કોરોનામાં 10 સેકન્ડ શ્વાસ રોકવાની ટિપ્સ પર WHOએ કર્યો મોટો ખુલાસો

કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી પર રોજ અનેક મિથક અને અફવાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો વગર સમજે વિચાર્યે મેસેજ ફોરવર્ડ કરી રહ્યાં છે. આમ, તેઓ વિવિધ અફવાઓ ફેલાવવા મદદ કરી રહ્યાં છે. ત્યારે જાણો કે, WHOએ આ અફવા પર શું કહ્યું...

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી પર રોજ અનેક મિથક અને અફવાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો વગર સમજે વિચાર્યે મેસેજ ફોરવર્ડ કરી રહ્યાં છે. આમ, તેઓ વિવિધ અફવાઓ ફેલાવવા મદદ કરી રહ્યાં છે. ત્યારે જાણો કે, WHOએ આ અફવા પર શું કહ્યું...

1/5
image

સોશિયલ મીડિયા પર અફવાઓ તેજીથી ફેલાઈ રહી છે. જેમાં એ પણ છે કે, જો કોઈ વ્યક્તિ 10 સેકેન્ડ સુધી પોતાના શ્વાસ રોકી છે, તો તેને કોરોના વાયરસની બીમારી નથી થઈ.

2/5
image

10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાથી કોરોના વાયરસનું પરીક્ષણ કરવાની આ અફવા પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOએ કહ્યું કે, કોરોના વાયરસના સામાન્ય લક્ષણ સૂકી ખાંસી, તાવ અને થાક લાગવો છે. કોરોનાથી પીડિત કેટલાક લોકોમાં નિમોનિયાના લક્ષણ પણ મળી આવે છે. કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ છે કે, નહિ તે બાબતની સાચી માહિતી લેબમાં ટેસ્ટ કરીને જ મળી શકે છે. 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવાથી કોરોનાનું પરીક્ષણ થવાની વાત ખોટી છે. 

3/5
image

WHOએ આગળ જણાવ્યું કે, 10 સેકન્ડ સુધી શ્વાસ રોકવા પર ખાંસી નથી આવતી, તો મતલબ બિલકુલ પણ એવો નથી કે, તમે કોરોનાથી સંક્રમિત નથી. 

4/5
image

WHOએ કહ્યું કે, આ વાત સમજવી જરૂરી છે કે, કોરોના વાયરસ હવાના માધ્યમથી નથી ફેલાતો. WHO આ વાતની પુષ્ટિ કરી ચૂક્યો છે.

5/5
image

કોઈ વ્યક્તિના છીંકવાથી તેના નાક અને મોઢામાંથી નીકળેલ ડ્રોપલેટ્સ 1 મીટર સુધી જઈ શકે છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે કહેવામાં આવ્યું છે. તમામ લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખવું જોઈએ તેવી સૂચના અપાઈ છે.