ રહ્યું છે. 

— ANI (@ANI) July 23, 2020

આ દરમિયાન પોતાના સંબોધનમાં રાજ્યના મુખ્યમંત્રી બીરેન સિંહે કહ્યું કે રાજ્ય સરકારના ફક્ત એક પત્ર પર પીએમઓએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી. કેન્દ્ર તરફથી રાજ્યને સતત મદદ મળી રહી છે. 

મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં પ્રત્યેક ગ્રામીણ પરિવારને સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પેયજળ ઉપલબ્ધ કરાવવા માટેના કેન્દ્રના જળ જીવન મિશનનો ભાગ છે. કેન્દ્રએ મણિપુરને 1,42,749 ઘરો સાથે 1,185 વસ્તીઓને કવર કરવા માટે ઘરેલુ નળ કનેક્શન માટે ફંડ આપ્યું છે. 

જુઓ LIVE TV

રાજ્ય સરકારે ધનના વધારાના સ્ત્રોતના માધ્યમથી બાકીના ઘરોને કવર કરવાની યોજના બનાવી છે જેમાં પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ વિભાગથી મળેલું ફંડ પણ સામેલ છે. બહારથી જે ફંડ મળેલુ છે તેમાં આ પ્રોજેક્ટમાં ગ્રેટર ઈમ્ફાલ યોજના ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરોને કવર કરતા 25 કસ્બા અઆને 1731 ગ્રામીણ વસ્તીમાં ઘરેલુ નળ કનેક્શન પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાઈ છે. 

સરકારે એક નિવેદનમાં કહ્યું કે મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધીમાં 'હર ઘર જલ'ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના મહત્વના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news