જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકે વગાડી વાંસળી, જુઓ મંત્રમુગ્ધ કરી દેતો આ VIDEO

કુન્હીકૃષ્ણનના આ શાનદાર પ્રદર્શનનો વીડિઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. 
 

જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકે વગાડી વાંસળી, જુઓ મંત્રમુગ્ધ કરી દેતો આ VIDEO

નવી દિલ્હીઃ ભારતીય સંસદની સ્થાયી સમિતિની વર્ષ 2019ની છેલ્લી બેઠક અલગ અંદાજમાં પૂરી થઈ હતી. હકીકતમાં, સોમવાર (30 ડિસેમ્બર)ના આ બેઠક ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)માં સંપન્ન થઈ હતી. આ બેઠકના અંતમાં બેંગલુરૂમાં સેટેલાઇટ સેન્ટરના ડાયરેક્ટર પી કુન્હીકૃષ્ણને વાંસળી વગાડી હતી. 

તમે તે જાણીને ચોંકી જશો કે એક વૈજ્ઞાનિક વાંસળી વાદક પણ હોઈ શકે છે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકનું નામ આવતા એક એવા વ્યક્તિની છબી મગજમાં બને છે જે હંમેશા પુસ્તકોથી ઘેરાયેલા રહેતા હોય. જો વાત ઇસરોના વૈજ્ઞાનિકની હોય તો તેમની છબી તો સેટેલાઇટ અને ગેલેક્સી પર સંશોધન કરનાર વ્યક્તિની બને. 

— Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2019

પરંત, તમને જણાવી દઈએ કે ISROના પી કુન્હીકૃષ્ણન ન માત્ર એક કુશળ વૈજ્ઞાનિક છે પરંતુ એક પ્રોફેશનલ વાંસળી વાદક પણ છે, સ્થાયી સમિતિની બેઠક તેમણે વટાપી ગણપતિમ ભજનની ધુન વગાડીને સંપન્ન કરી હતી. કુન્હીકૃષ્ણનના આ શાનદાર પ્રદર્શનનો વીડિઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news