ભક્તો માટે કુબેર ભંડારીનું બંધ મંદિર ફરીથી ખુલ્લુ મૂકાયું

પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડભોઇ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર આજથી ફરી શરૂ થયું છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકારે મંદિર બંધ કરાવ્યું હતું. ત્યારે આજથી ભક્તો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. મંદિરના રજની મહારાજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ભક્તોને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, કરણી સેનાની ચીમકી બાદ તંત્રએ મંદિર ખોલવાની આપી મંજૂરી આપી છે. મંદિર બંધ કરાવતા કરણી સેનાએ આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.
ભક્તો માટે કુબેર ભંડારીનું બંધ મંદિર ફરીથી ખુલ્લુ મૂકાયું

રવિ અગ્રવાલ/વડોદરા :પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ડભોઇ કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર આજથી ફરી શરૂ થયું છે. કોરોનાનું સંક્રમણ વધતા સરકારે મંદિર બંધ કરાવ્યું હતું. ત્યારે આજથી ભક્તો સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. મંદિરના રજની મહારાજે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ભક્તોને આ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, કરણી સેનાની ચીમકી બાદ તંત્રએ મંદિર ખોલવાની આપી મંજૂરી આપી છે. મંદિર બંધ કરાવતા કરણી સેનાએ આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?

વડોદરામાં તબીબો હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. વડોદરામાં આજે બે તબીબોનું કોરોનાથી મોત નિપજ્યું છે. સયાજી હોસ્પિટલના તબીબ એલ એન ચૌહાણનું કોરોનાથી દુઃખદ મોત થયું છે. તેઓ સયાજી હોસ્પિટલમાં સિનિયર ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અગાઉ ગોત્રી હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ રહી ચૂક્યા છે. 

અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન બન્યું

તો વડોદરામાં લાઇફ લાઇન હોસ્પિટલના એમડી ડો. વિશાલ ગુપ્તાનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે. દર્દીઓની સારવાર દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયા હતા. ત્યારે તેમનુ આજે મોત થતા તબીબી આલમમાં સન્નાટો છવાયો છે. લોકોએ તબીબને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news