1.32 લાખનો પગાર, રહેવું-ખાવું ફ્રી...ભારતીય શ્રમિકો માટે વિદેશમાં બંપર નોકરી, આ લોકોને બખ્ખાં!
Israel India Job Drive ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા એવા રાજ્યો છે જ્યાંથી લોકો ઈઝરાયેલ જવા માટે અરજીઓ કરી રહ્યા છે અને દેશના રાજ્યોમાં બનેલા કેન્દ્રોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જે દેશમાં જ્યાં લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ત્યાં ભારતીય નાગરિકો આ દેશમાં જવાની રેસ લગાવી રહ્યા છે. ત્યારે એક સવાલ ઉભો થાય છે કે ભારતીય નાગરિકો શા માટે ઇઝરાયલ જવા માંગે છે?
Trending Photos
Israel India Job Drive: ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં નોકરી માટે હોડ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાંથી કામદારો દ્વારા અરજીઓ કરવામાં આવી રહી છે. આ નોકરીઓ દેશમાં નથી પરંતુ યુદ્ધ ક્ષેત્ર ઇઝરાયેલમાં છે. એવામાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ઇઝરાયેલ શા માટે ભારતીયોને નોકરી આપવા માંગે છે અને શા માટે ભારતીયોમાં યુદ્ધ ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે સ્પર્ધા જામી છે.
ઇઝરાયેલે શા માટે માંગ્યા કામદારો?
ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ સરકારે ભારતમાંથી એક લાખ કામદારો મોકલવાની માંગ કરી છે. 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી તેઓ મજૂરોની અછતનો સામનો કરી રહ્યા છે. 15 સભ્યોની ઇઝરાયેલની ટીમ ભારતમાંથી મજૂરોની પસંદગી કરવાની પ્રક્રિયાની દેખરેખ કરી રહી છે. ભારતમાંથી મેસન્સ, સુથાર અને અન્ય કુશળ બાંધકામ કામદારોને ઈઝરાયેલ મોકલવામાં આવશે. અગાઉ, ફક્ત પેલેસ્ટિનિયન કામદારો જ ઇઝરાયેલમાં કામ કરતા હતા, પરંતુ યુદ્ધને કારણે તેમની પરમિટ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાઝા સાથેની સરહદો પણ પેલેસ્ટાઈનીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે ઈઝરાયેલમાં કામદારોની મોટી સમસ્યા છે.
આ રાજ્યોમાંથી થઈ રહ્યા છે શ્રમિકોની પસંદગી
ઈઝરાયેલ મોકલવા માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાંથી કામદારોની પસંદગી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે પણ કામદારો માટે જાહેરાત આપી છે. આ મજૂરો ઈઝરાયેલમાં બાંધકામના કામમાં જોડાશે.
તમને કેટલો પગાર મળશે?
ભારતથી ઈઝરાયેલ જતા મજૂરોને કોન્ટ્રાક્ટ પર મોકલવામાં આવશે. આ કરાર એક વર્ષથી વધુ સમય માટે હોઈ શકે છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, ઇઝરાયેલ જનારા કામદારોને દર મહિને લગભગ 1600 ડોલર મળશે. જે ભારતીય રૂપિયામાં અંદાજે એક લાખ 32 હજારનો પગાર થાય છે. મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલમાં આ કામદારો માટે ફ્રીમાં રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવશે.
ભારત અને ઈઝરાયેલ વચ્ચે થયો હતો આ કરાર
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુસાર, યુદ્ધ શરૂ થયા પહેલા ઇઝરાયેલ અને ભારત વચ્ચે ગયા વર્ષે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત 40,000 ભારતીયોને ઈઝરાયેલમાં બાંધકામ અને નર્સિંગના ક્ષેત્રમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતના વિદેશ મંત્રાલયના 2022ના ડેટા અનુસાર, ઇઝરાયેલમાં લગભગ 13,000 ભારતીય કામદારો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે