તમે પ્રમાણિક કરદાતા છો?...તો તમારા માટે સારા સમાચાર, PM મોદી આજે લોન્ચ કરશે શાનદાર સ્કિમ

જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરશે. પીએમ મોદીએ  કહ્યું કે તેનાથી આપણી કર પ્રણાલીમાં સુધારો આવશે અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ બળ મળશે. આ પગલું પ્રમાણિકતાથી ટેક્સ ભરનારા લોકોને પુરસ્કૃત કરવાની દિશા હશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુરુવારે 13 ઓગસ્ટના રોજ સવાર 11 વાગે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરવામાં આવશે. તે આપણી કર પ્રણાલીમાં સુધાર અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ મજબુતી આપશે. આ અનેક ઈમાનદાર કરદાતાઓ માટે ફાયદાકારક રહેશે. જેમની આકરી મહેનત દેશને આગળ વધારવાની શક્તિ પ્રદાન કરે છે. 

 તમે પ્રમાણિક કરદાતા છો?...તો તમારા માટે સારા સમાચાર, PM મોદી આજે લોન્ચ કરશે શાનદાર સ્કિમ

નવી દિલ્હી: જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરશે. પીએમ મોદીએ  કહ્યું કે તેનાથી આપણી કર પ્રણાલીમાં સુધારો આવશે અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ બળ મળશે. આ પગલું પ્રમાણિકતાથી ટેક્સ ભરનારા લોકોને પુરસ્કૃત કરવાની દિશા હશે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગુરુવારે 13 ઓગસ્ટના રોજ સવાર 11 વાગે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન  'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરવામાં આવશે. તે આપણી કર પ્રણાલીમાં સુધાર અને તેને સરળ બનાવવાના પ્રયત્નોને વધુ મજબુતી આપશે. આ અનેક ઈમાનદાર કરદાતાઓ માટે ફાયદાકારક રહેશે. જેમની આકરી મહેનત દેશને આગળ વધારવાની શક્તિ પ્રદાન કરે છે. 

નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ ટ્વિટ દ્વારા આ યોજનાને ભારત માટે સરળ અને પારદર્શક કરવેરા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. અત્રે જણાવવાનું કે કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કરાશે. જેમાં વિભિન્ન ઉદ્યોગ મંડળ, વેપાર સંગઠન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંઘ અને જાણીતા કરદાતાઓ સામેલ થશે. 

જો કે નિવેદનમાં સુધારાઓ અંગે કશું કહેવાયું નથી. પરંતુ મંચની શરૂઆતની સાથે છેલ્લા છ વર્ષમાં પ્રત્યક્ષ કર (Direct Tax)ના મોરચે જે સુધારા કરાયા છે તેને વધુ આગળ લઈ જવાની આશા છે. અત્રે જણાવવાનું કે સુધારામાં ગત વર્ષ કંપની કરના દરને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવામાં આવ્યો અને નવી વિનિર્માણ કંપનીઓ માટે 15 ટકા કરવામાં આવ્યો તથા લાભાંશ વિતરણ કર હટાવાયો, અધિકારી અને કરદાતાઓના આમને સામને થયા વગર આકલન વગેરે સામેલ છે. નિવેદનમાં કહેવાયું છે કે ટેક્સ સુધારા હેઠળ કરના દરોમાં કમી કરવી અને પ્રત્યક્ષ કર કાયદાના સરલીકરણ પર ભાર રહ્યો છે. આવકવેરા વિભાગના કામકાજમાં દક્ષતા અને પારદર્શકતા લાવવા માટે પણ સીબીડીટી (CBDT) દ્વારા અનેક પહેલ કરાઈ છે. 

નાણાકીય વર્ષ 2020-21ના બજેટમાં કરદાતાઓ માટે ચાર્ટર (ઘોષણાપત્ર)ની જાહેરાત થઈ છે. જે મુજબ તેને બંધારણીય દરજ્જો આપવા અને આવકવેરા વિભાગ દ્વારા નાગરિકોને સમયબદ્ધ સેવાઓ દ્વારા અધિકાર સંપન્ન બનાવવાની આશા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે ચાર્ટરથી કરદાતા અને પ્રશાસન વચ્ચે ભરોસો સુનિશ્ચિત થશે. ઉત્પીડન સમાપ્ત થશે. આ સાથે જ વિભાગની દક્ષતા પણ વધશે. 

નિવેદન મુજબ કરસુધારામાં હાલમાં જ શરૂ કરાયેલી દસ્તાવેજ ઓળખ સંખ્યા (DIN) દ્વારા અધિકૃત સંચારમાં વધુ પારદર્શકતા લાવવાનું પણ  સામેલ છે. જે મુજબ વિભાગના દરેક સંચાર કે પત્ર વ્યવહાર પર કોમ્પ્યુટર સૃજિત એક અનોખી દસ્તાવેજ ઓળખ સંખ્યા અંકિત હોય છે. એ જ રીતે કરદાતાઓ માટે અનુપાલનને વધુ સરળ બનાવવા માટે આવકવેરા વિભાગ હવે પહેલેથી ભરેલા આવકવેરા રિટર્ન ફોર્મ પ્રસ્તુત કરવા લાગ્યું છે. જેથી કરીને વ્યક્તિગત  કરદાતાઓ માટે અનુપાલનને વધુ સુવિધાજનક બનાવી શકાય. 

જુઓ LIVE TV

નિવેદન મુજબ સ્ટાર્ટઅપ્સ માટે પણ અનુપાલનના માપદંડોને સરળ બનાવવામાં આવ્યાં છે. પેન્ડિંગ કરવિવાદોનું સમાધાન પેદા કરવા માટેના ઉદ્દેશ્યથી આવકવેરા વિભાગે પ્રત્યક્ષ કર વિવાદથી વિશ્વાસ અધિનિયમ પણ પ્રસ્તુત કર્યો છે. જે મુજબ વર્તમાનમાં વિવાદોને પહોંચી વળવા માટે ઘોષણાઓ દાખલ કરવામાં આવી રહી છે. કરદાતાઓની ફરિયાદ/કેસમાં પ્રભાવકારી રીતે કમી સુનિશ્ચિત કરવા માટે વિભિન્ન કોર્ટમાં વિભાગીય અપીલ દાખલ કરવા માટે Initial monetary limits પણ વધારવામાં આવી છે. 

નિવેદન મુજબ ડિજિટલ લેવડદેવડ અને ચૂકવણીની ઈલેક્ટ્રોનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક ઉપાય કરાયા છે. એટલું જ નહીં આવકવેરા વિભાગે કોવિડ કાલમાં કરદાતાઓ માટે અનુપાલનને સરળ બનાવવા માટે પણ અનેક પ્રયત્નો કર્યા છે. જે હેઠળ રિટર્ન દાખલ કરવા માટે સમયમર્યાદા વધારવામાં આવી છે અને કરદાતાઓના હાથમાં તરલતા કે રોકડ પ્રવાહ વધારવા માટે ઝડપથી રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news