રાજસ્થાનમાં પાયલટની સુનાવણી શરૂ, માનક બન્યા ઇન્ચાર્જ, ત્રણ સભ્યોની કમિટી બનાવી

રાજસ્થાનમાં રાજકીય તણાવ હવે દૂર થયો છે. રાજ્યમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસની સરકાર બચાવવામાં સફળ રહી. ત્યારે હવે અવિનાશ પાંડેની જગ્યાએ કોંગ્રેસે અજય માનકને રાજસ્થાનના જનરલ સેક્રેટરી પ્રભારી બનાવ્યા છે. આ સાથે જ ત્રણ સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે.

Updated By: Aug 16, 2020, 11:27 PM IST
રાજસ્થાનમાં પાયલટની સુનાવણી શરૂ, માનક બન્યા ઇન્ચાર્જ, ત્રણ સભ્યોની કમિટી બનાવી

નવી દિલ્હી: રાજસ્થાનમાં રાજકીય તણાવ હવે દૂર થયો છે. રાજ્યમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત કોંગ્રેસની સરકાર બચાવવામાં સફળ રહી. ત્યારે હવે અવિનાશ પાંડેની જગ્યાએ કોંગ્રેસે અજય માનકને રાજસ્થાનના જનરલ સેક્રેટરી પ્રભારી બનાવ્યા છે. આ સાથે જ ત્રણ સભ્યોની કમિટીની પણ રચના કરવામાં આવી છે.

કોંગ્રેસના બળવાખોર નેતા સચિન પાયલટે કોંગ્રેસ આગળ પોતાની કેટલીક વાતો મુકી હતી. ત્યારબાદ સચિન પાયલટે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી અને બળવાખોર તેવર ટાળીને ફરીથી કોંગ્રેસ સાથે ઉભા જોવા મળ્યા. ત્યારે હવે કોંગ્રેસે પણ સચિન પાયલટની માંગ પર કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો:- પશ્ચિમ બંગાળમાં તણાવ: રાજ્યપાલે CM પર સાધ્યું નિશાન, કહ્યું- સર્વેલન્સ પર રાજભવન

સચિન પાયલટની માંગની સુનાવણી કરતા રાજસ્થાનમાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ ત્રણ સભ્યોની કમિટીમાં અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માનક સામેલ છે. ત્યારે અજય માનકને રાજસ્થાનના જનરલ સેક્રેટરી પ્રભારી બનાવાયા છે.

આ સાથે જ કોંગ્રેસ નેતા સચિન પાયલટે ટ્વિટ પણ કર્યું છે. ત્રણ સભ્યોની કમિટીની નિયુક્તિ પર પાયલટે કોંગ્રેસનો આભાર વ્યક્ત કર્યો છે. પાયલટે કહ્યું કે, રાજસ્થાનમાં સમન્વય સ્થાપિત કરવા માટે અહેમદ પટેલ, કેસી વેણુગોપાલ અને અજય માનકની ત્રણ સભ્યોની કમિટી નિયુક્ત કરવા માટે કોંગ્રેસ નેતૃત્વનો આભાર. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કમિટીના માર્ગદર્શનમાં રાજસ્થાનમાં સંગઠનને એક નવી દિશા મળશે.

આ પણ વાંચો:- પૂર્વ ક્રિકેટર અને મંત્રી ચેતન ચૌહાણનું નિધન, કોરોના વાયરસથી હતા સંક્રમિત

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં રાજસ્થાન કોંગ્રેસમાં તણાવ જોવા મળ્યો હતો. સચિન પાયલટે બળવાખોર તેવર અપનાવ્યો હતો. ત્યારબાદથી સચિન પાયલટના સમર્થનમાં 19 ધારાસભ્યએ કોંગ્રેસથી બળવાખોરી કરી હતી. લગભગ એક મહિના સુધી રાજસ્થાનમાં રાજકીય સંઘર્ષ જોવા મળ્યો હતો. આખરે પાયલટે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમની કોંગ્રેસમાં વાપસી થઇ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર