શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું-, ' અમારી ઈર્ષા કરે છે BJP, 'બર્નોલ'ની પણ સલાહ નહીં આપું'
એક સમયે ભાજપ (BJP) ની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેના (Shivsena) એ હવે ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. આદિત્ય ઠાકરે (Aditya Thackeray) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષ શિવસેનાની ઈર્ષા કરે છે. કારણ કે જે પહેલા સત્તામાં હતાં તે હવે સત્તામાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં આદિત્યએ એમ પણ કહ્યું કે હવે તેઓ સત્તામાંથી બહાર થઈ ગયા છે. જેના કારણે તેઓ દુ:ખી છે અને હું તેમને ક્યારેય બર્નોલ લગાવવાની સલાહ પણ નહીં આપું.
Trending Photos
મુંબઈ: એક સમયે ભાજપ (BJP) ની સહયોગી પાર્ટી રહી ચૂકેલી શિવસેના (Shivsena) એ હવે ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. આદિત્ય ઠાકરે (Aditya Thackeray) એ શુક્રવારે કહ્યું કે વિપક્ષ શિવસેનાની ઈર્ષા કરે છે. કારણ કે જે પહેલા સત્તામાં હતાં તે હવે સત્તામાંથી બહાર થઈ ગયા છે. એટલું જ નહીં આદિત્યએ એમ પણ કહ્યું કે હવે તેઓ સત્તામાંથી બહાર થઈ ગયા છે. જેના કારણે તેઓ દુ:ખી છે અને હું તેમને ક્યારેય બર્નોલ લગાવવાની સલાહ પણ નહીં આપું.
આદિત્ય ઠાકરેએ એમ પણ કહ્યું કે અમે તેમનું દર્દ સમજીએ છીએ પરંતુ અમે અમારા કામ પૂરું ધ્યાન આપીએ છીએ કારણ કે લોકોએ અમારા પર ભરોસો મૂકયો છે. અમે અમારા વચનો પૂરા કરવાનું શરૂ પણ કરી દીધુ છે જેમ કે દેવામાફી, 10 રૂપિયામાં ભોજપ કે પછી લોકોને ઘર ઉપલબ્ધ કરાવવાનું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કહ્યું કે મહા વિકાસ આઘાડી રાજ્યના કલ્યાણ માટે કામ કરતી રહેશે અને અમે આ પ્રકારના ટ્રોલ્સને નજરઅંદાજ કરીશું. તેઓને અમને ટ્રોલ કરવા દો કારણ કે તેઓ સત્તામાં નથી. તેઓ ટ્રોલિંગમાં જ વ્યસ્ત રહે. તેઓ અમને એ જગ્યાએથી ટ્રોલ કરી રહ્યાં છે જ્યાં તેમણે ઈન્ટરનેટ બંધ કર્યું નથી. સારું છે કે તેઓ પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ આ બધુ કરવામાં કરી રહ્યાં છે. હકીકતમાં તેઓ સત્તામાંથી બહાર છે એટલે અમારી ઈર્ષા કરે છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અંગે આપત્તિજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરનારા વડાલાના એક વ્યક્તિનું મુંડન કરાવી નાખવાના મામલે આદિત્યએ કહ્યું કે હું જાણું છું કે આ ટ્રોલર્સ ફક્ત શિવસેનાને ટ્રોલ જ નથી કરતા પરંતુ મહિલા અને મહિલા પત્રકારોને પણ ટ્રોલ કરે છે. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ નારાજ થશે તો તે ટ્રોલિંગમાં વ્યસ્ત થઈ જશે. પરંતુ હું લોકોને આગ્રહ કરું છું કે તેઓ નારાજ ન થાય. હકીકતમાં સત્તામાંથી બહાર થવાના કારણે આ બધુ થઈ રહ્યું છે.
જુઓ LIVE TV
આ રીતે શરૂ થઈ ટ્વીટ વોર
અત્રે જણાવવાનું કે આ આખો મામલો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ની એક ટ્વીટથી શરૂ થયો હતો. દેવેન્દ્ર ફડણવીસે પોતાની ટ્વીટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તેમના નિવેદન બદલ આકરી ટીકા કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે મારું નામ રાહુલ સાવરકર નહીં પરંતુ રાહુલ ગાંધી (Rahul Gandhi) છે. ફડણવીસે કહ્યું હતું કે રાહુલ ગાંધી હિન્દુત્વના વિચારક વીર સાવરકરના પડછાયાને પણ સ્પર્શી શકે નહીં. પતિની ટિપ્પણી બાદ અમૃતા ફડણવીસે (Amruta Fadnavis) શિવસેના અધ્યક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે પોતાના નામની પાછળ ઠાકરે લગાવીને કોઈ ઠાકરે બની જતું નથી. તેમણે ટ્વીટ કરી કે બિલકુલ સાચું દેવેન્દ્ર ફડણવીસજી, પોતાના નામની પાછળ ફક્ત ઠાકરે ઉપનામ લગાવી લેવાથી કોઈ પણ ઠાકરે બની જતું નથી. તેમણે પરિવાર અને સત્તાની ચાહતથી ઉપર લોકો અને પાર્ટીના સભ્યોના સારા માટે સાચા, સિદ્ધાંતિક અને ઈમાનદાર હોવાની જરૂર છે.
જેના પર પલટવાર કરતા શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ઠાકરે પોતાના નામ પર ખરા ઉતરી રહ્યાં હતાં પરંતુ વ્યવસાયે બેંકર અમૃતા ફડણવીસને આ વાત સમજમાં આવી નહીં. ત્યારબાદ અમૃતા ફડણવીસે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર 24 ડિસેમ્બરે એક વીડિયો પોસ્ટ કર્યોજેમાં શિવસેના બેનર હેઠળ મહિલાઓ પોસ્ટરમાં અમૃતા ફડણવીસની તસવીરો પર ચપ્પલ વરસાવી રહી છે. જેમાં લખ્યું છે કે દેખાડો ચપ્પલ, ફેંકો ચપ્પલ, આ તો શોખ છે તમારો જૂનો, અમે તો એ વ્યક્તિ છીએ કે તડકામાં પણ નીખરી આવીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે