'સુપર 30'ના આનંદ કુમારે જણાવી વાસ્તવિક્તા, કહ્યું -નાના શહેરના લોકોની માનસિક્તા કરચલા જેવી
આનંદ કુમારે જણાવ્યું કે, નાના શહેરમાં રહેતા લોકોની માનસિક્તા કરચલા જેવી હોય છે. આ કારણે જ અનેક પ્રભાવશાળી લોકો કોઈ પણ એવી વ્યક્તિને હેરાન કરવા લાગે છે અને તેની નીચો દેખાડવાનો પ્રયાસ કરે છે જે શ્રેષ્ઠી સમાજનો હોતો નથી
Trending Photos
નવી દિલ્હીઃ 'સુપર 30' કોચિંગ સંસ્થાના સંસ્થાપક આનંદ કુમારે જણાવ્યું કે, પટનામાં વંચિત બાળકોને શિક્ષિત કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ માટે તેમણે નાના શહેરના લોકોની કરચલા જેવી માનસિક્તાને જવાબદાર ઠેરવી છે.
કુમારે જણાવ્યું કે, "મુંબઈ જેવા મોટા શહેરમાં અનેક જાણીતી હસ્તીઓ રહે છે, જેઓ એક્તા અને ભાઈચારા સાથે રહે છે. અહીં કોઈ કોઈને નીચે પાડવા માગતું નથી. નાના શહેરમાં આવું નથી જે આપણી કમનસીબી છે. નાના શહેરમાં રહેતા લોકોની માનસિક્તા કરચલા જેવી હોય છે. આ કારણે જ અનેક પ્રભાવશાળી લોકો કોઈ પણ એવી વ્યક્તિને હેરાન કરવા લાગે છે અને તેની નીચો દેખાડવાનો પ્રયાસ કરે છે જે શ્રેષ્ઠી સમાજનો હોતો નથી."
ઉલ્લેખનીય છે કે, આનંદ કુમારે આઈપીએસ અધિકારી અને શિક્ષણશાસ્ત્રી અભયાનંદ સાથે 'સુપર 30' નામના એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને નિશુલ્ક ધોરણે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવામાં આવે છે. આનંદ કુમારે જણાવ્યું કે, આ કામમાં અનેક વખત મારી હત્યા કરી દેવાની ધમકી આપવામાં આવી છે. મારા પરિવારને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હું જાણું છે કે, અમારા હજુ આના કરતાં પણ વધુ સહન કરવાનું છે, પરંતુ તેઓ અમને રોકી શકશે નહીં.
આનંદ કુમારની સંસ્થા 'સુપર 30' પર આધારિત ઋતિક રોશનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'સુપર 30' 12 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આનંદ કુમારને આશા છે કે, તેમની કહાની યુવાનોને તેમનાં સ્વપ્નો સાકાર કરવા માટે પ્રેરણા આપશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે