NIAના હાથ લાગ્યો આતંકીઓનો મોટો પુરાવો, શોધી કાઢ્યું કોડથી વાત કરવાનું ‘પ્લેટફોર્મ’

રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ મોટો ખુલાસો કર્યો છે. તેનાથી માલૂમ પડે છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે મોબાઈલ એપનો સહારો લઈ રહ્યું છે. NIA એ ગત વર્ષ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તપાસ બાદ આ ખુલાસો કર્યો છે. આ મામલાની તપાસમાં જોડાયેલ NIAની એક ટીમે જૈશ-એ-મોહુંદના આ ખાસ એપ વિશે માહિતી મેળવી છે. આ એપનો ઉપયોગ આતંકી ગ્રૂપ ભારત પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. ઝી મીડિયાના હાથ લાગેલા NIAના દસ્તાવેજોથી આ ખુલાસો થયો છે કે, જૈશ text-now નામના મોબાઈલ એપનો ઉપયોગ કરી રહ્યું છે. 

NIAના હાથ લાગ્યો આતંકીઓનો મોટો પુરાવો, શોધી કાઢ્યું કોડથી વાત કરવાનું ‘પ્લેટફોર્મ’

અમદાવાદ :રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ મોટો ખુલાસો કર્યો છે. તેનાથી માલૂમ પડે છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે મોબાઈલ એપનો સહારો લઈ રહ્યું છે. NIA એ ગત વર્ષ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તપાસ બાદ આ ખુલાસો કર્યો છે. આ મામલાની તપાસમાં જોડાયેલ NIAની એક ટીમે જૈશ-એ-મોહુંદના આ ખાસ એપ વિશે માહિતી મેળવી છે. આ એપનો ઉપયોગ આતંકી ગ્રૂપ ભારત પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. ઝી મીડિયાના હાથ લાગેલા NIAના દસ્તાવેજોથી આ ખુલાસો થયો છે કે, જૈશ text-now નામના મોબાઈલ એપનો ઉપયોગ કરી રહ્યું છે. 

અમેરિકા-ઈરાનના ઝઘડા વચ્ચે ઓમાનની ખાડીમાં ફસાયુ ભારતનું INS ત્રિખંડ, વિદેશ મંત્રાલયની એડવાઈઝરી જાહેર

મોબાઈલ એપ કેવી રીતે કામ કરે છે
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના વડાએ આ મોબાઈલ એપનો અનેક ખાસ હેતુઓથી તૈયાર કરાવી છે. પંરતુ તેનો હેતુ વિનાશ ફેલાવવાનો છે. આતંકવાદીઓના આકા આ મોબાઈલ એપના માધ્યમથી આતંકવાદીઓની ભરતી કરે છે. એટલુ જ નહિ, આ એપના ઉપયોગથી આતંકવાદી સંગઠનમાં સામેલ ક્રુર આતંકવાદી એક બીજા સાથે વાત પણ કરે છે અને તબાહી ફેલાવવાનો સંકેતોનું આદાનપ્રદાન પણ કરે છે.

NIAને પાસે એવી પણ માહિતી મળી છે કે, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ આ મોબાઈલ એપ (text-now)ના ઉપયોગથી ભારતમાં ખતરનાક આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. 

Uber અને Hyundaiનો આ પ્લાન સક્સેસફુલ ગયો તો તમે ઉડીને ઓફિસ જઈ શકશો

બાલાકોટમાં છે કન્ટ્રોલ રૂમ
આતંકવાદીઓના આકાઓએ મોબાઈલ એપ (text-now) નો કન્ટ્રોલ રૂમ બાલાકોટમાં બનાવી રાખ્યો છે. જ્યાં આતંકવાદી સંગઠન જેશ-એ-મોહંમદના વડા જમ્મુ-કાશ્મીર અને દેશના અલગ અલગ હિસ્સાઓમા સક્રિય આતંકવાદીઓના સંપર્કમાં રહે છે. 

પુલવામા હુમલાની તપાસમાં NIA ને એમ પણ માહિતી મળી છે કે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF ના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલાનું ષડયંત્ર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના વડા મસૂદ અઝહરે રચી હતી. તેના નાના ભાઈ અબ્દુલ રઉફે આતંકવાદીઓનું બ્રેન વોશ કરીને તેને હુમલો કરવા માટે રાજી કર્યા હતા. મસૂદના ભાઈ રઉફે હુમલા દમરિયાન આ જ મોબાઈલ એપ (text-now)નો ઉપયોગ કરીને તેના દ્વારા આતંકવાદીઓને હુમલા માટે સૂચનો આપ્યા હતા.

ઝી મી઼ડિયાની પાસે પુલવામા હુમલાના ષડયંત્ર દરમિયાન આતંકવાદીઓની વચ્ચે થયેલી વાતચીતની સમગ્ર ડિટેઈલ મોજૂદ છે, જેનાથી માલૂમ પડે છે કે કેવી રીતે સીમા પાર પાકિસ્તાનથી પુલવામા હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ ડિટેઈલ બાદ બાલાકોટ પર એકવાર ફરીથી સર્જિકલ સ્ટ્રાઈકલની જરૂર અનુભવાવા લાગી છે. જેનાથી આતંકીઓના ઈલેક્ટ્રોનિક સંચાર માધ્યમને ધ્વસ્ત કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news